Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૩૦
પચસપ્રહનધિતીયાર અહિ આ સંબંધે નીચે કહેવાનું કહેવાથી પુરૂજ ગ્રહણ કર્યા છે.
પુરૂષરૂપ ગર્ભજ મનુષ્યોથી તેની સ્ત્રીએ ત્રણને ઘન એટલે થાય તેટલા ગુણી એટલે કે સત્તાવીશ ગુણી છે. માત્ર સત્તાવીસ વધારે છે એમ સમજવું.
વૃદ્ધ આચાર્યોએ કહ્યું છેકે “તિર્યંચ પુરૂષાથી તિથિ સીએ ત્રણ ગુણી અને ત્રણ વધારે છે, મનુષ્ય પુરૂાથી મનુષ્ય શ્રી સત્તાવીસ ગુણી અને સત્તાવીસ વધારે હોય છે. અને દેવ પુરૂષાથી દેવીઓ બત્રીસગુણી અને બત્રીસ વધારે હોય છે. એમ જેઓએ શાશ્રેષને જ કર્યો છે એવા વીતરાગાએ કહ્યું છે.'
મનુષ્યરૂપ સ્ત્રીઓથી પર્યાપ્ત ભાદર તેઉકાયના છ અસંખ્યાતગુણા છે. કારણ કે તેઓ કેટલાક વર્ગ ન્યૂલ આવલિકાના ઘનના જેટલા સમય થાય તેટલા છે. તેનું પ્રમાણ દિવ્યપ્રમાણ દ્વારમાં કહ્યું છે. હવે અનુત્તર દેવાદિ સંબધ કહે છે
तत्तोणुत्तरदेवा तचो संखेज जाणओ कप्पो। तत्तो अस्संखगुणिया सत्तम छट्ठी सहस्सारो ॥६॥
वतोनुत्तरदेवाः ततः संख्येयगुणः यावदानतः कल्पा ।
ततोऽसंख्येयगुणाः सतम्यां षष्ठयां सहस्रारः ॥६६॥ અર્થ તેનાથી અનુત્તરદેવે અસંખ્યાત ગુણા છે, તેનાથી આનત કલ્પ સુધીના દે અનુક્રમે સંખ્યાતગુણા છે, તેનાથી અનુક્રમે સાતમી અને છઠ્ઠી નારકીઓના નારકીઓ, તથા સહસાર દે અસખ્યાતગુણા છે,
ટીકાન–બાદર પર્યાપ્ત તેઉકાયથી અનુત્તર વિમાનવાસિ દે અસંખ્યાત ગુણા છે, કારણ કે તેઓ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશદેશમાણ છે.
તે અનુત્તરવિમાનવાસિ દેથી આનત કહ૫ સુધીના દેવે અનુક્રમે સંખ્યાતગુણ છે. તે આ પ્રમાણે –
અનુત્તર વિમાનવાસિ દેથી ઉપરની શૈવેયકના પ્રતાના દેવે સંખ્યાલગુણ છે, કારણ કે તેઓ ક્ષેત્રપાપમના મોટા અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશપ્રમાણ છે.
આ કઈ રીતે જાણવું? એના ઉત્તરમાં કહે છે કે વિમાને ઘણા છે માટે તે આ પ્રમાણે અનુત્તર દેવેના પાંચ જ વિમાને છે, અને પ્રવેયકના ઉપરના પ્રdટ-અતરમાં સે વિમાને છે. અને પ્રત્યેક વિમાનમાં અસંધ્યાતા દેવો રહેલા છે. જેમ જેમ નીચે નીચેના વિમાનવાસિ દે ને વિચાર કરીએ તેમ તેમ તેની અસર વધારે હોય છે. તેથી જણાય છે કે અનુત્તર વિમાનવાસિ દેવેની અપેક્ષાએ ક્ષેત્રપાપમના મેટા અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ વેયકના ઉપરના પ્રતરના લે છે.