Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમહતૃતીયહાર
* તથા જે સમયે આત્મા સઘળા કર્મ રહિત થાય છે, તે સમયે જ્ઞાનેગી જ હોય છે પરંતુ દેશનેપાગી હેતા નથી. કેમકે દર્શનેપાગ બીજે સમયે હોય છે. તે હતી જ્ઞાન એ પ્રધાન છે. તેને આવનારૂં જ્ઞાનાવરણીય કર્મ હોવાથી તેને પહેલું કર્યું છે, અને ત્યારપછી દર્શને આવરનારૂં દર્શનાવરણીય કર્મ કર્યું છે. કારણ કે જ્ઞાને પગથી ચુત આત્માની દશને પગમાં સ્થિરતા થાય છે.
આ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ પિતાના વિપાકને બતાવતાં યથાયોગ્ય રીતે અવશ્ય સુખ અને દુખરૂપ વેદનીય કર્મના ઉદયમાં હેત થાય છે. તે આ પ્રમાણે –
અતિ ગાઢ જ્ઞાનાવરણીય કર્મના ઉદય વડે સૂક્ષમ અને અતિસૂકમ પદાર્થોને વિચાર કરવામાં અસમર્થ પિતાને જાણતા ઘણા આત્માએ અત્યંત ખેદ પામે છે અત્યંત દુખને અનુ ભવ કરે છે. અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થયેલ પટુતા યુક્ત આત્મા સૂકમ સૂક્ષમતર પદાર્થોને પિતાની બુદ્ધિવડે ભેદત-જાતે અને ઘણાએથી પિતાને ચડઆતે જેતે અત્યંત આનંદને-સુખને અનુભવ કરે છે. આ પ્રમાણે જ્ઞાનાવરણીય કમને ઉદય અને ક્ષપશમ અનુક્રમે દુખ અને સુખરૂખ વેદનીય કર્મના ઉદયમાં નિમિત્ત થાય છે.
ગાઢ દર્શનાવરણીય કર્મના વિપાકેદય વડે જન્માંધ આદિ થવાથી ઘણા માણસે અતિ અદભુત દુખને અનુભવ કરે છે અને દર્શનાવરણીય કર્મના ક્ષપશમવડે ઉત્પન્ન થયેલી કુશળતા દ્વારા સ્પષ્ટ ચક્ષુ આદિ ઇન્દ્રિય યુક્ત થઈને યથાર્થપણે વસ્તુને જેતે અત્યંત આન દને અનુભવ કરે છે. આ રીતે દર્શનાવરણીય કર્મ દુખ અને સુખરૂપ વેદનીય કમલા ઉદયમાં નિમિત્તરૂપ થાય છે. •
આ પ્રમાણે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ વેહનીય કર્મના ઉદયમાં હેત થાય છે એ અર્થ જણાવવા ત્રિી વેદનીય કર્મ કર્યું છે.
વેદનીય કર્મ ઈષ્ટ અને અનિણ વસ્તુના સંયોગે સુખ કે દુખ ઉત્પન્ન કરે છે. ઈણ અને અનિષ્ટ વસ્તુના સાથે સંસારિ આત્માઓને અવશ્ય રાગ અને દ્વેષ થાય છે. ઈષ્ટ વસ્તુને સાગ થવાથી સારું થયું, મને આ વસ્તુ મળી, એ ભાવ થાય છે, અને અનિષ્ઠ વસ્તુનો સોગ થવાથી મને આ વસ્તુ કયાંથી મળી? કયારે એ દૂર થાય? એ ભાવ થાય છે.
એજ રાગ અને દ્વેષરૂપ છે. રાગ અને દ્વેષ મહનીય કમરૂપ જ છે. આ રીતે વેદનીયમ મિહનીયના ઉદયમાં કારણ છે, એ અર્થ જણાવવા માટે વેદનીય પછી ચેાથે મેહનીય કર્મ
મહમૂદ્ધ આત્માઓ બહુ આભ અને પરિગ્રહઆદિ કાર્યોમાં આસક્ત થઈને નરકાદિ આયુષ્ય બાંધે છે. આ રીતે મોહનીય કમ આયુકમના બંધમાં હેતું છે એ જણાવવા મોહનીય પછી આયુકર્મ કર્યું છે.
૧ તેરમાં ગુણસ્થાનકના પહેલે સમયે, ચૌદમાં ગુણસ્થાનકના પહેલા સમયે, અને સિદ્ધ અવસ્થાના પ્રથમ સમયે આત્મા જ્ઞાનના ઉપયોગમાં જ વસે હોય છે.