Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પચસપ્રહ-દ્વિતીયરિ વિજયાદિ ચાર વિમાન સુધીના દેવેમાં વર્ષમૃથકત્ર કહ્યું છે. તથા ઉત્કૃષ્ટ અંતર થક સુધીના દેવામાં વનસ્પતિને અસંખ્ય પુદગલ પરાવર્તનરૂપ કાળ અને વિજયાદિ ચારમાં સંખ્યાતા સાગરથમ પ્રમાણે કાળ કહ્યો છે.
તે ગ્રંથના પાઠને અર્થ આ પ્રમાણે-અવનતિથી આરંભી સહસાર સુધીના દેવપરૂપનું જઘન્ય અંતર અંતમુહૂર્ત છે, ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિને કાયસ્થિતિકાળ છે. હે પ્રા! આમતદેવ પુરુષમાં કેટલું અંતર છે? હે ગૌતમ! જઘન્ય વર્ષ પૃથકલ, અને ઉત્કૃષ્ટ વનસ્પતિને કાયસ્થિતિકાળ છે. એ પ્રમાણે વૈવેયક દેવામાં પણ છે. અનુત્તરૌપાતિક દેવામાં જઘન્ય અંતર વર્ષ પૃથકૃત્વ અને ઉત્કૃષ્ટ સંથાતા સાગરોપમ છે' તત્વ કેવળી મહારાજ જાણે,
નરમાં પણ આજ અનુમાન વડે જઘન્ય અને ઉર અંતર સમજવું. એટલે કે કઈ પણ નરકમાંથી ચ્યવી ફરી તે તે નરકમાં ઉત્પત્તિનું જઘન્ય અતર અંતમુહૂત છે. અંતમુહૂર્તના આયુવાળે કંઈ સક્લિષ્ટ પરિણામને વેગે નરક કમ ઉપાર્જન કરી નરકમાં જાય છે. જેમ અંતમુહૂર્તના આયુવાને તંદલીયે મચ્છ સાતમી નરકમાં જાય છે. ઉત્કૃષ્ટ અતિર સ્થાવરને અસંખ્યાતા પુદગલ પરાવર્તનરૂપ કાયસ્થિતિકાળ છે. ઉતકૃષથી એટલે કાળ વનસ્પતિ આદિમાં રખડી તે તે નરકમાં જઈ શકે છે. ૬૦ હવે ગુણસ્થાનમાં એક જીવાશિત અતરનો વિચાર કરે છે—
पलियासंखो सासायणंतरं सेसयाण अंतमुह । मिच्छस्स बे छसट्टी श्यराणं पोग्गलद्धंतो ॥६॥
पल्यासंख्यः सासादनस्यान्तरं शेषकानामन्तर्मुहूर्त्तम् ।
मिथ्यात्वस्य द्वे षट्पष्टी इतरेषां पुद्गलान्तिः ॥६१॥ અર્થ-સાસ્વાદનનું જઘન્ય અંતર પvમને અસંખ્યાત ભાગ, અને શેષ ગુણસ્થાનકોનું અંતર્મુહૂર્ત કાળ છે. તથા મિથ્યાત્વનું ઉત્કૃષ્ટ અંતર બે છાસઠ સાગરેપમ, અને શેષ ગુણસ્થાનનું કઈક ન્યૂન અર્ધ પુદગલ પરાવર્તન કાળ છે.
ટીકાનુ-કેઇપણ ગુણસ્થાનકેથી પડી ફરી તે તે ગુણસ્થાનક ઓછામાં ઓછા કે વધારેમાં વધારે કેટલા કાળે પ્રાપ્ત કરે તે કહે છે.
સારવાદનભાવતું જઘન્ય અંતર પલ્યોપમને અસંખ્યાત ભાગ છે. એટલે કે કેઈ આત્મા સારવાદનભાવને અનુભવી ત્યાંથી પડી ફરી સાસ્વાદનભાવને પ્રાપ્ત કરે તે અવશ્ય જઘન્યથી પણ પાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણે કાળ ગયે છતેજ પ્રાપ્ત કરે છે, પહેલા નહિ.
આ પ્રમાણે કેમ જાણી શકાય? એમ પૂછતા હે તે કહે છે-ઔપથમિક સમ્યકત્વ પ્રાપ્ત કરી ત્યાંથી અનાબુધિ કષાયના ઉદયથી પડીનેજ સાસ્વાદનભાવને પ્રાપ્ત કરે છે, ઉપશમ