Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૩૮
પંચમહતીયહાર ભાગબંધનું સ્વરૂપ કહેવાના પ્રસંગે કહેશે. તે પહેકે તીવમંદાદિ રસના ભેદે ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે – એકસ્થાનક, દ્રિસ્થાનક વિસ્થાનિક અને ચતુસ્થાનક.
રસમાં એક સ્થાનકમાણું, બેસ્થાનકપણું એ શું છે? તે પ્રશ્નના ઉત્તરમાં જણાવે છે કેશુભ પ્રકૃતિએને ખીર અને ખાંડના રસની ઉપમાવાળે મિણ રસ છે, અને અશુભપ્રકૃતિએને લીંબડે અને કડવા પટેળના રસની ઉપમાવાળે કડવો રસ છે. આગળ ઉપર આજ હકીક્ત કહેશે કે- કડવા તુરીયા અને લીંબડાની ઉપમાવાળા અશુભપ્રકૃતિએનો તથા ખીર અને ખાંડની ઉપમાવાળા શુભ પ્રકૃતિએને રસ છે
ખીર આદિને સ્વાભાવિક-જે હોય તે ને તેજ રસ તે એકથાનક-સંદ કહેવાય છે. બે ભાગને ઉકાળતાં એક ભાગ બાકી રહે તે બેસ્થાનક-તીવારસ કહેવાય છે. ત્રણ ભાગને ઉકાળના એક ભાગ બાકી રહે તેને ત્રણસથાનક-તીવ્રતર રસ કહેવાય છે. અને ચાર ભાગને ઉકાળતા એક ભાગ બાકી રહે તેને ચારસ્થાનક-તીવરસ કહેવાય છે
એકથાનક રસના પણ બિંદુ, ચળ, પસલી, અંજલિ, કચ્છ, ઘડે, અને દ્રોણદિ પ્રમાણ પાણિ નાખવાથી મંદ ગતિમ આદિ અનેક ભેરે થાય છે. એ પ્રમાણે સ્થાનિક આદિ પણ અનેક ભેદો થાય છે. આ કણાતે કર્મમાં પણ ચતુસ્થાનકાદિ રસ અને તે દરેકના અનંતભેદે સમજી લેવા
- તથા એકસ્થાનક રસથી એ સ્થાનક રસ અનતગુણ છે, તેનાથી ત્રણ સ્થાનક રસ અને તગુણ છે, અને તેનાથી ચાણસ્થાનક રસ અનતગુણ તીવ્ર છે. આગળ ઉપર કહેશે કેએકસ્થાનક રસથી દ્વિસ્થાનકાદિ રસ અનુક્રમે અનત અનત ગુણ તીવ્ર છે'
તેમાં સર્વઘાતિ પ્રકૃતિના ચતુસ્થાનક ૨સ પદ્ધ કે ત્રિસ્થાનક રસસ્પદ્ધકો અને બે સ્થાનક રસ પદ્ધ કે સર્વઘાતિજ છે, અને દેશવાતિ પ્રકૃતિનાં મિત્ર છે. એટલે કે કેલાક સર્વઘાતિ છે. કેટલાક દેશવાતિ છે. અને એકરથાનક રસસ્પદ્ધકે સઘળા દેશદ્યાતિ જ છે. એકસ્થાનક રસપદ્ધક દેશઘાતિ પ્રકૃતિએનાજ સંભવે છે, સર્વદ્યાતિ પ્રકૃતિઓના સંશવતાં નથી. ૨૮
૧ અતિમંદ રસથી આરંભી ક્રમશઃ ચડતાં ચડતા રસના અનંત ભેડ થાય છે. તેને જ્ઞાની મહારાજે ચાર ભેદમાં વહેચી નાખ્યા છે. અતિમંદથી અમુક હદ સુધીના અને તમે એક સ્થાનમાં ભાર પછીના ક્રમશઃ ચડના ચડતા અનતભેદે બે સ્થાનકમા, ત્યાર પછીના અનંતભેદે ત્રિરથાનકમાં, અને ત્યાર પછીના અન તમે ચતુથાનકમા સમાવ્યા છે. એટલે રસને એકથાનકાદિ ચાર ભેદ કહ્યા છે. પાંચ સ્થાનકાદિ ભેદ ન કરતા ચારમાજ સમાવેશ કર્યો તેનું કારણ પાય ચાર છે એ છે. રસ ધમાં કારણ કરાય છે, કષાય ચાર છે એટલે રસના અનતભેદોનો ચારમાં સમાવેશ કર્યો છે.
૨ કર્મવામાં કષાયજન્ય અધ્યવસાયી ઉત્પન્ન થયેલી જ્ઞાનાદિ ગુણોને આવરવાની અને સુખદુ:ખાદિ ઉતપન્ન કરવાની શક્તિને રસ કહે છે. એાછામાં ઓછા કાદવથી આરંભી વધારેમાં વધારે કષાયોદયથી ઉતપન્ન થયેલ રસને ચાર ભાગમાં વહેચી નાખ્યો છે. ૧ મંદ ૨ તીવ્ર ૩ તીવ્રતા ૪ તીવ્રતમ તેનેજ એક સ્થાનકાદિ સંજ્ઞા આપી છે. તે દરેકના મંદ તીવ આદિ અનંતભેદ થાય છે.