Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૮
પચસગર્ણદ્વિતીયાર અર્થ–સાસ્વાદન ગુણસ્થાનક સમયથી આરંભી છે આવલિકાપર્યત હાથ છે, મિશ્રણ ગુણસ્થાનક અને ઓપશમિક સમ્યફવ અંતમુહૂતો પર્યત હાથ છે, અને ક્ષાયિક સમ્યકત્વ અનંતકળપયત હોય છે.
કાનુ એક સમયથી આરંભી છે આવલિકાપયેત સાચ્છાદન ગુણસ્થાનક હોય છે આ સંબંધમાં વિશેષ વિચાર આ પ્રમાણે
પહેલા દ્વારમાં ગુણસ્થાનકના સ્વરૂપમાં બતાવેલા કિમે જેણે સાસ્વાદનપણું પ્રાપ્ત કર્યું છે એ કે આત્મા સારવાદન ગુણસ્થાનકે એક સમય રહે છે, અન્ય કોઈ બે સમય રહે છે; અન્ય કે ત્રણ સમય કહે છે, એમ યાવત કેઈક છ આવલિકાપર્વત રહે છે, ત્યારપછી અવશ્ય મિથ્યાવા ગુણસ્થાનકે જાય છે. તેથી એક છવ આશયી સારવાદન ગુણસ્થાનકને કાળે જઘન્યથી એક સમય હોય છે, ઉત્કૃષથી છ આવલિકા હોય છે. * * * * *
તથા મિશ્રદૃષ્ટિ ગુણસ્થાનક અને ઉપશમસમ્યફલ જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતમુહુતપય" રહે છે. તે આ પ્રમાણે-મિશ્રદષ્ટિ ગુણસ્થાનકને જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતમુહૂતકાળ પ્રસિદ્ધ છે. કહ્યું છે કે સમ્યમિથ્યાર્થિને કાળ અંત હૂં છે માત્ર જઘન્યપદે અંતર્મુહૂર્ત નાનું હોય છે, ઉત્કૃષ્ટપદે મોટું હોય છે.
તથા ઔપથમિક સમ્યફલ કે જે-મિથ્યાત્વ ગુણકાણે ત્રણ કરણ કરીને પ્રાપ્ત કરે છે તે અથવા ઉપશમણિનું જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અતમુહૂર્ત જ હોય છે. એટલે કે એ મને પ્રકારના ઉપશમસમ્યકત્વને કાળ અંતમુહૂર્ત છે. . . !
તેમાં પ્રથમ ઉપશમસમ્યકત્વને અંતમુહૂતકાળ પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે-મિથ્યાત ગુણસ્થાનકે ત્રણ કરણ કરી ઉપશમ સભ્યફલ સહિત દેશવિરતિ આદિ ગુણસ્થાનકે પણ જાય તે પણ તેને અંતમુહૂર્ત જ સ્થિતિકાળ છે. કારણકે ત્યારપછી ક્ષાપથમિકસમ્યકત્વ પ્રાપ્ત કરે છે. * અહિં સમ્યકત્વને કાળ બતાવે છે, ગુણસ્થાનકને નહિ ઉપશમસમ્યફલ અંતમુહૂર્તથી વધારે કાળ ન રહે, એટલે દેશવિરતિ આદિ ગુણઠણે વધારે કાળ રહેવાને હેય તે ક્ષયપશમસમ્યકત્વ પ્રાપ્ત કરી ત્યે છે તથા દેશવિરતિ આદિ પ્રાપ્ત ન કરે માત્ર સમ્યકત્વજ પ્રાપ્ત કરે તે અંતમુહૂર્ત પછી પડી કે સાસવાદને જાય છે, અને કેઈકે ક્ષાપથમિક સભ્યત્વ પ્રાપ્ત કરે છે.
તથા ઉપશમશ્રેણિને કાળ અતિમુહૂર્ત હોવાથી શ્રેણિન ઉપશમસમ્યકત્વને જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્તનેજ કાળ ઘટે છે. માત્ર જઘન્યથી ઉણ વધારે હોય છે.
ક્ષાયિકસભ્યદષ્ટિ અનતકાળ પર્વત હોય છે, કારણ કે ક્ષાયિક સમ્યફલ એ દશમેહનયના સંપૂર્ણ નાશથી ઉત્પન્ન થયેલું જીવનું શુદ્ધ સ્વરૂપ હોવાથી પ્રાપ્ત થયા પછી કઈ વિમ નાશ પામતું નથી. તેથીજ ક્ષાયિક સમ્યકત્વને સાદિ અનન્તકાળ છે. ૪૨