Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-ચતુર્થદ્વાર ટીકાનુa-–વશમી ગાથામાં કહેલ અગીઆર પરિષહ વેદનીયકર્મથી ઉત્પન્ન થાય છે. જેમકે સુધાવેદનીયને ઉદય થાય, ભૂખ સત લાગે તે અવસરે તે ભૂખને સહન કરૂ વાને અવસર આવે તેને આત્માના અણાહારિ આદિ સ્વભાવને યાદ કરી જો સમભાવે સહન કરે તે તેને વિજય કર્યો કહેવાય, નહિ તે નહિ. જે વિકલતા થાય, દુર્ગાન થાય તે પરિષહ ઉપર વિજય મેળવ્ય ન કહેવાય. એ પ્રમાણે અન્ય પરિષહે માટે પણ સમજવું. કહ્યું છે કે –
સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દશ, ચય, વધ, મલ, શંખ્યા, રેગ અને તૃણપણે એ અગીઆર પરિષહ વેદનીય કર્મથી ઉત્પન્ન થાય છે, અને તે સઘળા સગિ કેવળીઓને સંભવે છે.
તથા જ્ઞાનાવરણીયકર્મને ઉદય પ્રજ્ઞા અને અજ્ઞાન પરિષહ ઉત્પન્ન થવામાં હેતુ છે.
તેમાં અંગ, ઉપાંગ, પૂર્વ, પન્ના વગેરે શાસ્ત્રોમાં વિશારદ તેમ જ વ્યાકરણ ન્યાય અને અધ્યાત્મ શાસ્ત્રમાં નિપુણ એવા મારી સન્મુખ અન્ય સઘળા સૂર્યની પાસે ખજુઆની જેમ નિસ્તેજ છે એવા પ્રકારના અભિમાનજન્ય જ્ઞાનના આનંદને નિરાસ કરે-ત્યાગ કરવો તે પ્રજ્ઞા પરિષહવિજય.
તથા આ અજ્ઞ છે, પશુ સમાન છે, કંઈપણ સમજ નથી એવા પ્રકારના તિસ્કારના વચનેને સમ્યફ પ્રકારે સહન કરતા, પરમ દુષ્કર તપસ્યાદિ ક્રિયામાં રાતસાવધાન અને નિત્ય અપ્રમત્ત ચિત્તવાળા એવા મને હજી પણ જ્ઞાનાતિશય ઉત્પન્ન થત નથી એ પ્રકારે જે વિચાર કરો અને જરાપણ વિકળતા ઉત્પન્ન ન થવા દેવી તે અજ્ઞાન પરિષહ વિજય.
તથા આઠમાં અંતરાયકમને વિપાકેદય છતાં અલાભ પરિષહ સહન કરવાને અવસર થાય છે.
તેમાં ભિન્ન ભિન્ન દેશમાં વિહાર કરતા, સંપત્તિની અપેક્ષાએ ઘણા ઉચ્ચ, નીચ ઘરમાં શિક્ષાને નહિ પ્રાપ્ત કરીને પણ સંકલિષ્ટ ચિત્ત વિનાના અને દાતારની પરીક્ષા કરવામાં નિરૂત્સુક, “અલાભ એ મને ઉત્કૃષ્ટ તપ છે” એ વિચાર કરીને અપ્રાપ્તિને અધિક ગુણવાળી માનતા, અલાલજન્ય પીડાને જે સમભાવે સહન કરવી તે અલાપરિષહવિજય.
પૂર્વની ગાથામાં કહેલ અગિયાર પરિષહે તથા પ્રજ્ઞા, અજ્ઞાન અને અલાભ મળી કુલ ચૌદ પરિષહે ઉપશાંતમોહ તથા ક્ષીણમેહ ગુણસ્થાનકે હેાય છે. કારણ કે તે ગુણસ્થાનકે વર્તમાન આત્માઓએ સંપૂર્ણ મેહનીય કમને ઉપશમ તથા ક્ષય કરેલ છે.
સૂકમપરાય ગુણસ્થાનકે પણ એ ચૌદ પરિષહ જ હોય છે. જો કે અહિ વર્તતા આત્માઓ સંજવલન લેભની સૂમ કિક્રિઓને અનુભવે છે છતાં અત્યંત સૂક્ષમ લેબનો