Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીકાનુવાદ સહિત
૧૭
• તથા સંક્ષિપણાને-સમનરકપણાને નિરંતર કાળ જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી શતપૃથલ સાગરેપમ છે. અસરિમાં ન જાય અને ઉપરાઉપરી સંક્સિજ થાય તે ઉત્કૃષ્ટ તેટલે કાળ થાય છે. તેટલે કાળ ગયા પછી અવશ્ય અશિપણું પ્રાપ્ત થાય છે.
અહિં પણ શતપૃથફત સાગરેપમ સાતિરેક સમજવું. પ્રજ્ઞાપનામાં તે પ્રમાણે જ કહ્યું છે. તે આ પ્રમાણે
હે પ્ર? અંગ્નિ પંચેન્દ્રિયપણામાં કાળથી કેટલે કાળ જાય? હે ગૌતમ! જઘન્યથી અતમુહૂ, અને ઉત્કૃષ્ટથી સાતિરેક શતપથવિ સાગરોપમ પ્રમાણુ કાળ જાય.'
તથા સ્ત્રીવેદ નિરંતર પ્રાપ્ત થાય તે જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટથી પૂર્વકેટિ પૃથકૃત અધિક સે પપમ પર્યત પ્રાપ્ત થાય છે. આત્મા ઉપરા ઉપરી સ્ત્રીવેઢી જ થાય તે જઘન્ય ઉછથી ઉપરોક્ત કાળ સંભવે છે, ત્યાર પછી અવશ્ય વેદાંતર થાય છે.
તેમાં જઘન્યથી સમય કાળ શી રીતે સંભવે તેને વિચાર કરે છે—કે એક સ્ત્રી ઉપશમશ્રેણિમાં ત્રણે વેદના ઉપશમવડે અદિપણું અનુભવી શ્રેણિથી પડતાં એક સમયમાત્ર આવેદને અનુભવ કરી બીજે સમયે કાળ કરી દેવામાં ઉત્પન્ન થાય. શ્રેણીમાં કાળધમ પામી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થતા હોવાથી અને ત્યાં પુરુષપણુ જ પ્રાપ્ત થતું હોવાથી તે આશ્રયી સ્ત્રીને જઘન્ય એક સમય કાળ ઘટે છે.
સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ વિષયમાં ભગવાન આર્યશ્યામ મહારાજે પૂર્વ પૂર્વ આચાર્યોના મતભેદને બતાવતા પાંચ આદેશે જણાવ્યા છે. તે આ પ્રમાણે
હે પ્રભો ! જીવન જીવેદપણામાં નિરંતર કેટલે કાળ હોય? એક આદેશે-મતે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી પૂર્વકાટિ પ્રથફત્વ અધિક એકસો દશ પાપમ.
એક આદેશે જણન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પૂવકેટિ અધિક અઢાર પાપમ. એક આદેશે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પૂ ટિ પૃથફત અધિક ચૌદ પલ્યોપમ. એક આદેશે જઘન્ય એક સમય, અને ઉત્કૃષ્ટ પૂર્વ ટિ પથફ અધિક પલ્યોપમ.
એક આદેશે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પૂવકેડથલ અધિક પલ્યોપમ પૃથકત્વ હોય છે.
આ પ્રમાણે સ્ત્રીવેદના વિષયમાં પૂવચાના પાંચ મત છે. તે મને અભિપ્રાય આ
૨ અહિં પુરુષપણે સ્ત્રીપણું અને નપુસકપણુ દ્રવ્ય આશથી લેવાનું છે એટલે કે પુરુષાદિને આકાર નિરંતર એટલે કાળ પ્રાપ્ત થાય છે. પછી આકાર અવશ્ય ફરી જાય છે. કદાચ એમ કહેવામાં આવે કે એક ભવથી બીજા ભવમાં જતાં તે કઈ આકાર હેત નથી તે પછી ઉપરોક્ત કાળ કેમ ઘર ? તેના ઉત્તરમાં સમજવું કે શરીર થયા પછી અવસ્થ થવાનો છે માટે માનીતાપુર એ ન્યાયે ત્યાં પણ લેવાને છે. જુઓ મૂળ ટીકા ગા. ૮૨