Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પાચસહ-દ્વિતીયકાર
આશ્રયી અને તલોક, અથવા આવલિકાનાં અસંખ્યાતમા ભાગ પ્રમાણ અસંખ્ય પુદગલપરાવતા પ્રમાણ કાળ જાય. •
નપુંસકવેદને આ કાયસ્થિતિકાળ સાંવ્યવહારિક જીવે આશ્રયી કહ્યો છે. કારણ કે અનાદિ લિગેદમાંથી સાંવ્યવહારિક છવામાં આવી ફરીથી નિગોદમાં જાય છે તેને તેની અંદર અસંખ્ય પુદગલપરાવતને જ રહે છે. અસાંવ્યવહારિક જી આશ્રયી અનંતકાળ બે પ્રકારે છે. તે આ પ્રમાણે-જેઓ અસાંવ્યવહારિક રાશિમાંથી નીકળી કોઈ કાળે સાંવ્યવહારિકરાશિમાં આવવાના જ નથી તેવા કેટલાક જી આશ્રયી અનાદિ અનંત કાળ છે. એવા પણ અનંતા સૂકમનિગોદ જીવે છે, કે જેઓ ત્યાંથી નીકલ્યા નથી, તેમ નીકળશે પણ નહિ. તથા જેઓ અસાવ્યવહારિક રાશિમાંથી નીકળી સાંવ્યવહારિક શશિમાં આવશે તેવા કેટલાક જીવે આશ્રયી અનાદિ સાંત કાળ છે. અહિં આવશે એમ જે કહ્યું તે પ્રજ્ઞાપક કાળભાવિ સાંથલહારિક રાશિમાં વર્તમાન જી આશ્રયી કહ્યું છે. અન્યથા જેઓ અસાંવ્યવહારિકરાશિમાંથી નીકળી સાંવ્યવહારિકાશિમાં આવ્યા, આવે છે અને આવશે તે સઘળાના નપુંસકવેદને કાળ અનાદિકાંત હોય છે.
હવે અહિ શકે કરે છે કે-જી સાંવ્યવહારિકાશિમાંથી નીકળી શું સાંવ્યવહારિકરાશિમાં આવે છે કે જેથી આ પ્રમાણે પ્રરૂપણ કરે છે ?
ઉત્તર–અસાંવ્યવહારિક રાશિમાંથી નીકળી છ સાંવ્યવહારિકશશિમાં અવે છે. પ્રશ્ન- આ શા આધારે જાણી શકાય? ઉત્તર-પૂર્વાચાર્યોના વચનથી.
દુષમકાળ રૂપ અંધકારમાં નિમન જિનપ્રવચનનો પ્રકાશ કરવામાં દીવા સમાન ભગવાન શ્રીજિનભકગણિક્ષમાશ્રમણ મહારાજ વિશેષણવતી ગ્રંથમાં કહે છે કે “સાંવ્યવહારિક રાશિમાંથી જેટલા જીવો મેક્ષમાં જાય છે તેટલા જ અનાદિ વનસ્પતિ રાશિમાંથી–સૂફમનિગેહમાંથી સાંવ્યવહારિકાશિમાં આવે છે. ટીકાકાર મલયગિરિજી મહારાજ કહે છે છે-આ સંબંધમાં વિશેષ વિચાર પન્નવણાની ટકામાં કર્યો છે. માટે અહિં તેને વિસ્તાર કર્યો નથી. ૪૮ હવે બાદર પર્યાપ્ત એકેન્દ્રિયાદિની કાયસ્થિતિ કહે છે– बायरपज्जेगिदिय विगलाण य वाससहस्स संखेज्जा। अपज्जंतसुहुमसाहारणाण पत्तेगमंतमुहु ॥४९॥ ૧ જેઓ અનાદિકાળથી સુકમ નિગેદમાં રહેલા છે. કદિપણ તેમાંથી બહાર નીકળ્યા નથી, તેઓ અવ્યવહારરાશિના જ કહેવાય છે. તે સિવાયના બીજા છે તથા જેઓ સક્ષમ નિગારમાંથી બહાર નીકળી ફરી સક્ષમ નિગાદમાં ગયા હોય તેઓ પણ વ્યવહાર રાશિના કહેવાય છે. જુઓ સતત્વ પ્રકરણ ૫ ૨૨