Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
હર
પંચમહતીયાર આકાર થવામાં સરથાન નામકર્મ કારણ છે. તે છ પ્રકારે છે. આ પ્રમાણે-સમચતુર,
ધપરિમંડલ, સાદિ, કુજ, વામન, અને હેડકી
તેમાં સામુદ્રિક શાસ્ત્રમાં કહેલ લક્ષણ અને પ્રમાણને અવિસંવાદિ-મળતા ચાર ખૂણા ચાર દિવિભાગ વડે ઉપલક્ષિત-ઓળખાતા શરીરના અવશે જેની અંદર હોય તે સમચતુરસ્ત્ર. એટલે કે જેની અંદર સામુદ્રિક શાસ્ત્રમાં જે પ્રમાણે શરીરનું પ્રમાણ અને લક્ષણ કર્યું છે તે પ્રમાણે શરીરનું પ્રમાણ અને લક્ષણ થાય, તથા જેની અંદર જમણે હીંચણ અને ડાબો ખભો, ડાબો ઢીંચણ અને જમણે ખભે, બને ઢીંચણ, તથા મરતક અને પલાંઠી, એ ચારે ખુણનું અતર સરખું હોય તે સમચતુર સંરયાન તેના હેતુભૂત જે કર્મ તે સમચતુરસ સંસ્થાન નામકર્મ,
વધ-વડના જે પરિમંડલ-આકાર જેની અંદર હોય તે ન્યધપરિમડલ, જેમ વડને ઉપરનો ભાગ શાખા પ્રશાખા અને પાંદડાંઓથી સંપૂર્ણ પ્રમાણવાળ સુશોભિત હોય છે અને નીચેનો ભાગ હીન-સુશોભિત હેત નથી, તેમ જેની અંદરનાભિની ઉપરના અવયે સંપૂર્ણ લક્ષણ અને પ્રમાણુ યુક્ત હોય અને નાભિની નીચેના લક્ષણ અને પ્રમાયુક્ત ન હોય તે ન્યધપરિમંડલ સંસ્થાન, તેના હેતુભૂત જે કર્મ તે ન્યાયરિમડલ સંસ્થાન નામકર્મ..
અહિ આદિ શહથી ઉધ જેની સત્તા છે એ નાભિની નીચેને શરીર ભાગ ગ્રહણ કરવાને છે. તેથી આદિ-નાભિની નીચેના દેહભાગ યુક્ત જે હોય તે સાદિ કહેવાય; જો કે નાભિની નીચેના દેહભાગ યુક્ત તે સંપૂર્ણ શરીર છે, અને તેને આકાર તે સમચતુર સંસ્થાનમાં આવી જાય છે, તેથી આ રીતે અહિં સાહિત્ય વિશેષણ નહિ ઘટતું હેવાથી આદિ શબ્દ વડે પ્રમાણુ અને લક્ષણ યુક્ત વિશિષ્ટ-નાભિની નીચેને શરી૨ભાગજ ગ્રહણ કરે. એટલે કે જેની અંદર નાભિની નીચેના શરીરના અવયવે સંપૂર્ણ અને લક્ષણ યુકત હાય અને નાભિની ઉપરના અવયા પ્રમાણુ અને લક્ષણ યુક્ત ન હોય તે સાદિ સંસ્થાન,
અન્ય આચાર્યો સાદિ શબ્દને બદલે સાચી એવું નામ બોલે છે. સાચી એટલે શામલીવૃક્ષ એમ સિદ્ધાંતના રહસ્યને જાણનારાઓ કહે છે. સાચીના જેવું જે સંસ્થાન તે સાચી સંસ્થાનજેમ શામલીવૃક્ષને કંધભાગ અતિપુષ્ટ અને સુંદર હોય છે, અને ઉપરના ભાગમાં તેને અનુરૂપ મહાન વિશાળતા હોતી નથી, તેમ જે સંસ્થાનમાં શરીરને અભાગ પરિ પૂણ હોય ઉપરનો ભાગ તથા પ્રકારને ન હોય તે સાદિ સંસ્થાન, તેના હેતુભૂત જે કર્મ તે સાદિસંસ્થાન નામકર્મ.
જેની અંદર મસ્તક ગ્રીવા અને હસ્તપાદાદિ અવયવે પ્રમાણુ અને લક્ષણ યુક્ત હેય અને છાતી ઉદર-પેટ આદિ અવયવ પ્રમાણુ અને લક્ષણ યુક્ત ન હોય તે મુજસ્થાન, તેનું હેતુભૂત કમ તે મુજસ્થાન નામકર્મ,
૧ અહિં પહેલાં કુજ પછી વામન કહ્યું છે બહગ્રહણીમા પહેલા વામન પછી કુજ કહ્યું છે. એટલે લક્ષણ સ્થિતિ વિગેરે અહિં જે કુમ્બનું તે ત્યા વામનનું અને અહિં જે વામનનું તે ત્યાં કુન્જનું એમ મતાંતર સમજો.