Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૨૮
પંચમહ-દ્વિતીયદ્વાર અહિં એટલું સમજવું કે જ્યારે ત્રણ ભાવ વિવક્ષીએ ત્યારે સમ્યફલ લાપશમિક લેવું, અને ક્ષાયિક અથવા ઔપથમિક સહિત ચાર ભાવ વિવક્ષીએ ત્યારે સમ્યફલ ફાયિક અથવા ઔપથમિક લેવું.
ઉપશમણિ અંતર્ગત અપૂર્વકરણ અતિવૃત્તિનાદર સંપરામ અને સૂકમપરાય તથા ઉપશાહ એ ચાર ગુણસ્થાનકે ચાર અથવા પાંચ ભારે હોય છે. તેમાં ચાર હેય ત્યારે ઔદયિક ઔયશમિક પરિણામિક અને ક્ષાપશમિક એ ચાર હોય છે.
તેમાં મનુષ્યગતિ વેદ કષાય વેશ્યા આદિ ઔદયિભાવે, જીવાવ ભત્વ પરિણામિકભાવે, ઉપશમ સમ્યકતવ ઉપશમભાવે, અને જ્ઞાન દર્શન અને દાનાદિ લબ્ધિ આદિ ક્ષાપશમિક ભાવે હોય છે.
માત્ર દશમા અને અગીઆરમાં ગુણસ્થાનકે ઔદયિકભાવે વેદ અને કષા ન કહેવા. કારણ કે નવમા ગુણસ્થાનકે ઉપશમી ગયેલા હેવાથી ઉદયમાં રહેતા નથી. ક્ષાપશમિક ભાવે વેદક સમ્યકૂવ ન કહેવું, કારણ કે તે ચેાથાથી સાતમા સુધી જ હોય છે. અને ઉપશમભાવે ઉપશમ ચારિત્ર વધારે કહેવું.
જ્યારે ક્ષાયિક સમ્યગદષ્ટિ ઉપશમણિ પર આરૂઢ થાય ત્યારે ક્ષાવિક ભાવે ક્ષાયિક સમ્યફલ અને ઉપશમભાવે ઉપશમ ભાવનું ચારિત્ર હોય છે, અને શેષ ત્રણ ભાવે ઉપર કહા પ્રમાણે હોય છે.
તથા ક્ષપકશ્રેણિ અંતર્ગત અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદરપરાય, સૂક્ષમપરાય, અને ક્ષીણમોહ એ ગુણસ્થાનકે ચાર જ ભાવ હોય છે, કારણ કે ક્ષપકશ્રેણિમાં ઔપશમિકભાવને અભાવ છે.
શેષ મિથ્યાષ્ટિ. સાસ્વાદન સમ્યગણિ, સમ્યમિચ્છાણિ, સોગિ કેવળ, અને અગિ કેવળિ, એ ગુણસ્થાનમાં ત્રણ ભાવેજ હોય છે.
મિથ્યાદષ્ટિ સાસાદન અને મિશ્રદષ્ટિને આ પ્રમાણે ત્રણ ભાવે હોય છે-દયિક પારિણમિક અને ક્ષાપથમિક. તેમાં ગતિ જાતિ લે વેદ કષાય વિગેરે ઔદયિક ભાવે હેય છે. જીવવું અને ભવ્યત્વ એ પરિણામિક ભાવે હોય છે, અને કેટલાક મિદષ્ટિ છને જીવત્વ અને અન્નવ્યત્વ પારિમિક ભાવે હોય છે અને મતિ અજ્ઞાન આદિ ત્રણ અજ્ઞાન ચક્ષુદર્શનાદિ ત્રણ દર્શન અને દાનાદિ પાંચ લબ્ધિ ક્ષાપથમિક ભાવે હોય છે.. સગિ કેવળિ અને અયોગિકેવળિમાં આ પ્રમાણે ત્રણ ભા હોય છે–દેવિક
૧ અગિયારમે ગુણસ્થાનકે ચારિત્ર મેહનીયની દરેક પ્રકૃતિઓ પૂર્ણ પણે ઉપશમી ગયેલ હોવાથી ઉપશમ ભાવનું ચારિત્ર હોય છે, પરંતુ દશમા ગુણસ્થાનકે સૂમ લેભન ઉદય હોવાથી ઉપશમ ભાવનું ચારિત્ર હેતું નથી પરંતુ ક્ષોપશમભાવતુ હોય છે, છતા અહિં ઉપશમભાવનુ લીધુ છે તે અપૂર્ણ પૂર્ણ માની લીધું છે, કારણકે ચારિત્ર મેહનીયની વીશ પ્રકૃતિઓ ઉપશમી ગયેલી છે. લેજનો પણ ઘણા ભાગ ઉપશમી ગયેલ છે, માત્ર અલ્ય અશજ બાકી છે, એટલે તેને પૂર્ણ માની લેવામાં કંઈ હરકત નથી,