Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૮૨
પચસહતુતીયાણ જે કમના ઉદયથી ઔદ્યારિકાદિ વજાતીય પુદગલે એકઠા કરાય તે સંવતન નામકર્મ પાંચ પ્રકારે છે.
જે કમના ઉદયથી ઔદ્યારિક, વિકિય, આહારક, તેજસ અને કામણ શરીર એગ્ય પુદ ગલ સમૂહ રૂપે થાય તે અનુક્રમે ઔદારિક, વક્રિય, આહારક, તેજસ અને કાર્ય સંઘાતન નામકર્મ છે,
જે કમના ઉદયથી ઔદ્યારિક શરીરમાં હાડકાઓની અમુક ભિન્ન ભિન્ન રીતે રચના થાય તે સંઘયણ નામકર્મ-છ પ્રકારે છે.
બને બાજુ મટબંધની જેમ બે હાડકાઓના છેઠા એક બીજામાં મેળવેલા હોય તે નારાય, અને તે બન્ને હાડકાઓ ઉપર પાટાના આકારવાળું ત્રીજું હાડકું વીંટળાયેલું હોય તે ઋષણતેની ઉપર તે ત્રણેને ભેદનાર ખીલી રૂપ હાડકું બેસાડેલું હોય અને જેવી મજબુતાઈ થાય તે મજબૂત હાડકાંને બાંધે જે કર્મના ઉદયથી થાય તે વાઋષભનારા સંઘયણ નામકર્મ,
જે કમના ઉદયથી ત્રણ હાડકાંને ભેદનાર ખીલી વિના પૂર્વ કહેલ હાડકાની જેવી મજબુતાઈ થાય તે હાડકાંને બાધે થાય તે ઋષભનારા સંઘયણ નામકર્મ,
જે કર્મના ઉદયથી માત્ર બે બાજુ મટબંધ કરેલ હાડકાંની મજબુતાઈ જેવી હાહ કાઓની રચના વિશેષ થાય તે મારા સંઘયણ નામકર્મ,
જે કર્મના ઉદયથી એકબાજુ મટબંધી અને એકબાજુ માત્ર ખીલી મારેલ હડકાની મજબુતાઈ જેવી હાડકાઓની રચના વિશેષ થાય તે અનારાજી સંઘયણ નામકર્મ.
જે કર્મના ઉદયથી માત્ર ખીલી મારેલ હાડકાંની મજબુતાઈ જેવી હાડકાંની રચના થાય તે કાલિકા.
જે કમના ઉદયથી હાડકાંના પર્વત ભાગ માત્ર સ્પશને જ રહેલાં હોય અથવા જે તલાદિના મન વગેરેની અપેક્ષા રાખે તેવી હાડકાઓની રચના વિશેષ થાય તે અથવા સેવા સંઘયણ નામકર્મ કહેવાય છે.
જે કર્મના ઉદયથી ઔદારિકાદિ શરીરમાં જુદા જુદા પ્રકારના વિશેષ આકાર થાય તે સંસ્થાન નામકર્મ છ પ્રકારે છે.
જે કમના ઉદયથી શરીરના સર્વ અવય અથવા ચારે ખુણાના વિભાગે સામુદ્રિક શાસ્ત્રમાં કહેલા સંપૂર્ણ લક્ષણોથી યુક્ત પ્રાપ્ત થાય તે સમચતુરસ સંસ્થાન નામકર્મ.
જે કમના ઉદયથી નાભિથી મરતક સુધીના સર્વ અવય વટવૃક્ષની જેમ વિશાળ એટલે સામુદ્રિકશાસામાં કહેલ સર્વ લક્ષણેથી યુક્ત થાય અને નાભિથી નીચેના અવયે તેવા ન થાય તે ન્યોધપરિમંડલ સંસ્થાનું નામકર્મ છે.
જે કર્મના ઉદયથી પગથી નાભી સુધીના અવયવો સામુદ્રિક શાસ્ત્રમાં કહેલ સર્વ લક્ષથી યુક્ત પ્રાપ્ત થાય પણ નાભિની ઉપરના અવયવે તેવા ન થાય તે સાદિ અથવા સાચી સંરથાન નામકર્મ,