Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટકાનુવાદ સહિત
અને અનાદિસાત એ બે નંગ ઘટે છે, અને તે બે ભંગ પૂર્વે અભય અને ભવ્ય આશ્રયી કહા તે પ્રમાણે સમજવા.
હવે કઈ પ્રકૃતિએ આશ્રયી સાદિસાત ભાગ ઘટે છે તે કહે છે-ઉપશમ સમ્યફળની પ્રાપ્તિ જ્યારે થાય ત્યારે સમ્યકત્વમેહનીય અને મિશ્રમેહનીયની સત્તા સંભવ છેએ રીતે પંચેન્દ્રિયપણું જ્યારે પ્રાપ્ત થાય ત્યારે ક્રિયષકની, સમ્યકત્વ પ્રાપ્ત થાય ત્યારે તીર્થકર નામકર્મની, અને સંયમ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આહારદિકની સત્તાને સંભવ છે, માટે તે પ્રકૃતિઓમાં સાંસિાંત એ ભંગ ઘટે છે. તથા અનતાનુબંધિ, મનુષ્યદ્ધિક, ઉચ્ચશેત્ર આદિ ઉકલનોગ્ય પ્રકૃતિની ઉદ્ધલના થયા પછી ફરી પણ બંધને સંભવ હેવાથી તે પ્રકૃતિને સત્તામાં આવે છે, માટે તેમાં સાદિસાંત ભંગ ઘટે છે. આયુ કમની પ્રકૃતિએમાં તે તે પ્રકૃતિએ અનુક્રમે સત્તામાં સત્તામાં પ્રાપ્ત થતી હોવાથી સાદિક્ષાંત ભંગ પણજ , છે. આ પ્રમાણે ઉપર કહી તેટલી પ્રકૃતિઓમાંજ સાદિક્ષાંત સંગ ઘટે છે.
અપ્રત્યાખ્યાન ક્રોધાદિ, ઔદારિશરીરાદિ, અને નીચગાત્ર રૂપ પ્રકૃતિએ કે જેની સત્તાને નાશ થયા પછી ફરી સત્તામાં આવતી નથી તે પ્રકૃતિએ આશ્રયી બને અનાદિસાંત, અને અભયને અનાદિઅત એ બેજ ભંગ ઘટે છે. ઉત્તરપ્રકૃતિઓ આશ્રયી તે આ પ્રમાણે સમજવું. અને જયારે મૂળ કર્મ આશ્રયી દરેકને વિચાર કરીએ ત્યારે તે અનાદિ અનંત અને અનાદિક્ષાંત એ બેજ મગજ ઘટે છે, કારણ કે મૂળકર્મની સત્તાને નાશ થયા પછી ફરી તેઓ સત્તામાં આવતાજ નથી. ર૭ . પ્રશ્ન-કને શોપશમ તેઓને ઉદય હોય ત્યારે થાય છે? કે ઉદયન હોય ત્યારે , ઉદય હોય ત્યારે છે એમ કહેતા હે તે એ યુક્ત નથી, કેમકે વિરોધ આવે છે. તે આ પ્રમાણે-ક્ષાપશમિકભાવ ઉદયાવલિકામાં પ્રવિષ્ટ અંશને ક્ષય થવાથી અને ઉદય અપ્રાણ જ અંશને વિપાકેદયના રેકાવારૂપ ઉપશમ થવાથી ઉત્પન્ન થાય છે, અન્યથા થતું નથી. જે. ઉદય હેય તે ક્ષોપશમ કેમ હોઈ શકે અને જે ક્ષયે પશમ હોય તે ઉદય કેમ હોઈ શકે? હવે અનુદય એટલે કર્મને ઉદય ન હોય ત્યારે ક્ષાપશમ થાય છે, એમ કહેતા છે તે તે પણ અયુક્ત છે. કારણ કે ઉદયને અભાવ હોવાથીજ જ્ઞાનાદિ ગુણ પ્રાપ્ત થવા રૂપ ઈષ્ટ ફળ સિદ્ધ થાય છે. કેમકે ઉદયપ્રાપ્ત કર્મો જ આત્માના ગુણોને દબાવે છે, પણ જેને ઉદય નથી એ કંઇ ગુણના વેધક થતા નથી. તે પછી ક્ષપશમ થવાથી વિશેષ શું? મતિ. જ્ઞાનાવરણીયાદિ કર્મને ઉથ નહિ હેવાથી જ મતિજ્ઞાનાદિ ગુણે પ્રાપ્ત થશે. તે પછી -શાપથમિક ભાવની કલ્પના શા માટે કરવી? ક્ષાપશમિક ભાવની કલ્પના નકામી છે.
ઉત્તર-ઉદય હોય ત્યારે ક્ષાપશમિક ભાવ થાય છે, તેમાં કંઈજ વિરોધ નથી. જે માટે કહ્યું છે– ઉદય છતાં અનેક ભેદે ક્ષયે પશમ થાય છે. તેમાં કંઈ વિરાધ નથી. જે ઉદય છતાં સાપશમિક ભાવ પ્રવર્તે તે ત્રણ કર્મમાં પ્રવર્તે છે, અને મોહનીયકર્મમાં પ્રદેશેાદય છતાંજ ક્ષાપશમિકભાવ પ્રવૃત્તિ છે. અહિં જ્ઞાનાવરણીયાદિ કર્મોને જયાં સુધી ક્ષય ન થાય ત્યાં સુધી તેઓ દથિ છે. તેથી તેને ઉદય છતાંજ ક્ષાપશમ ઘટે છે, પરંત