Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસ મહ તૃતીયદ્વાર
તપ, શૌય અને ત્યાગાદિથી ઉપાર્જિત યશવડે ઢાકામાં જે પ્રશ'સા થવી-વાહવાહ ખેલાવી તે યશકીર્તિ અથવા યશ એટલે સામાન્યથી ખ્યાતિ, અને કીર્તિ એટલે જીણુના વર્ણનરૂપ પ્રશસા અથવા સર્વ દિશામાં પ્રસરનાર, પરાક્રમથી ઉત્પન્ન થયેલી અને સભ્ય મનુષ્ય, વઢે પ્રશસનીય જે કીર્ત્તિ તે યશ, અને એક દિશામાં પ્રકરનારી, દાન પુન્યથી થયેલી જે પ્રશ'સા તે કીર્ત્તિ, તે યશ અને કીર્ત્તિ જે કર્મના ઉદયથી ઉત્પન્ન થાય તે યશાઝીત્તિ નામકમ.
ર
તેનાથી વિપરીત અયશકીતિ નામક્રમ, જે કર્મોના યથી મધ્યસ્થ મનુષ્યને પણ અપ્રશસનીય થાય તે.
આ રીતે સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિએ કહી. આ સપ્રતિપક્ષ ત્રસાહિ પ્રકૃતિનુ શ્રા ક્રમથી જે કથન કર્યું" છે, તે આ પ્રકૃતિઓના સ'જ્ઞાદિ દ્વિક જણાવે છે. તે ભા પ્રમાણે
ત્રસાદિ દશ પ્રકૃતિએ ત્રસાદિ દશક કહેવાય, સ્થાવરાદિ દશ પ્રકૃતિએ સ્થાવરાદિ દશક કહેવાય. તેમ અન્યત્ર જ્યાં ત્રસાહિનું ગ્રહણ કર્યું' હોય ત્યાં આ જ ત્રસાદિ દશ પ્રકૃતિ સમજવી અને સ્થાવાદિ દશનું જ્યાં ગ્રહણ કર્યુ હોય ત્યાં ત્રસાદિની પ્રતિપક્ષ સ્થાવશદિ દશ પ્રકૃતિ સમજવી.
તથા ત્રસાદિ દશ અને સ્થાવરાદિ દેશ પ્રકૃતિ જેમકે—ત્રસ વિરૂદ્ધ સ્થાવર, બાદર વિરૂદ્ધ સૂક્ષ્મ ષટ્ક, અસ્થિરક, આદિ સજ્ઞામાં કહેલી પ્રકૃતિ
ને ક્રમપૂર્વક પરસ્પર વિધી છે. તથા ત્રસચતુષ્ટ, સ્થાવરચતુષ્ટ, સ્થિરઆજ ગાથામાંથી લેવાની છે. ૮
આ પ્રમાણે નામકર્મની ઉત્તર પ્રકૃતિએનુ સ્વરૂપે કહ્યું. હવે પૂર્વોક્ત ગતિ અાદિ ચૌદ પિંઢ પ્રકૃતિએમાં જેના જેટલા પેઢા ભેદા થાય છે, અને સરવાળે જેટલા ભેદા થાય છે તેનુ પ્રતિપાદન કરે છે—
गईयाईयाण भेया चउ पण पण ति पण पंच छ छकं । पण दुग पणटू चउदुग पिंडुत्तरभेय पणसट्टी ||९||
गत्यादीनां भेदाश्चत्वारः पञ्च पञ्च त्रयः पञ्च पञ्च षट् षट् । पश्च द्वौ पञ्च अष्टौ चत्वारः द्वौ पिण्डोत्तरमेदाः पञ्चषष्टिः ॥९॥ અથ—ગતિ આદિ ચૌદ પિંડ પ્રકૃતિએના ઉત્તરભેદ અનુક્રમે ચાર, પાંચ, પાંચ, ત્રણ, પાંચ, પાંચ, છ, છ, પાંચ, મે, પાંચ, મઠ, ચાર અને બે, સરવાળે પાંસઠ થાય છે.
ટીકાનુ૦——ગતિ, જાતિ માદિ ચૌદ પિંડ પ્રકૃતિએના અનુક્રમે ચારથી એ પર્યંત ઉત્તરભેદા થાય છે તે આ પ્રમાણે—ગતિના ચાર ભેદ, જાતિ નામના પાંચ, શરીર નામના પાંચ, ગોપાંગ નામના ત્રણ, ખાઁધન નામના પાંચ, સંઘાતન નામના પાંચ, સંઘયણ નામના છે, સસ્થાન નામના છે. વર્ણ નામના પાંચ, ગંધ નામના બે, રસ નામના પાંચ, સ્પ નામના આઠ, આનુપૂર્વ નામના ચાર, અને વિહાયગતિ નામના એ.