Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સારસ ગ્રહ
વળી અશુભ પ્રકૃતિને અનંતાનુબંધિ કરાયથી ચતુઃસ્થાનક, અપ્રત્યાખ્યાનીય કષાયથી વિસ્થાનક તેમજ પ્રત્યાખ્યાનીય કષાયથી ધિસ્થાનક તેમજ સંજ્વલન કષાયથી પૂર્વોક્ત સત્તર અશુભ પ્રકૃતિએને કિસ્થાનક અને એક સ્થાનક અને શેષ અશુભ પ્રકૃતિએને ક્રિસ્થાનક રસ બંધાય છે.
શુભ પ્રકૃતિએને અનતાનુબંધિથી કિસ્થાનક, અપ્રત્યાખ્યાનીયથી વિસ્થાનક તેમજ પ્રત્યાખાનીય તથા સંજવલન કષાયથી ચતુસ્થાનકરસ બંધાય છે.
અશુભ પ્રકૃતિએના એકરથાનક રસ બંધોગ્ય વિશુદ્ધ અધ્યવસાયે અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગે જાય અને એક સ ખ્યાતમે ભાગ બાકી રહે ત્યારે જ આવે છે અને તે વખતે ઉપર જણાવેલ સત્તર તથા કેવલઆવરણદ્રિક એ એગણીસ સિવાય કેઈ અશુભ પ્રકતિએ બંધાતી જ નથી અને કેવલ આવરણદ્ધિક સર્વઘાતી હોવાથી તથા સ્વભાવે જ તે -વખતે તેમજ ક્ષાપક-સૂક્ષમપરાય ગુણસ્થાનકે પણ જઘન્યથી ક્રિસ્થાનક રસ ચુત જ બંધાય છે તેથી બંધ આશ્રયી આ સત્તર અશુભ પ્રકૃતિએને જ એકથાનક રસ હોય છે.
મિથ્યાત્વાદિ અવસ્થામાં પણ સામાન્યથી અતિસંકિલષ્ટ પરિણામે પ્રાયઃ શુભ પ્રવૃતિઓ અંધાતી નથી પરંતુ કઈક વિશુદ્ધ પરિણામ હોય ત્યારે જ શુભ પ્રકૃતિઓ બંધાય છે માટે શુભ પ્રકૃતિએને એક રથાનક રસ બંધાતું નથી પરંતુ જઘન્યથી પણ ધિસ્થાનક જ બંધાય છે અને અતિસંકિલષ્ટ પરિણામે નરકગતિ વગેરે અશુભ પ્રકૃતિ સાથે ત્રણચતુષ્ક, તેજસકાણાદિ જે શુભ પ્રકૃતિએ બંધાય છે તેને પણ તથા સ્વભાવે જઘન્યથી ક્રિસ્થાનક રસ -જ બંધાય છે, મૂળમાં શુભ પ્રકૃતિનો અનતાનુબંધી કષાયથી એક સ્થાનક રસ બંધાય છે. એમ કહ્યું છે, ત્યાં એક સ્થાનક રસ જે પ્રાથમિક ક્રિસ્થાનક રસ સમજ.
પ્રશ્ન-જે અધ્યવસાયે દ્વારા શુભ પ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે તે જ અધ્ય. નવસાયેથી તે પ્રકૃતિમાં એક સ્થાનક રસબંધ કેમ ન થાય?
ઉત્તર--જઘન્યસ્થિતિસ્થાનકથી માડી ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી સમયસમયની વૃદ્ધિએ અસંખ્યાતા સ્થિતિસ્થાનો હેય છે અને તે દરેક સ્થિતિસ્થામાં અસંખ્ય રસ સ્પર્ક હોય છે તેથી ઉત્કૃષ્ટસ્થિતિબંધ થાય ત્યારે દરેક સ્થિતિમાં અસંખ્ય રસસ્પદ્ધકે બધાય છે અને તે સઘળા રસપદ્ધ કે કિસ્થાનક રસનાં જ હોય છે, માટે જ ઉત્કૃષ્ટસ્થિતિબંધ ય અધ્યવસાયથી ચણ શુભ પ્રવૃતિઓમાં એક સ્થાનક રસ ન જ બંધાય.