Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૮૬
પચાસગ્રહ-તૃતીયહાર જેના ઉદયથી અનંતજી વરચે એક જ દારિક શરાર મળે અને આહાર-શ્વાસવાસ આદિ સઘળા ને સાધારણ સમાન હોય તે સાધારણ નામકર્મ,
પ્રશ્નો પ્રથમ ઉત્પન્ન થયેલ જીત્ર પિતાના સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત થઈને રહે છે તેથી પછી તેમાં બીજા અનંત છ કેમ રહી શકે? અને બીજા અનંત કદાચ રહી શકે એમ માની લઈએ તોપણ જે જીવે પ્રથમ તે શરીર ઉત્પન્ન કરીને પરસ્પર જોડાવા વડે પિતાનું કર્યું છે તે જીવ જ તે શરીરમાં મુખ્ય છે માટે તેના સંબંધે જ પર્યાપ્ત અવસ્થા, પ્રાણપાનાદિ જે મુદ્દાનું ગ્રહણ વગેરે હોઈ શકે પરંતુ અન્ય જીવેના સંબંધે તે હેઈ શકે નહિ અને સાધારણમાં તે અંનતા ની પ્રાણાપનાદિ વ્યવસ્થા એક જ પ્રકારે હોય છે તે અંનતા ને એક શરીર શી રીતે હોય?
ઉત્તર તથા પ્રકારના સાધારણ નામકર્મના ઉદયથી અનંતા છે એક સાથે જ ઉત્પન્ન થાય છે અને તે જ શરીરમાં રહીને પર્યાપ્તિ કરવાનો આરંભ, આહાર અને પ્રાણાપાનાદિ રોગ્ય પુદગલનું ગ્રહણ આદિ શરીર સંબંધી સર્વ ક્રિયાઓ એક જ સાથે કરે છે, માટે કિંઈ દેષ નથી.
જેના ઉદયથી જિહુવા આદિ શરીરના અવય અસ્થિર થાય તે અસ્થિર નામકર્મ.
જેમા ઉદયથી નાભિની નીચેના અવયવ અશુભ થાય તે અશુભનામકર્મ, જેમ કે માણસને પગ આદિ અડે તે તેને ક્રોધ થાય, જે કે કામી પુરૂષને સ્ત્રીના પગાદિ અવયવે અઠ વાથી ધને બદલે આનંદ થાય છે પરંતુ ત્યાં આનંદ થવાનું કારણ મોહ છે. જયારે અહિ વસ્તુસ્થિતિની વિચારણા છે
જેના ઉદયથી જેને સ્વર કકટુક થાય અને સાંભળનારને અપ્રીતિનું કારણ બને તે દુકાસવર નામકર્મ.
જેના ઉદયથી જીવ સર્વને અપ્રિપ થાય તે દૌભગ્ય નામકર્મ, સૌભાગ્ય નામકર્મના ઉદયવાળા તીર્થંકર પરમાત્મા જેવા મહાત્માએ પણ કઈ અભવ્ય આદિ જીવને અપ્રિય થાય છે પરંતુ ત્યાં અભચમાં પિતામાં રહેલ દોષ જ અપ્રીતિનું કારણ છે પરંતુ તીર્થંકર પરમાત્મા અદિને તે સૌભાગ્ય નામકર્મને જ ઉદય હોય છે.
જેના ઉદયથી વ્યક્તિ અથવા તેનું વચન સર્વત્ર તિરસ્કાર પામે પણ આદરણીય ન થાય. તે અનાદેય નામકર્મ.
જેના ઉદયથી એક અથવા સર્વદિશાઓમાં અપયશને પામે તે અયશકીર્તિ.
આ પ્રમાણે આઠ અપ્રતિપક્ષ પ્રત્યેક અને વીશ સાતિપક્ષ પ્રત્યેક એમ અાવીસ પ્રત્યેક પ્રકૃતિઓ અને ચૌદ પિંડાકૃતિઓના ૬૫ અવાન્તર ભેટ મેળવતાં નામકમની ૯૩ પ્રકૃતિએ : થાય છે અને કેટલાક આચાર્યના મતે બંધન પાંચને બદલે પંદર ગણતાં નામકમની ૧૦૩ !
પ્રકૃતિઓ થાય છે.