Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
४७८
પંચસંગ્રહ-ચતુર્થદ્વારા ધરૂપ અરિનને ઉત્પન્ન કરવામાં કુશળ, મિથ્યાત્વમોહના ઉદયથી મર્દોન્મત્ત પુરૂપિએ ઉચ્ચારેલા, ઈર્ષ્યા પ્રયુક્ત, તિરસ્કાર ઉત્પન્ન કરે તેવા અને નિંદાત્મક વચન સાંભળવા છતાં પણ તેમ જ તેને પ્રતિકાર કરવાની શક્તિ-છતાં પણ કેધાદિ કષાયોદયરૂપ નિમિત્તથી ઉત્પન્ન થયેલ પાપકર્મને વિપાક અત્યંત દુત છે એમ ચિંતવન કરતા અલ્પમાત્ર કષાયને પણ પોતાના હૃદયમાં સ્થાન ન આપવું તે આક્રોશપરિષહવિજય.
સૂત્રના ઉપદેશને અનુસરી વિહાર કરતાં અગર રહેતાં કઈ વખતે એ કે અરતિ ઉત્પન્ન થાય તે પણ સ્વાધ્યાય, ધ્યાન અને ભાવનારૂપ ધર્મમાં રમણતા વહે અતિને ત્યાગ કરવો તે અરતિ પરિષહ વિજય.
આરામ-બગીચો, ઘર કે કોઈ એવા જ પ્રકારના એકાંત સ્થળમાં વસતા યુવાવસ્થાને મદ અને વિલાસ-હાવભાવ વડે પ્રમત્ત થયેલી મમ્મત અને શુભ મનસ કલ્પને નાશ કરતી સ્ત્રીઓના વિષયમાં પણ અત્યંત દાબમાં–વશ રાખેલ છે ઈન્દ્રિય અને મન જેમણે એવા મુનિરાજે “આ અશુચિથી ભરપુર માંસને પિંડ છે. આવા પ્રકારની શુભ ભાવનાના વશથી તે સ્ત્રીઓના વિલાસ, હાસ્ય, મૃદુ ભાષણ, વિલાસપૂર્વક નિરીક્ષણ અને મેહ ઉત્પન્ન કરે તેવા પ્રકારની ગતિરૂપ કામનાં બાણને નિષ્ફળ કરવા અને જરા પણ વિકાર ઉત્પન્ન ન થવા દે તે સ્ત્રીપરિષહવિજય.
નગ્નતા-નગ્નપણું, અચલકપણું. તે અલકપણું શાસ્ત્રના ઉપદેશ વડે અન્ય પ્રકારે વસને ધારણ કરવારૂપે કે જીર્ણ, અલ્પ મૂલ્યવાળા ફાટી ગયેલા અને આખા શરીરને નહિં ઢાંકવાવાળા વસ્ત્ર ધારણ કરવા સંબંધે જાણવું, કારણ કે લેકમાં તેવા વસ્ત્રો પહેર્યો હોય તે પણ નગ્નપણને વ્યવહાર થાય છે. જેમ કે –
નદી ઉતરતે પુરુષ નીચે પહેરવાની પિતડી માથે વિટિલી હોય છતાં પણ ન એવો વ્યવહાર થાય છે. તથા જેણે જીણું વસ્ત્ર પહેરેલું છે એવી કઈ સ્ત્રી વણકરને કહે છે કે વણકર જલદી કર, મને સાડી આપ, હું નાગી છું.
તે પ્રમાણે ફાટેલા, અલ્પમૂલ્યવાળા, શરીરના અમુક ભાગને ઢાંકનારા વસ્ત્ર ધારણ કરનારા મુનિઓ પણ અન્ય પ્રકારે ધારણ કરવાથી વસ્ત્ર સહિત છતાં પણ વાસ્તવિક રીતે અલક ગણાય છે.
જેમ પાણીમાં પ્રવેશ કરતે અને બહુ વસવાળે છતાં મસ્તક ઉપર કેડે પહેરવાનું વસ્ત્ર જેણે વાટેલું છે એ મનુષ્ય અલક-વસ્રરહિત કહેવાય છે તેમ વસ્ત્ર ધારણ કરનાર વસ્ત્રવાળા સુનિઓ પણ થોડા જીર્ણ, કુત્સિત વઅવડે અલક કહેવાય છે.
જેમ કોઈ સ્ત્રી વણકરને કહે છે કે-હે વણકર ત્વરા કર, મને જલદી સાડી આપ હું નાગી છું.”
જ્યારે એમ છે તે ઉત્તમ ધય અને સંઘયણાદિ રહિત તૃણગ્રહણ અને અગ્નિને,