Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૭પ
પંચસંગ્રહ-ચતુર્થદ્વાર ઘાસના ઉપગની પ્રભુએ આજ્ઞા આપી છે. તેમાં જે મુનિરાજને પિતાના ગુરુએ દÍદિ ઘાસ ઉપર શયન કરવાની અનુજ્ઞા આપી છે તે જ મુનિરાજે દર્દાદિ ઘાસ ઉપર સંથાર અને ઉત્તરપટ્ટો પાથરીને સૂઈ જાય છે, અથવા જેના ઉપકરણને ચેર ચેરી ગયા છે અગર તે અતિજીર્ણ થવાથી ફાટી ગયા છે તેવા મુનિએ પિતાની પાસે સવારે અને ઉત્તરપટ્ટો નહિ હોવાથી દર્ભ આદિ પાથરી સૂઈ જાય છે, તેવા ઘાસ પર સૂતા. પૂર્વે અનુભવેલ મખમલની શસ્યા આદિને યાદ પણ નહિ કરતા તે ઘાસના અગ્રભાગાદિ કાવા દ્વારા થતી પીડાને સમજાવે સહન કરવી તે તુણસ્પર્શ પરિષહવિજય.
જે મહાશયે એ બંધ અને મોક્ષનું સ્વરૂપ જાણ્યું છે, જેઓ પવનની જેમ નિસંગતા ધારણ કરે છે, જેમાં દેશ અને કાળને અનુસરી સ યમવિરોધી માર્ગમાં જવાને ત્યાગ કરનારા છે, તથા જેઓ આગમમાં કહેલ માસકમ્પની મર્યાદાને અનુસરી વિહાર કરનારા છે. એવા મુનિરાજે કઠેર કાકરા અને કંટાદિ વડે પિતાના પગમાં અત્યંત પીડા થવા છતાં પણ પૂર્વે પિતે સેવેલા વાહનાદિમાં જવાનું સ્મરણ નહિ કરતાં ગ્રામાં ગ્રામ વિહાર કરે તે ચર્યાપરિષહવિજય.
દંશપરિષહમાં દશ શબ્દનું ગ્રહણ શરીરને ઉપઘાત કરનારા સઘળા જંતુઓને ગ્રહણ કરવા માટે છે. જેમ કાગડાથી ઘીનું રક્ષણ કરવું એમ કહેવામાં આવે ત્યાં કાગડા શબ્દનું ગ્રહણ ઘી ખાઈ જનાર કાગડા સિવાય અન્ય પક્ષિઓના ગ્રહણ માટે પણ કર્યું છે તેમ અહિં પણ સમજવું. તેથી ડાંસ, મચ્છર, માંખીએ. માંકડ, કીડી, કીડીઓ અને વીંછી આદિ જતુઓ વડે પીડા પામવા છતાં પણ તે સ્થાનેથી અન્યત્ર નહિ જતા અને તે દશ-મચ્છાદિ જતુઓને વિવિધ વિવિધ પીડા નહિ કરતા તેમ જ વિજણાઆદિ વડે તેને દૂર પણ નહિ કરતા તે ડાંશ-મચ્છરાદિથી થતી બાધાને સમભાવે સહન કરવી તે દશપરિષહવિજય.
આ અગીઆર પરિષહ સગિ કેવલિ ભગવાનને સંભવે છે. ૨૧ હવે કયા કમના ઉદયથી આ અગીઆર પરિષહ ઉત્પન્ન થાય છે તે કહે છે– वेयणीयभवा एए पन्नानाणा उ आइमे । अट्टमंमि अलामोत्थो छउमत्थेसु चोइस ॥ २२ ॥ वेदनीयभवा एते प्रज्ञाज्ञाने तु आदिमे । अष्टमे अलाभोत्थः छद्मस्थेषु चतुर्दश ॥ २२ ॥
અર્થ–પૂર્વોક્ત અગીઆર પરિષહ વેદનીયકર્મથી ઉત્પન્ન થયેલા છે. જ્ઞાનાવરણીયકમને ઉદય છતાં પ્રજ્ઞા અને અજ્ઞાન પરિષહ ઉત્પન્ન થાય છે અને અંતરાયને ઉદય છતાં અલાભથી ઉત્પન્ન થયેલ પરિષહ થાય છે. છઘને એ ચૌદ પરિષહે હોય છે.