Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીકાનુવાદ સહિત
૩૬
હોવાથી પ્રમત્ત હોય છે તેથી અને ત્યારપછીના કાળમાં તથા પ્રકારની વિશુદ્ધિને અભાવ લેવાથી મેદસમસ્થાનમાં વસે છે માટે આહારક શરીરિ આહારકઢિકને બંધ કરતે નથી. માટે એ સઘળી પ્રકૃતિએ સવાનુદયખંધિ કહેવાય છે.
તથા વેદયિ–જ્ઞાનાવરણપંચક, દર્શનાવરણ ચતુષ્ક, અંતરાય પંચક, મિથ્યાત્વમેહનીય નિમણ, તેજસ, કાર્મણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અગુરુલઘુ અને વ ચતુષ્ક, એ સત્તાવીસ પ્રકૃતિએને ઉદય છતાં જ મધ થાય છે. કારણ કે એ સઘળી પ્રવૃતિઓ દયિ. હેવાથી તેનો સર્વદા ઉદય છે.
શેષ નિદ્રાપંચક, જાતિપચક, સસ્થાનકથક, સંઘયgષક, સેળ કષાય, નવ કષાય, પરાઘાત, ઉપઘાત, આતપ, ઉદ્યોત, ઉચ્છવાસ. સાત અસાત વેદનીય, ઉરચત્ર, મનુષ્પત્રિક, તિયચવિક, ઔદારિકહિક, શુભ અશુભ વિહાગતિ, રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થાવર, સૂરમ, અપર્યાપ્ત. સાધારણ, સુસ્વર, સુભગ, આદેય, યશકીર્તિ, દુસ્વર, દુગ, અનાદે, અને અપયશકીર્તિ એ બાશી પ્રકૃતિએ દયાનુદથબધિ છે. કારણ કે એ સઘળી પ્રવૃતિઓ મનુષ્ય તિયાને ઉદય હોય કે ન હોય ત્યારે બંધાય છે. માટે દયાનુબંધિ કહેવાય છે. ૧૫
હવે જે પ્રકૃતિએને સાથે જ બધ અને ઉદયનો વિરછેદ થાય છે, તે પ્રકૃતિએ કહે છે
૧ આહારક શરીર અને આહાક અગોપાંગ પણ પિતાને ઉદય ન હોય ત્યારે બંધાય છે એમ ઉપર કહ્યું છે પરંતુ સપ્તતિકા ભાષ્યમાં એકત્રીશના બધે બે ઉધ્યસ્થાનક લીધા છે. તે આ પ્રમાણે૨૯-૩૦. તેમા ૨૮ને ઉદય પ્રમાપણામાં આહાઝ અથવા વૈક્તિ શરીર કરીને અપ્રમત ગુણસ્થાનકને પ્રાપ્ત કરનાર ઉદ્યોતના ઉદય વિનાના સંયતને કણો છે, અને ત્રીશને ઉદય ઉોતના વેદ વૈયિ અથવા આહારક શરીરને અથવા સ્વભાવસ્થ સંતને કહ્યો છે. અહિં એકત્રીશને બધ આહારદિક સહિત છ અને તેના બંધક મામાન્ય રીતે ર૯ અને ૩૦ એ બને ઉદયવાળા આહારક અને વૈયિ શરીરિ લીધા છે. આહારક શરીરિ માટે કઈ જુદું કહ્યું નથી. આહારક શરીરિને આહારકને ઉદય હેય જ એટલે અહિ આહારક શરીરિને પણ આહારદિકને બંધ લીધે છે જુઓ સપ્તતિકાભાષ્ય પાનું ૮૭ ગાથા ૧૨૫ તથા પા. ૧૦૯ ગા. ૧૬૪ માં અપ્રમત્ત સંયતને ૨૮-૨૯-૧૦-૩૧ એ ચાર બંધસ્થાનક કહા છે અને ૨૯-૩૦ બે ઉદયસ્થાનક કહ્યા છે. તેમાં પહેલુ ઉદયરથાન વૈક્રિય અને આહારક સંતને કહ્યું છે. બીજુ વૈક્રિય આહારક સયતને અથવા સ્વભાવથ સયતને કહ્યું છે. તેમા અબમત સંયતને ર૩૦ એ બને ઉદયરથાનકમાં ૨૮ ના બધે ૮૮ નુ સત્તાસ્થાન, ૨૯ ના બધે ૮૯ નું, ૩૦ ના બધે રન અને ૩૧ ના બધે ત્રાણુનું સત્તાસ્થાન કર્યું છે. અહિં આહારકશરીર એકત્રીસ ન બધે એમ કહ્યું નથી. અહિં અલ્પ હોવાને લીધે વિવેક્ષા ન કરી હોય તો સંભવે છે. તત્ત્વજ્ઞાની મહારાજ જાણે.
૨ અહિં મનષ્ય તિને ઉદય હોય કે ન હૈય ત્યારે બંધાય છે એમ કહેવાનું કારણ ઉકા પ્રકૃતિઓમાંથી લગભગ સઘળી પ્રકૃતિઓ તેઓ બાધે છે તે છે. દેવ નારકીઓ પણ ઉકત પ્રકૃતિમાંથી તેને જેને ઉદય સંભવી શકે છે, તેને ઉદય હોય કે ન હોય છતાં ઉક્ત પ્રકૃતિઓમાંથી સ્વયેાગ્ય પ્રકતિએ બાધે છે.