Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૩૪
પંચમહતીયાર અને નીચગોત્રના ઉદયે આ વેશ્યાપુત્ર છે આ ચાંડાલ છે ઈત્યાદિરૂપે નિંદાગર્ભ યપદેશ, અને અંતરાયના ઉદયે અદાતા અલાલિ અગિ ઈત્યાદિ અનેકરૂપે આત્માને વ્યપદેશ થાય છે. એટલે કે જેવા જેવા પ્રકારના કર્મને ઉદય હોય તેને અનુસરી આત્માને વ્યપદેશ થાય થાય છે. હવે પરિણામિક ભાવના સંબંધમાં વિશેષ પ્રતિપાદન કરવા માટે કહે છે– नाएंतरायदंसणवेयणियाणं तु भंगया दोन्नि । साश्सपजवसाणोवि होइ सेसाण परिणामो ॥२७॥
ज्ञानान्तरायदर्शनवेदनीयानां तु मङ्गको द्वौ।
सादिसपर्यवसानोऽपि भवति शेषाणां पारिणामिकः ॥२७॥ અર્થ જ્ઞાનાવરણીય અતરાય દર્શનાવરણીય અને વેદનીય કર્મમાં બે ભાંગા હેય છે, અને શેવ કર્મમાં સાદિ સપર્યવસાન ભંગ પણ હોય છે.
ટીકાનુ–જ્ઞાનાવરણીય અંતરાય દશનાવરણીય અને વેદનીય કર્મમાં પ્રવાહની અપેશાએ સામાન્યપણે પરિણામિક ભાવને વિચાર કરતાં બે ભાંગા ઘટે છે. તે આ પ્રમાણેઅનાદિ અનંત, અને અનાદિસાંત, તેમાં ભવ્ય આશ્રયી અનાદિ સાંત, તે આ પ્રમાણે-જીવા અને કર્મને પ્રવાહની અપેક્ષાએ અનાદિ કાળથી સંબંધ છે માટે આદિને અભાવ હોવાથી અનાદિ, અને મુક્તિગમન સમયે કર્મના સંબંધને નાશ થતું હોવાથી સાંત, આ રીતે ભથને અનાદિ સાંત ભાગે ઘટે છે. અભવ્ય આશ્રયી અનાદિ અનંત. તેમાં અનાદિ સંબંધ ભવ્ય આશ્રયી જેમ વિચાર કર્યો છે તેમ અહિં પણ સમજી લેવું. અને કોઈ કાળે કર્મના સંબંધને નાશ થવાનો નહિ હોવાથી અનંત એ પ્રમાણે અભવ્ય આશ્રયી અનાદિ અનત ભાંગ ઘટે છે. ઉપરોક્ત ચાર કર્મમાં સાદિ સાંત સંગ ઘટતું નથી, કારણ કે એ ચાર કર્મ માહના કેઈ પણ કમ્પની કે તેની ઉત્તર પ્રકૃતિની સત્તાને નાશ થયા પછી ફરી સત્તા થતી નથી.
શેષ મહનીય આયુ નામ અને ગોત્રને પરિણામ સાદિ સાંત પણ હોય છે. “અપિ” શદથી અનાદિ અનંત અને અનાદિ સાંત એ એ સંગ પણ ઘટે છે. ગાથાના પૂર્વાર્ધમાં. ગ્રહણ કરેલ “તુ” શબ્દ ભિન્ન ક્રમવાળા હેવાથી ઉત્તરાર્ધમાં “સેસાણ એ પદની પછી તેની રોજના કરવી. તે તુ શબ્દ વિશેષ અને સુચક હોવાથી આ પ્રમાણે વિશેષ અર્થ જણાવે છે-મેહનીય આયુ નામ અને ગોત્રકમની કેટલીક ઉત્તર પ્રકૃતિએ આશ્રયીનેજ સાદિક્ષાંતરૂપ ત્રીજો ભંગ ઘટે છે. અને કેટલીક ઉત્તર પ્રવૃતિઓ આશ્રયી તે પૂર્વોક્ત અનાદિઅત અને અનાદિક્ષાંત એ બે લંગજ ઘટે છે. તેમાં પ્રકૃતિઓની સત્તા જ ન હોય અને સત્તામાં પ્રાપ્ત થાય, અગર જે પ્રકૃતિમાં સત્તાને નાશ થયા પછી ફરી તેની સત્તા થાય તેમજ સાદિ સાંતરૂપ ત્રીજો ભંગ ઘટે છે. તે સિવાયની અન્ય પ્રવૃતિઓમાં અનાદિનિત