Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૧૦
પંચમહતીયહાર સંપૂર્ણપણે પિતાનું કર્યુંતેથી તે શરીરમાં પ્રથમ ઉત્પન્ન થયેલા જીવને જ અવકાશ જોઈએ, અન્ય જીને અવકાશ કેમ હેઈ શકે? દેવદત્તના શરીરમાં જેમ દેવદત્તને જીર પિતાના સંપૂર્ણ શરીર સાથે સંબંધ ધરાવે છે તેમ બીજા છે તેના સંપૂર્ણ શરીર સાથે કઈ સંબંધ ધરાવતા ઉત્પન્ન થતા નથી, કારણ કે તેમાં દેખાતું નથી. વળી કદાચ અન્ય જીને ઉત્પન્ન થવાને અવકાશ હોય છતાં પણ જે જીવે તે શરીર ઉત્પન કરીને પરસ્પર જોડાવા વડે પિતાનું કર્યું તે જીવજ તે શરીરમાં મુખ્ય છે, માટે તેના સંબધેજ પર્યાપ્ત અપર્યાપ્ત વ્યવસ્થા, પ્રાણાપાનાદિ ચોથ પુદ્ગલેનું ગ્રહણ વગેરે હેવું જોઈએ, પરંતુ અન્ય જીના સંબંધે તે કંઈ લેવું જોઈએ નહિ. સાધારણમાં તે તેમ નથી. કારણ કે તેમાં પ્રાણાપાનાદિ વ્યવસ્થા જે એકની તે અતતાની અને જે અનતાની તે એકની હોય છે. તે તે કઈ રીતે હોઈ શકે?
ઉત્તર-ઉપર જે કહ્યું તે જિનવચતના જ્ઞાનને અભાવ હોવાથી ચગ્ય નથી. કારણ કે સાધારણ નામકર્મના ઉદયવાળા અનતા છ તથા પ્રકારના કર્મોદયના સામર્થ્યથી એક સાથેજ ઉત્પત્તિરથાનને પ્રાપ્ત થાય છે, એક સાથે જ તે શરીરને આશ્રય લઈ પથૌપ્તિ કરવાનો આરંભ કરે છે, એક સાથેજ પર્યાપ્તા થાય છે, એક સાથે જ પ્રાણાપાનાદિ યોગ્ય પુદ્ગલેને ગ્રહણ કરે છે. એકને જે આહાર તે બીજા અનતાને, અને અનતાને જે આહાર તે વિવક્ષિત એક જીવનો હોય છે. શરીરને લગતી સઘળી ક્રિયા જે એક જીવની તે અને તાની અને અનતાની જે કિયા તે એક જીવની એ પ્રમાણે સમાન જ હોય છે. તેથી અહિ કોઈ અસંગતિ નથી.
પ્રજ્ઞાપના સૂરમાં કહ્યું છે કે-એક સાથે અનંતા જી ઉત્પન્ન થાય છે, એક સાથે તેઓના શરીરની નિષ્પત્તિ થાય છે, એક સાથે શ્વાસોચ્છવાસાદિ ષ પુદગલનું ગ્રહણ થાય છે, અને એક સાથે શ્વાસોચ્છવાસ લેવાની ક્રિયા પણ કરે છે. એક જીવનું જે કંઈ તે અનંતાનું સાધારણ હોય છે, અનતા છતું જે ગ્રહણ તે એકનું પણ હોય છે. આહાર, શ્વાસોચ્છવાસ ચેય પુદ્ગલનું ગ્રહણ એ વગેરે શરીરને લગતી સઘળી ક્રિયા સાધારણ એટલે અનંતા છવની તે એક જીવની અને એક જીવની તે અનંતા છવની હોય છે. સાધારણ જીવનું એ લક્ષણ છે.
તથા જે કમના ઉદયથી મસ્તક, હાડકાં, અને દાંત આદિ શરીરના અવયવેમાં સ્થિરતા-નક્કરપણું થાય તે સ્થિર નામકમ.
૧ જે કે શરીરને લગતી સઘળી ક્યિા સમાન હોય છે, પરંતુ કર્મ બંધ, ઉદય, અને પ્રમાણુ એ કઈ સઘળા સાથે ઉત્પન્ન થયેલાને સરખાજ હોય છે એમ નથી. સરખાએ હોય તેમ આ વત્તા પણ હોય છે,
૨ દુષ્કર ઉપવાસાદિ તપ કરવા છતાં પણ જેના ઉદયથી અગપગોનું સ્થિરપણું થાય તે સ્થિર નામકર્મ અને જેના ઉદયથી અહ૫ ઉપવાસાદિ કરવાથી અગર સ્વ૫ શીત કે ઉષ્ણાદિના સંબધથી અગોપાંગ કૃશ થાય તે અસ્થિર નામકમ એમ રાજવાર્તિકકાર કહે છે.