Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સારસ ગ્રહ
૩૮૧
જે કર્મના ઉદયથી અનેક ભેટવાળા બેઈન્દ્રિય આદિ માં એ કેઇ સમાન બાદ આકાર થાય છે જેને લઈને તે સઘળાને આ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય કે પંચેન્દ્રિય છે એવા સામાન્ય નામથી વ્યવહાર થાય તે અનુક્રમે બેઈન્દ્રિય-તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય અને પત્રિય જાતિનામકર્મ કહેવાય છે.
અહિં તાત્પર્ય એ છે કે બાહ્ય અને અત્યંતર નિવૃત્તિ આદિ કન્સેન્દ્રિય ઈન્દ્રિય પર્યાપ્તિ, અગોપાંગનામકર્મ તથા નિમણુનામકર્મથી પ્રાપ્ત થાય છે અને લધિ ઉપયોગ રૂપ ભાવેન્દ્રિ મતિજ્ઞાનાવરણીય અને ચક્ષુ-અચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષપશમથી પ્રાપ્ત થાય છે, પરંતુ અનેક આકારવાળા હેવા છતાં આ સર્વે એકેન્દ્રિય છે, બેઈન્દ્રિય છે ઈત્યાદિ એક સ્વરૂપ શદ વ્યવહાર બીજા કોઈ કર્મથી સિદ્ધ ન હોવાથી તેવા એકેન્દ્રિયાદિક શખવ્યવહારનું અમુક હદ સુધીના ચેતન્યના નિયામકનું કારણ જાતિનામકર્મ માનવું પડે છે.
જે કમના ઉદયથી છવ જેમાં વિરતાર પામે એવું અથવા જે ઉપગના સાધનરૂપ અને જીણદિક સ્વભાવવાળું શરીર પ્રાપ્ત થાય તે શરીરનામકર્મ. તે ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કામણ એમ પાંચ પ્રકારે છે.
જે કર્મના ઉદયથી જીવ હરિક-વૈક્રિય-આહારક-આદિ પાંચે શરીરથ પુદગલે ગ્રહણ કરી ઔદારિકાદિ શરીરરૂપે પરિણુમાવી આત્મપ્રદેશ સાથે પાણી અને દુધની જેમ અમેદસ્વરૂપ સંબધ કરે તે અનુક્રમે ઔદારિક, વેક્રિય, આહારક, તેજસ અને કાર્મણ શરીરનામકર્મ કહેવાય છે.
મસ્તક, પીઠ, છાતી, પેટ, બે ભુજાઓ અને બે સાથળે એ આઠ અગે, અને સુખ, નાક, નાભિ, આંગળીઓ વગેરે ઉપાગે તથા દાંત, નખ, ૫, રેખાઓ વગેરે અપાશે કહેવાય છે, જે કર્મના ઉદયથી શરીરપણે પરિણામ પામેલાં પુદગલેને અંગ-ઉપાંગ અને અગપાંગ રૂપ સ્પષ્ટ વિભાગ સ્વરૂપે વિભાગ થાય તે અોપાંગનામકર્મ.
જે કમના ઉદયથી દારિક, વિક્રિય કે આહારક શરીર અવરૂપ પરિણામ પામેલા પુદગલેને તે તે શરીરના અંગ-ઉપાંગ અને અોપાંગ રૂપે સ્પષ્ટ વિભાગ સ્વરૂપે પરિણામ થાય તે અનુક્રમે ઔદ્યારિક-ક્રિય અને આહારક અોપાંગનામકર્મ કહેવાય છે.
તેજસ અને કાર્મgશરીર છવના સંસ્થાના સ્વરૂપ હોવાથી આ બંને શરીરને અગોપાંગ હતાં નથી.
જે કર્મના ઉદયથી આત્મપ્રદેશ અને ગ્રહણ કરાતાં ઔદ્યારિકાદિ પુદગલને અથવા " -ગ્રહણ કરાયેલાં અને નવાં ગ્રહણ કરાતાં ઔદારિકાદિ ગુગલેને પરસપર એકાકાર સંબંધ થાય તે બંધન નામકર્મ પાંચ પ્રકારે છે.
જે કર્મના ઉદયથી પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં ઔદ્યારિક, વક્રિય, આહારક, -તૈજસ અને કાશ્મણ પાગલેને પરસ્પર પિતા-પિતાની સાથે એકાકાર સંબંધ થાય તે અનુક્રમે ઔદારિક, વૈદિય, આહારક, તૈજસ અને કામણ બંધન નામકર્મ કહેવાય છે.