Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૨૯
પંચસહ-દ્વિતીયાર આટલું જઘન્ય અંતર શી રીતે ઘટે? તે સંબંધમાં કહે છે–ભવનપતિ, વ્યંતર, તિષ્ઠ, સૌધર્મ અથવા ઈશાન કલપમાંથી કઈ પણ દેવતા મરણ પામી ગર્ભજ મર્યાદિમાં ઉત્પન્ન થઈને સઘળી પતિએ પર્યાપ્ત થયા પછી ત્યાં તીવ્ર ક્ષયોપશમના વશથી ઉત્પન્ન થયેલા જાતિવમરણદિવડે પૂર્વભવને અનુભવતે અથવા એવા જ પ્રકારના અન્ય કેઈ કારણવડે કારણ કે જીવની શક્તિ અચિંત્ય છે-ઘર્મના સંબંધવાળી શુભ ભાવના ભાવ ઉત્પન્ન થયા પછી અંતમુહૂર્ત કાળે મરણ પામી ફરી તેજ પિતાની દેવનિકાયમાં ઉત્પન્ન થાય છે. આવા કઈ જીવ આશ્રયી જઘન્ય અંતમુહૂર્ત અતિરસ્કાળ ઘટે છે.
કેઈ આત્મા અપર્યાપ્તાવસ્થામાં દેવગતિ ગ્ય કર્મબંધ કરતા નથી. માટે પર્યાપ્ત ગ્રહણ કર્યો છે. પર્યાપ્ત થયા પછી એવાજ પ્રકારના ઉત્તમ નિમિત્તો મળે શુભ ભાવના વશથી અંતમુહૂર્તમાંજ દેવગતિ ગ્ય કર્મ બાંધી મરણ પામી ઈશાન દેવલોક પર્વત ઉત્પન્ન થઈ શકે છે.
ઉત્કૃષ્ટ અંતર ભવનપતિ આદિમાંથી થવી વનસ્પતિઆદિમાં ભ્રમણ કરતાં આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ અસંખ્ય પુશલપરાવર્તનકાળ છે. વેયક સુધીના ઉત્કૃષ્ટ અંતરને વિચાર હવે પછીની ગાથામાં આચાર્ય મહારાજ સ્વયમેવ કહેશે, અહિં તે પ્રસંગથીજ કહ્યો છે.
હવે સનસ્કુમારદિg જઘન્ય અંતર કહે છે–સનકુમાર દેવકથી આરંભી સહસા દેવલોક સુધીના કોઈપણ દેવલોકમાંથી થવી ફરી પિતાના તે જ દેવલોકમાં ઉત્પન્ન થતા દેવેનું જઘન્ય અંતર નવ દિવસનું છે.
ઈશાન દેવલોક સુધીમાં જવા યોગ્ય પરિણામ અંતર્મુહૂર્વ આચુવાળાને પણ થઈ શકે છે. પરંતુ સનકુમારથી સહસ્ત્રાર સુધીમાં જવા 5 પરિણામ એછામાં ઓછા નવ દિવસના આયુવાળાનેજ થઈ શકે છે. કેમકે ઉપરના દેવલોકમાં જવાને આધાર અનુક્રમે વિશુદ્ધ વિશુદ્ધ પરિણામ ઉપર છે. ચડતા ચડતા પરિણામને આધાર વધારે વધારે મનની મજબુતાઈ ઉપર છે, અને મનની મજબુતાઈને આધાર અનુક્રમે ઉમરના વધવા ઉપર છે. એટલે અમુક ઉમરવાળાને જ અમુક હદ સુધીના વિશુદ્ધ પરિણામ થઈ શકે છે, અને તે દ્વારા તે તે ક્ય કર્મ બાધી અમુક દેવલેકપર્યત જઈ શકે છે, સનસ્કુમારથી સહસ્ત્રાર દેવલોક સુધીમાં ઉત્પન્ન થવા પેય વિશુદ્ધ પરિણામ નવ દિવસના આયુવાળાને થઈ શકે છે, કેમકે એટલા દિવસે તેનું મન એટલું મજબૂત થાય છે. તેથીજ નવ દિવસના આયુવાળા અતિ વિશુદ્ધ સમ્યગ્દષ્ટિનું સહસ્ત્રાર દેવલોકપર્વત ગમન સંભવે છે.
આનત ક૯પથી આરંભી અશ્રુત દેવલોક સુધીના દેવોમાંથી રથવી મનુષ્યમાં ઉત્પન્ન થઈ ફરી આનતાદિ દેવકમાં ઉત્પન્ન થવાને જઘન્ય અંતરકાળ નવ માસ છે. આનત દેવકથી અશ્રુત દેવલેક સુધીમાં ઉત્પન્ન થવા યે વિશિષ્ટ વિશિષ્ટતર પરિણામને નવ માસના આર્યુવાળાને સંભવ છે. તેથી જ ઓછામાં ઓછા તેટલા આયુવાળે વિશિષ્ટ વિશિષ્ટતર પરિણામને ચેગે આનતથી અશ્રુત દેવલાક સુધીમાં જવા ચોથ કમ ઉપાર્જન કરી ત્યાં જાય છે.