Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પચસપ્રણ-ચતુર્થ દ્વાર અપર્યાપ્તાવસ્થામાં જેને સંભવ છે, તે કામણ ઔદાપિકમિશ અને વૈશ્ચિયમિશ્રએ ત્રણ વેગ ઘટતા નથી. તથા અહિં અનતાનુબંધિ કષાયને પણ ઉદય હેતું નથી, પહેલા બે ગુણઠાણા સુધી જ તેને ઉદય હોય છે. માટે અનંતાનુબંધિ ચાર કષાય, કામણ, ઔદ્યારિકમિશ્ર અને વૈઠિયમિશ એ સાત હેતુઓ પૂર્વોક્ત પચાસમાંથી દૂર કરતાં શેષ તેતાલીસ બંધહેતુઓ હોય છે.
અવિરતિસમ્યગદષ્ટિ ગુણહાણે છેતાલીસ હેતુઓ હોય છે. કારણ કે આ ગુણસ્થાનકે મર યુને સંભવ હોવાથી તેને સાથે લઈ પરલોકગમન પણ થાય છે. તેથી પૂર્વે દૂર કરેલા અને અપર્યાપ્તાવસ્થામાં સંભવતા કાર્મણ, વઢિયમિશ્ર અને ઔદાણિકમિશ એ ત્રણ પેગેને અહિં સંભવ હેવાથી એ ત્રણ મેળવતાં છેતાલીસ બંધહેતુઓ થાય છે.
દેશવિરતિ ગુણઠાણે ઓગણચાળીસ બંધહેતુઓ હોય છે. કારણ કે અહિં અપ્રત્યાખ્યા નાવરણ કષાયને ઉદય હોતા નથી ત્રસકાયની અવિરતિ હેતી નથી, અને આ ગુણસ્થાનકે મરણને અસંભવ હોવાથી વિગ્રહગતિમાં અને અપર્યાપ્તાવસ્થામાં સંભવતા કામણ અને ઔદ્યારિકમિશ્ન એ બે ચોગે પણ હેતા નથી. તેથી પક્ત છેતાલીસમાંથી અપ્રત્યાખ્યાનાવરણ કષાય, ત્રસકાયની અવિરતિ, ઔદપિકમિશ અને કામણ એ સાત હેતુઓ દૂર કરતાં એગચાલીસ બંધહેતુઓ હેય છે.
શકા–દેશવિરતિ શ્રાવક માત્ર સંક૯પથી ઉત્પન્ન થયેલ ત્રસની અવિરતિથીજ નિવ છે, પરંતુ આરબથી ઉત્પન્ન થયેલી અવિરતિથી વિર નથી. આરબથી ઉત્પન થયેલ ત્રસની અવિરતિ તે શ્રાવકને કાયમ છે તે બંધહેતુમાંથી ત્રસની અવિરતિ કેમ દૂર કરે છે?
ઉત્તર–અહિં ઉપરોક્ત દેષ ઘટતું નથી કારણ કે શ્રાવક યતનાવડે પ્રવૃત્તિ કરતે હેવાથી આરંભથી ઉત્પન્ન થયેલ સની અવિરતિ હોવા છતાં પણ તેની વિરક્ષા કરી નથી.
પ્રમત્ત સંત ગુણસ્થાનકે છવ્વીસ બધહેતુઓ હોય છે. છવ્વીસ શી રીતે હોઈ શકે? તે કહે છે–આ ગુણસ્થાનકે અવિરતિ સર્વથા હેતી નથી અને પ્રત્યાખ્યાનાવરણ ચતુઓને પણ ઉદય હોતો નથી. તથા લધિસંપન્ન ચૌદ પૂર્વધર મુનિઓને આહારદ્ધિકને સંભવ છે, માટે તે બે પેગ હોય છે. તેથી અવિરતિના અગીઆર ભેદ અને પ્રત્યાખ્યાનાવરણ ચતષ્ક એ પંદર બંધહેતુઓ પૂર્વોક્ત ગણચાળીસમાંથી કાઢતાં અને આહારક તથા આહારકમિશ એ બે પેગ મેળવતાં છવ્વીસ બહેતુ થાય છે.
અપ્રમત્ત મુનિએ લબ્ધિ ફોરવતા નહિ હોવાથી આહારકશરીર કે વૈદિયશરીરને આરંભ કરતા નથી માટે તેઓને આહારકમિશ્ન કે વૈક્રિયમિશ એ બેગ ઘટતા નથી. તેથી પૂર્વોક્ત છવ્વીસમાંથી વિક્રિયમિશ અને આહાર કમિશ્ર એ બે પેગ દૂર કરતાં ચાવીશ બંધહેતુઓ અપ્રમત્ત ગુણઠાણે હોય છે.
૧ અહિં તેમ જ ક થાદિમા અપ્રમત્ત ગુણસ્થાનકે આહારકની જેમ વેયિ કાયયાગ કહ્યો છે. પર તવાર્થ સૂત્ર અ. ૨ સૂત્ર ૪૪ ની સિહાર્ષિગણિ ટીકામાં વૈધિ શરીર બનાવીને ઉત્તરકાળમા પણ અપ્રમત્ત ગુણસ્થાનકે ન જાય એમ કહ્યું છે. તેથી એ અપેક્ષાએ અપ્રમત્ત ગુણસ્થાનકે વૈષિ કાગ પણ ન ઘટે, પછી તે જ્ઞાની જાણે.