Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીકાનુવાદ સહિત થાય છે. એટલે કે જે કર્મના ઉદયથી ચાલતાં ચાલતાં ઉંઘ આવે તે પ્રચલા પ્રચલા કહે વાય છે. અને તેથી એક સ્થળે બેઠા કે ઉભા રહેલાને પ્રાપ્ત થતી પ્રચલાની અપેક્ષાએ આ નિદ્રાનું ચડીયાણાપણું છે. . પિડરૂપે થયેલી છે આત્મશક્તિ અથવા વાસના જે સ્વાપાવસ્થામાં તે યાનદ્ધિ અથવા "જ્યાનગૃદ્ધિ કહેવાય છે. કારણ કે જ્યારે આ નિદ્રા આવે છે ત્યારે પ્રથમ સંઘયણી જે વાસુદેવ તેના અર્ધ બળ સમાન બળ ઉત્પન્ન થાય છે.
જેમ કોઈ માણસને રેગના જોરથી બળ ઉત્પન્ન થાય છે, તેમજ અતૃપ્ત વાસનાને રાત્રિમાં ઉંઘમાં જ ઉડી પૂર્ણ કરી આવે છે.
શાસ્ત્રમાં આ સંબંધે એક ઉદાહરણ આપ્યું છે તે આ પ્રમાણે—કોઈ એક સ્થળે થીણુદ્ધિ નિદ્રાના ઉદયવાળે સાધુ રહેતું હતું. તેને દિવસે કઈ એક સ્થળે જતાં રસ્તામાં હાથીએ સઅલના કરી તે હાથી ઉપર તે સાધુને ઘણે ગુસ્સે થયે, અને ઉર લેવાની ઈચ્છા થઈ. તે રાત્રે તેને શીણઢિ નિદ્રા આવી, નિદ્રામાં જ ઉઠીને જ્યાં હાથી હતો ત્યાં જઈ તેના બે દાંત ઉખાડી પિતાના ઉપાશ્રયના બારણામાં ફેંકી સૂઈ ગયે. આ નિદ્રાના બળથી સાધુને હાથીના દતુશળ ખેંચવા જેટલી શક્તિ ઉત્પન્ન થઈ અને વર લીધું.
વિશેષાવશ્યક ભાષ્યાદિ શાસ્ત્રમાં બીજા પણ અનેક દાખલાઓ આપ્યા છે.
નિદ્રાનો અર્થ કરતાં પ્રાચીન કર્મગ્રંથમાં કહ્યું છે કે–જેની અંદર સુખપૂર્વક પ્રબોધ -જાથત થાય તે નિદ્રા. દુર્ભપૂર્વક જેની અંદર પ્રબંધ થાય તે નિદ્રાનિદ્રા. બેઠેલા અને ઉભા રહેલાને નિદ્રા આવે તે પ્રચલા અને ચક્રમણ કરતાં ચાલતાં ચાલતાં જે ઉઘ આવે તે પ્રચલા પ્રચલા કહેવાય છે. અતિ સકિલષ્ટ કર્મને અનુભવ કરતાં થીણુદ્ધિ નિદ્રા પ્રાપ્ત થાય
૧ થીણુદિદ્ધિા માટે પ્રકાશ સર્ગ દશમાના શ્લેક ૧૪૯માં નીચે પ્રમાણે લખ્યું છે
'स्त्यानर्वािनुदेवार्धवलाश्चितितार्थकृत् ॥ स्त्याना संघातीभूता गृद्धिदिनचिन्तितार्थविषयातिकांक्षा यस्यां सा स्त्यानगृद्धिः इति तु कर्मग्रन्थावचूरें । आधसंहननापेक्षमिदमस्या चलं मतम् । अन्यथा तु वर्तमानयुवभ्योऽष्टगुणं भवेत् ॥
अयं कर्मग्रन्थवृत्त्याद्यभिप्रायःजीवकल्पवृत्तौ तु-यदुदये अतिसंक्लिष्टपरिणामात दिनहष्टमर्थमुत्थाय प्रसाधयति केशवार्धवलक्ष जायते तदनुदयेऽपि च स शेपपुरुपेभ्यस्त्रिचतुर्गुणो भवति, इयं च प्रथमसंहनिन एष भवति ।
પ્રથમ સંધયણ સ્થાનહિં નિદ્રાવાળાને વાસુદેવનુ અર્ધબળ ઉત્પન્ન થાય છે, અને શેષ સંલયણવાળાને વર્તમાન યુવાનેથી આઠગણું બળ ઉત્પન્ન થાય છે એ કર્મગ્રંથની ટીકા આદિમાં કહ્યું છે.
અને કતકલ્પવૃત્તિમાં તે થીણહિનિા પ્રથમ સંધયણિને જ હૈય, અને તેને જ્યારે તે નિદ્રા આવે ત્યારે વાસુદેવનું અર્ધબળ અને નિદ્રા ન આવી હોય ત્યારે પણ શેષ પુરૂ થી ત્રણ ચારગણું બળ હેય એમ કહ્યું છે.
થીણુદ્ધિ નિકાવાળા નિકામાં જ દિવસ કે રાત્રિમાં ચિંતવેલ કાર્યને અતૃપ્ત વાસનાને નિદ્રામાં જ ઉડી ઉત્પન્ન થયેલા બળવડે કરી આવે છે અને પાછો સુઈ જાય છે, પ્રાત:કાળે જાગ્રત થાય ત્યારે તેને મને આવું સ્વપ્ન આવ્યું એમ થાય છે. જો કે તે તે સાક્ષાત કાર્ય કરી આવ્યા છે.