Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨
.
પંચમહ-દ્વિતીયદ્વાર
પણ અપર્યાપ્ત બાદર તેઉકાય અસંખ્યાતગુણ છે. તેઓ અસંખ્યાતા કાકાશ પ્રદેશ પ્રમાણ છે, માટે. ૭૨ હવે અપર્યાપ્ત બાદર વનસ્પતિ આદિના સંબંધમાં કહે છે.
वादर तरू निगोया पुढवीजलवाउतेड तो सुहमा । तत्तो विसेसअहिया पुढवी जल पवण काया उ ॥७३॥
चादरतरुनिगोदाः पृथ्वीजलवायुतेजांसि ततः सूक्ष्माः ।
ततः विशेषाधिकाः पृथ्वीजलपवनकायास्तु ॥७३॥ અર્થ–તેઓથી ભાદર અપર્યાપ્ત વનસ્પતિકાય અસંખ્યાતગુણ છે. તેથી અપર્યાપ્તબાદર નિગોદ અસંખ્યાતગુણા, તેથી અપર્યાપ્ત બાદર પૃથ્વી, અય અને વાહ ઉત્તરોત્તર અસંખ્યાતગુણા, તેઓથી અપર્યાપ્ત સૂક્ષમ તેઉકાય અસંખ્યાતગુણા છે, અને તેથી અપથપ્ત સૂક્ષમ પૃથ્વી, જળ અને વાયુકાય ઉત્તરોત્તર વિશેષાધિક છે.
ટીકા–અપર્યાપ્ત પદની પૂર્વ ગાથામાંથી અનુવૃત્તિ લેવાની છે.
તેથી અપર્યાપ્ત બાદર તેઉકાયના જીથી અપર્યાપ્ત પ્રત્યેક બાદર વનસ્પતિકાય અસંખ્યાતગુણ છે. તેમાંથી અપયાપ્ત બાદાર નિગદ અસંખ્યાતગુણ છે. તેથી અપર્યાપ્ત બાદર પૃથ્વીકાય અસંખ્યાતગુણ છે. તેઓથી અપર્યાપ્ત બાદર અકાય અસંખ્યાતગુણ છે. તેથી અપર્યાપ્ત બાદર વાયુકાય અસંખ્યાતગુણા છે તેથી અપર્યાપ્ત સૂક્ષમ તે કાય અસંખ્યાતગુણા છે. તેથી અપર્યાપ્ત સૂકમ પૃથ્વીકાય વિશેષાધિક છે, તેથી અપર્યાપ્ત સૂક્ષમ અકાય વિશેષાધિક છે. અને તેથી અપર્યાપ્ત સૂક્ષમ વાયુકાય વિશેષાધિક છે. ૭૩ હવે પર્યાપ્ત સૂક્ષમ તેઉકાયાદિના સંબધે અ૫મહુવ કહે છે. संखेज्ज सुहुम पन्नत्त तेड किंचिहिय भुजलसमीरा । तत्तो असंखगुणिया सुहुमनिगोया अपजत्ता ॥७४॥ संख्येयाः सूक्ष्माः पर्याप्ताः तेजांसि किश्चिदधिकाः भूजलसमीराः ।
ततोऽसंख्येयगुणाः सूक्ष्मनिगोदा अपर्याप्ताः ॥७४॥ અર્થ –તેઓથી સૂમિ પર્યાપ્ત તેઉકાય સંખ્યાતગુણ, તેઓથી પર્યાપ્ત સૂવમ પૃથ્વી જળ અને વાયુ અનુક્રમે વિશેષાધિક વિશેષાધિક છે. તેથી અપર્યાપ્ત સૂક્ષમ વિગેદ અસંખ્યાતગુણ છે.
ટીકાનુડ-અપર્યાપ્ત સૂકમ વાયુકાય જેથી પર્યાપ્ત સૂકમ તેઉકાય સંખ્યાતગુણ છે. કારણ કે અપર્યાપ્ત સૂક્ષમ જીવાથી પર્યાપ્ત સૂક્ષમ છે હમેશાં ઘણા હોય છે.