Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીકાનુવાદ સહિત
निर्माणस्थिरास्थिरतैजसकामणवर्णायगुरुलंघुशुभाशुभम् ।
ज्ञानान्तरायदशकं दर्शनचतुःमिथ्यात्वं नित्योदयाः ॥१६॥ અથ–નિર્માણ સ્થિર, અસ્થિર, તૈજસ, કામણ, વર્ણાદિચાર, અગુરુલઘુ, શુભ, અશુભ, જ્ઞાનાવરણીય અને અંતરાયની દશ, દર્શનાવરણીય ચાર અને મિથ્યાત્વ એ શુદયી પ્રકૃતિઓ છે.
ટીકાનું -ઉદયવિકેદ કાળ પહેલાં જે પ્રકૃતિઓને હમેશા ઉદય હેય તે પ્રાય કહેવાય છે. તે પ્રકૃતિએ તે આ-નિર્માણ, સ્થિર, અસ્થિર, તેજસ, કામણ, વણે ગંધ રસ અને સ્પર્શ એ વર્ણચતુષ્ક, અગુરુલઘુ, શુભ અને અશુભ એ બાર નામકની દયિ પ્રકૃતિ છે. એને પૃથફ નિદેશ અભિપ્રાય પૂર્વક છે. અને તે એ કે સામાન્યથી જ્યાં નામકની કોયી પ્રકૃતિએ લેવાનું કહે ત્યાં આ બાર પ્રકૃતિએ લેવી. હવે ઘાતિકર્મની વૃદયિ પ્રવૃતિઓ કહે છે—જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ, ચક્ષુ અચક્ષુ અવધિ અને કેવલદર્શનાવરણીય એ દર્શનાવરણીય ચાર અને મિથ્યાત્વમેહનીય એ પંદર ઘાતિ પ્રકૃતિઓ
યી છે. કુલ સત્તાવીશ થાય છે. હવે કઈ પ્રકૃતિને કયા ગુણસ્થાનક પર્યત નિરંતર ઉદય હોય છે, તે કહે છેઅગુરુલઘુ આદિ નામકર્મની ધૃદયિ પ્રકૃતિઓ તેરમા ગુણસ્થાનકના ચરમ સમય પત, મિથ્યાત્વ મેહનીય પ્રથમ ગુણસ્થાનકના ચરમ સમય પર્વત, અને શેષ ઘાતિ પ્રકૃતિએ બારમાં ગુણસ્થાનકના ચરમ સમય પયંત નિરંતર ઉદયમાં હોય છે, તેથી તે ધ્રુવેદવિ કહેવાય છે.
શેષ પંચાણું પ્રકૃતિએ અધથી છે, અદથી હેવાનું કારણ ગતિનામાદિ ઘણું પ્રકૃતિઓ પરસ્પર વિરોધી છે અને તીર્થકર આદિ કેટલીક પ્રકૃતિએને સર્વ કાળ ઉદય હેતું નથી તે છે. પંચાણું પ્રકૃતિઓનાં નામ સુગમ હેવાથી અહિં બતાવ્યા નથી. ૧૬ હવે સઘાતી પ્રકૃતીઓ બતાવે છે–
केवलियनाणदसणआवरणं बारसाइमकसाया । मिच्छत्तं निदाओ इय वीसं सव्वघाईओ ॥१७॥
कैवलिकज्ञानदर्शनावरणं द्वादशाधकषायाः।
मिथ्यात्वं निद्रा इति विंशतिः सर्वघातिन्यः ॥१७॥ અર્થ-કેવળજ્ઞાનાવરણ, કેવળદર્શનાવરણ, આદિના બાર કષાય, મિથ્યાત્વ, અને નિદ્રા એ વીશ સવઘાતિની પ્રકૃતિએ છે.
ટીકાનુ—જેને શબ્દાર્થ પહેલાં કરી આવ્યા તે સર્વઘાતિની પ્રકૃતિએ વીશ છે. તે આ પ્રમાણે-કેવળજ્ઞાનાવરણ, કેવળદર્શનાવરણુ, અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ એ બાર કષાય, મિથ્યાત્વમેહનીય અને પાંચ નિદ્રા.