Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીકાવા સહિત, . પ્રજ્ઞાપના સૂત્રમાં તેટલીજ કહી છે. તે ગ્રંથના પાઠને અર્થ આ પ્રા. પંચેન્દ્રિયછ પચેન્દ્રિયપણામાં કેટલો કાળ હાય રહે? હે ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્વ, ઉત્કર્ષથી કેટલાક વર્ષ અધિક એક હજાર સાગરોપમ હોય છે.
તથા પર્યાતનામકર્મના ઉદયવાળા સંક્ષિણ પંચેન્દ્રિય મનુષ્ય અને તિર્યંચની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાત અથવા આઠ ભવની છે. તેમાં ઉપરા ઉપરી મનુષ્યના અથવા તિજના ભાવ થાય તે સાત ભવ સંખ્યાત વર્ષના આયુવાળા થાય, અને આ ભવ અસંખ્ય વર્ષના ગાયુવાળા યુગલિયાનેજ થાય.
તે આ પ્રમાણે પર્યાપ્ત મનુષ્યો અથવા પર્યાપ્ત સંજ્ઞ પચેન્દ્રિય તિયરે નિરતર અનુકમે પર્યાપ્ત મનુષ્યના અથવા પર્યાપ્ત સંસિ તિર્યંચના સાત ભવ અનુભવી, આઠમા ભાવમાં જે તે પર્યાપ્ત મનુષ્ય કે પર્યાપ્ત સશિ તિયચ થાય તે અનુક્રમે અવશ્ય અસંખ્ય વર્ષના આસુવાળા યુગલિક મનુષ્ય અથવા યુગલિક તિર્યંચ થાય. પરંતુ સંખ્યાતાવર્ષના આયુવાળા ન થાય. અસંખ્યાતા વર્ષના આયુવાળા યુગલિકે મરણ પામી દેવામાં જ ઉત્પન્ન થતા હવાથી નવમે ભવ પર્યાપ્ત મનુષ્યને કે પર્યાપ્ત સશિ પંચેન્દ્રિય તિર્યંચન ન જ થાય આ હેતુથી પાછળના સાત ભ નિરતર થાય તે સંખ્યાતા વર્ષના આયુવાળાજ થાય. વચમાં અસંખ્ય વર્ષના યુવાળો એક પણ ભવ ન થાય. કારણ કે અસંખ્ય વર્ષના આયુવાળા ભવની પછી તરત જ મનુષ્ય ભવને કે લિયે ચભવને અસંભવ છે, આ પ્રમાણે જેઓ ઉકઇ કાયસ્થિતિ પૂર્ણ કરે તેઓ આશ્રયી સમજવું. ૪૬
હવે ઉપર જે મનુષ્ય અને તિર્થ ચના સાત આઠ ભાવે કહ્યા, તેનું ઉત્કૃષ્ટથી કાળનું પ્રમાણ કહે છે
पुवकोडिपहत्तं पल्लतियं तिरिनराण कालेणं । नाणाइगपज्जत मणुणपल्लसंखंस अंतमुहू ॥१७॥ पूर्वकोटिपृथक्त्वं पल्पत्रिकं तिर्यग्नराणां कालेन ।
नानाएकापर्याप्तकमनुष्याणां पल्यासंख्यांशोऽन्तर्मुहूर्तम् ॥४७॥ અર્થ_તિજ અને મનુષ્યની સ્વકાસ્થિતિને કાળ પૂરવકટિ પૃથકત્વ અધિક ત્રણ પલ્સેપમ છે અનેક અને એક અપર્યાપ્ત મનુષ્યને કાળ પલ્યોપમને અસંખ્યાત ભાગ અને અંતસ્હૂત છે. . . . . - -
ટીકાનુ–પર્યાપ્ત મનુષ્યો અને પર્યાપ્ત સંસિ પદ્રિય, તિયના દરેકના આ ભવેને સઘળે મળી ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કાળ પૂર્વટિ પૃથફત અને ત્રણ પલ્યોપમ થાય છે, તે આ
પ્રમાણે,
૧ ઉત્કૃષ્ટથી પૂવોટિ વર્ષના આયુવાળા સંખ્યાત વર્ષના યુવાળા ગણાય છે અને તેનાથી સમય પણ અધિક આયુવાળા અસંખ્ય વર્ષના આયુવાળા ગણાય છે. આ આયુ માટે પરિભાષા છે.