Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સારણગ્રહ
૩૫
પ્રશ્ન—દેવાયુષ વગેરે ચાર પ્રકૃતિઓ દેવદિ ભવ હેતુને પ્રાપ્ત કરી પિતાના વિપાકને બતાવે છે માટે ચાર આયુષ્ય જેમ ભાવવિપાકી છે તેમ દેવગતિ આદિ ચાર પ્રકૃતિએ દેવાદ ભવ રૂપ હેતુને પામીને જ પિતાના વિપાકને બતાવે છે માટે આયુષ્યની જેમ દેવગતિ આદિ ચાર પ્રકૃતિ ભવવિપાકી કેમ નહિ?
ઉત્તરદેવદિ આયુષને રદય અને પ્રદેશોદય એમ બંને પ્રકારને ઉદય તે તે ભવમાં જ હોય છે, પરંતુ અન્ય ભવમાં નહિ, ત્યારે દેવગતિ નામકર્મને પ્રદેશોદય અન્ય ભવમાં પણ હેય છે તેથી આયુષ્ય ભવવિપાકી હોવા છતાં ગતિએ વિવિપાકી નથી પરંતુ જીવવિપાકી છે.
પ્રશ્ન–જેમ દેવગતિને પ્રદેશેાદય અન્ય ભાવમાં હોય છે તેમ દેવાદિ આનુપૂર્વી નામકર્મને પ્રદેશેવ્ય પણ વિગ્રહગતિ રૂપ ક્ષેત્ર સિવાય અન્ય સ્થળે હોય છે માટે ગનિઓની જેમ ચાર આનુપૂર્વીએ પણ જીવવિપાકી કેમ નહિ?
ઉત્તર–જેમ ચાર આનુપૂવને વિપાકેદય બતાવવામાં વિગ્રહગતિ રૂપ ક્ષેત્ર મુખ્ય કારણ છે તેમ ગતિએને વિપાક બતાવવામાં નથી માટે ચાર આનુપૂર્વીએ ગતિએની જેમ જીવવિપાકી નથી પરંતુ ક્ષેત્રવિપાકી છે.
પ્રશ્ન–સામાન્યથી સઘળી પ્રકૃતિએ જીવ રૂપ હેતુને પ્રાપ્ત કરી જીવને જ વિપાક બતાવે છે પરંતુ બીજા કેઈને નહિ. માટે સર્વ પ્રકૃતિએ જીવવિપાકી જ માનીએ અને પુદગલાદિ વિપાક ન માનીએ તે શું છેષ આવે?
ઉત્તર સામાન્યથી સર્વ પ્રકૃતિઓ તમારા કહેવા મુજબ જીવવિપાકી જ છે અને તેમ માનવામાં કોઈ દેશ નથી પરંતુ પુદગલાદિ હેતુની મુખ્યતા માનીને અહિં. પુદગલવિપાકી આદિ ચાર પ્રકારે પ્રકૃતિઓ કહી છે.
અહિ પુદગલવિપાકી પ્રકૃતિએ ઔદયિકભાવે બતાવી તેથી પુદગલવિપાકી પ્રકૃતિઓ જ ઔદવિકભાવે છે અને અન્ય પ્રકૃતિએ નથી એમ સમજવાનું નથી કેમકે સઘળી પ્રકૃતિએ ઔદવિક ભાવે હેય છે તેમજ આ પ્રકૃતિના ઔદથિકભાવ જ હેય છે એમ પણ સમજવાન નથી કારણકે આ પ્રકૃતિએ આગળ ઉપર ક્ષાયિક અને પારિણામિકભાવે પણ બતાવશે એટલે અહિ ઔદયિક ભાવે છે એ વિશેષણ સામાન્યથી પુદગલવિપાકી પ્રકૃતિનું સ્વરૂપ બતાવવા માટે જ ગ્રહણ કરેલ છે પણ બીજા કેઈ હેતુથી ગ્રહણ કરેલ નથી.
અહિં પ્રસંગથી કુલ ભાવે કેટલા છે અને કયા ભાવથી કયા કયા ગુણ પ્રગટ થાય તેમજ કયા કયા કમા કેટલા ભાવે હોય તે કહે છે.
બીજા દ્વારના આરંભમાં જણાવ્યા મુજબ કુલ પાંચ ભાવે છે. ઉપશમભાવથી સમ્યકત્વ અને ચારિત્ર એ બે ગુણે પ્રગટ થાય છે, ક્ષયે પશમભાવથી