Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમહ-દ્વિતીયાર પ્રદેશ રાશિ પ્રમાણ ઉત્પન્ન થાય છે. તેમાં પ્રત્યેક વનસ્પતિકાય અસંખ્યાતા કાકાશ પ્રદેશ રાશિ પ્રમાણુ, અને સાધારણ વનસ્પતિકાય અનંત કાકાશ પ્રદેશ રાશિ પ્રમાણ ઉત્પન્ન થાય છે, એમ સમજવું
કહ્યું છે કે-એકેન્દ્રિમાં વિરહ વિના જ પ્રતિસમય મરણ અને જન્મ થાય છે. તેમાં વનસ્પતિકાય અનંત પ્રમાણ અને શેવ ચાર કા અસંખ્ય લોકપ્રમાણ જન્મે છે અને મરે છે.
પન્નવણા સૂત્રમાં પણ કહ્યું છે કે-“હે પ્રભે! પૃથ્વીકાયના છ એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! વિરહ સિવાય સમયે સમયે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે વાયુકાય પર્યત સમજવું.
હે પ્રભો! વનસ્પતિકાયના જી વિરહ સિવાય સમયે સમયે કેટલા ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! ભવસ્થાન ઉપપાત આશ્રયી અનતા અને પરસ્થાન ઉપપત આશથી અસંખ્યાતા ઉત્પન્ન થાય છે.
અહિ સ્વસ્થાન પરસ્થાનનું તાત્પર્ય એ છે કે-સાધારણ વનસ્પતિના છો સાધારણ વનસ્પતિમાં ઉત્પન્ન થાય તે સમયે સમયે અનંતા ઉત્પન્ન થાય છે. અને નિગોદ સિવાય શેષ જીવમાંથી સાધારણું વનસ્પતિમાં ઉત્પન્ન થાય તે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. કારણ કે નિગાહ સિવાય કોઈપણ ભેજવાળા ની સંખ્યા અને પ્રમાણુ નથી. માત્ર સાધારણ વનપતિ જીવોની સંખ્યા જ અનત પ્રમાણ છે.
તથા ત્રયપણે નિરંતર ઉત્પન્ન થાય તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગના સમયપ્રમાણુ કાળ પર્વત ઉત્પન્ન થાય છે. ત્યાર પછી અવશ્ય અંતર પડે છે. એટલે કે તેટલા કાળ ગયા પછી કેઈપણ જીવ અમુક કાળપર્યત રસપણે ઉત્પન્ન થતા નથી.
સામાન્યતઃ ત્રાસપણાને તે ઉપરક્ત કાળ ઘટે છે. પરંતુ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય, તિન્દ્રિય, સંભૂમિ મનુષ્પ, અપ્રતિષ્ઠાન નરકાવાસના નારદીઓને છેડી શેષ દરેક
નારકીઓ, અનુત્તર દેવ વજીને શેષ સઘળા દે, એ દરેક નિરંતર ઉત્પન્ન થાય તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ કાળ પર્વત ઉત્પન્ન થાય છે, ત્યારપછી અવશ્ય અંતર પડે છે.
તથા સમ્યફવા અને દેશવિરતિ ચારિત્રને અનેક છે નિરંતર પ્રાપ્ત કરે તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગપ્રમાણ કાળ પતિ પ્રાપ્ત કરે છે, ત્યારપછી અમુક સમયનું અવશ્ય અસર પડે છે.
તથા સર્વથા પાપવ્યાપારના ત્યાગરૂપ જે આત્મપરિણામ તે રૂપ જે ચારિત્ર કે જે મળ ગુણ અને ઉત્તરગુણના આસેવન રૂપ લિગવડે ગય છે તેને, તથા સઘળા કર્મને નાશ થવાથી પ્રાપ્ત થયેલા યથાસ્થિત આત્મસ્વરૂપ રૂપ જે સિદ્ધત્વ તેને અનેક છે પ્રાપ્ત કરે