Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
કાનુવાદ સહિત
તેજસ શરીર જેને વિષય છે એ જે સમુદઘાત તે તેજસ સમુદવાત, તે તેજલેયા ત્યારે મૂકવી હોય ત્યારે થાય છે, અને તે તેજસશરીરનામકર્મજન્ય છે.
આહારક શરીરને આરંભ કરતાં થનારે જે સમુદ્દઘાત તે આહારક સમૃદુધાત, તે આહારકારીરનામકર્મવિષયક છે.
અલહૂર્તમાં જ જેઓ મેક્ષમાં જવાના છે એવા કેવળિ મહારાજને થનાર જે ચમુદ્દઘાત તે કેવલિક સમૂહઘાત કહેવાય છે.
હવે મુદ્દઘાત શબ્દને શું અર્થ છે? તે કહે છે--તન્મય થવું, 7-અધિકતાયેઘણા, ઘાત-ક્ષય, તન્મય થવા વડે કાલાંતરે ભેગવવા એગ્ય ઘણા કમશનો જેની અંદર ક્ષય થાય તે સમુદઘાત.
અહિં એમ પ્રશ્ન થાય કે તન્મયતા કેની સાથે? તે કહે છે કે-વેદનાદિ સાથે. તે આ પ્રમાણે
જયારે આમા વેદનાદિ સમુદઘાતને પ્રાપ્ત થયેલ હોય છે, ત્યારે વેદનાદિના અનુભવ જ્ઞાનમાં જ પરિણુત થાય છે, એટલે કે તેનાજ ઉપગવાળે હેાય છે, અન્ય જ્ઞાનમાં પરિવૃત હેતે નથી.
પ્રબળતાએ–અધિકતા કમીશને ક્ષય શી રીતે થાય? તેના ઉત્તરમાં કહે છે કેવેદનાદિના અનુભવ જ્ઞાનમાં પરિણત આત્મા કાલાંતરે અનુભવવા યોગ્ય ઘણા વેદનીયાદિના કમ્મપ્રદેશને ઉદીરણા કરણવડે ખેંચી ઉઠયાવલિકામાં નાંખી ભેગવી ક્ષય કરે છે, આત્મદેશે સાથે એકાકાર થયેલા કર્મોણુને નાશ કરે છે.
સામાન્યતા સમુદઘાતનું સ્વરૂપ કહી હવે પ્રત્યેક સમુદઘાત માટે કહે છે
જયારે આત્મા વેદના સસુધાતને પ્રાપ્ત થયેલ હોય છે ત્યારે અશાતા વેદનીયકના પગલાને ક્ષય કરે છે. એજ હકીકત સ્પષ્ટ કરે છે
વેદનાવટે વિહવળ થયેલે આત્મા અનતાના કરિકધાથી વિટાયેલા પિતાના આત્મપ્રદેશને શરીરથી બહાર પણ કાઢે છે. શરીરના ત્રણ ભાગ કરીને તેમાં એક ભાગ પિલાણને છે, જેમાં આત્મપ્રદેશ હોતા નથી, બે ભાગમાં હોય છે. જયારે સમુદ્દઘાત થાય છે, ત્યારે આત્મપ્રદેશ એકદમ ચળ થાય છે, અને તે સ્વસ્થાનથી બહાર નીકળે છે. અને નીકળેલા તે શિવડે સુખ જઠર વિગેરેના પોલાણને અને કાન તથા ખભા આદિની વચ્ચેના ભાગને પૂરીને લંબાઈ પહોળાઈ વડે શરીર પ્રમાણ ક્ષેત્ર વ્યાપીને અંતમુહૂર્વકાળપયત રહે છે, અને તેટલા કાળમાં ઘણા અશાતા વેદનીયકમને ક્ષય કરે છે.
કષાય સસુધાતને કરતે આત્મા કવાય ચારિત્રમેહનીયના કર્મયુદગલેને ક્ષય કરે છે. તે આ પ્રમાણેકવાના ઉદય વડે સમાકુળ-વિહ્વળ અાત્મા પોતાના પ્રદેશને બહાર કાઢીને તે.પ્રોવડે મુખ અને હાજરી આદિના પોલાણને પૂરીને અને કાન તથા ખભા આદિના અતરભાગને પણ પૂરીને લંબાઈ-પહોળાઈડે શરીર પ્રમાણ ક્ષેત્ર વ્યાપીને અતમુહૂર્ત થયેત રહે છે, અને તેટલા કાળમાં ઘણાં કષાયમહનીયના કર્મયુગલને ક્ષય કરે છે.