Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૯ પંચસંગ્રહ-ચતુર્થદ્વાર ત્યાગ કરેલ હોવાથી સંયમ પાલન કરવા નિમિત્તે શાસ્ત્રોક્ત વસ્ત્રો ધારણ કરનારા આ ચુગના સાધુઓને પણ અચેલક પરિષહનું સહન કરવું સમ્યફ પ્રકારે જાણવું. કહ્યું છે કે
સંયમના પાલન નિમિત્તે આદિ વસ્ત્રને ધારણ કરનારા સદા મમત્વ રહિત ચતિને પરિવહન સહન કરવાનું કેમ ન હોય?”
અહીં પૂર્વપક્ષી કહે કે તમે જે પ્રકારે કહ્યું તે પ્રકારે અચેલકપણું ઔપચારિક થયુ, તેથી તેવા પ્રકારના અચેલકપણારૂપ પરિષહતું સહન કરવું તે પણ ઔપચારિક થયું અને એમ હોય તે મોક્ષપ્રાપ્તિ શી રીતે થાય? કારણ કે ઉપચરિત–આપિત વસ્તુ વાસ્તવિક અર્થ ક્રિયા કરી શકે નહિ. માણવકને વિશે અશિને આરેપ કરવાથી પાકક્રિયા થતી નથી.
ઉત્તર જો એમ હોય તે નિર્દોષ આહારને પણ ખાનાર મુનિને સમ્યફ પ્રકારે સુધાપરિષહ સહન કરવું નહિ ઘટી શકે. કારણ કે તમે કહેલા ન્યાયથી તે આહારના સર્વથા ત્યાગથી જ સુધાપરિષહ સહન કરવો ઘટી શકે અને જો એમ માનીએ તે અરિહંત ભગવાન્ પણ સુધાપરિષહને જિતનારા ન થાય. કારણ કે ભગવાનું પણ છઘસ્થાવસ્થામાં તમારા મતે પણ નિર્દોષ આહાર લે છે તે તે પ્રમાણે નિર્દોષ આહાર લેનાર સુધા પરિષહને વિજેતા તમને ઈષ્ટ નથી એમ નથી. તેથી જેમ અષણીય અને અકલ્પનીય ભજનના ત્યાગથી સુધાપરિષહનું સહન કરવું ઈષ્ટ છે તેમ મહામૂલ્ય, અને વણીય અને અકલ્પનીય વસ્ત્રના ત્યાગથી અચેલક પરિષહતું સહન કરવું માનવું જોઈએ.
જો એમ હોય તે સુંદર સ્ત્રીના ઉપગને ત્યાગ કરી કાણી, મુંધવાળી અને બેડોળ અંગવાળી સ્ત્રીને ઉપભોગ કરતાં સ્ત્રીપરિષહ સહન કરવાનો પ્રસંગે ઉપસ્થિત થશે-એમ ન કહેવું, કારણ કે સૂત્રમાં સ્ત્રીને ઉપગ સર્વથા પ્રતિષિદ્ધ છે. એ પ્રમાણે કોઈ પણ સૂત્રમાં જીર્ણ અને અપમૂલ્યવાળા અને પ્રતિષેધ કર્યો નથી તેથી અતિપ્રસંગ દેષ પ્રાપ્ત થતી નથી કહ્યું કે
જે વઅને પરિગ માત્રથી અચેલક પરિષહને જય ન થાય તે ભક્તાદિના ગ્રહણથી સુધાપરિષહને પણ જય ન થાય. એ પ્રમાણે તે તમારે જિનેશ્વરદે પણ સર્વથા પરિષહને જીતનારા ન થયા, એમ સિદ્ધ થયુ અથવા જનાદિમાં જે વિધિ[6] છે તે વસ્ત્રમાં કેમ ઈષ્ટ નથી? અહિં સ્ત્રીપરિષહના પ્રસંગથી અનિચ્છની પ્રાપ્તિ થશે એમ કહે તે સૂવાનરનો બાધ થવાથી તે પ્રસંગનું નિવારણ થાય છે. જિનવરએ મૈથુન સિવાય કોઈની સર્વથા અનુજ્ઞા આપી નથી તેમ પ્રતિષેધ પણ કર્યો નથી. કારણ કે તે (મિથુન) રાગદ્વેષ સિવાય થતું નથી. જો એમ ન હોય તે પરિવહન સહન કરનારાએ પ્રાસુક છતાં પણ અશનાદિ કદાચિત પણ ન ખાવું જોઈએ તેમ પીવું ન જોઈએ.
વધારે પ્રસંગથી બસ છે. વિસ્તારથી તે ધર્મ સંગ્રહણી ટીકામાં અપવાદને વિચાર કર્યો છે ત્યાંથી જાણી લેવું.