Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પચબહ-દ્વિતીયકાર
કીનું જઘન્ય આયુ સત્તર સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુ બાવીસ સાગરોપમ અને મહાતમપ્રભા નારદીનું જઘન્ય આયુ બાવીસ સાગરેપમ અને ઉત્કૃષ્ટ આયુ તેત્રીસ સાગરોપમ પ્રમાણ છે.
- સંપિચેન્દ્રિય તિર્યંચના પાંચ ભેદ છે. તે આ પ્રમાણે જળચર, ચતુષ, ઉર પરિક્ષ ભૂજ પરિસ, અને ખેચર. તેમાં જળચરનું ઉત્કૃષ્ટ આણુ ક્રેડ પૂર્વ વર્ષ, ચતુષ્પદ સ્થળચરનું ત્રણ પલ્યોપમ, ઉર પરિસર્પ સ્થળચરનું પૂ ઠ વર્ષ, ભૂજપરિસર્પ સ્થળચરનું પૂર્વાહ વર્ષ, અને ખેચરનું ઉત્કૃષ્ટ આયુ પાપમને અસંખ્યાતમા ભાગ છે. •
કહ્યું છે કે-ગજ જળચરનું ઉત્કૃષ્ટ આયુ પૂર્વકેટિ, ચતુષ્પદનું ત્રણ પાપમ, ઉર પરિસપનું પૂવડ અને ભૂજ પરિસર્ષ પૂર્વડ, અને ખેચરનું ઉઠ્ઠર આયુ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે.”
સંપિચેન્દ્રિય પર્યાપ્ત મનુષ્યની ઉત્કૃષ્ટ ભાવસ્થિતિ ત્રણ પલ્યોપમ પ્રમાણ છે. તથા દેવે ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે—ભવનપતિ, વ્યંતર, તિ અને વિમાનિક,
તેમાં ભવનપતિ દશ પ્રકાર છે. તે આ પ્રમાણે-અસુકુમાર, નાગકુમાર, વિઘુકુમાર, સુવર્ણકુમાર, અનિકુમાર, વાયુકુમાર, સ્વનિતકુમાર, ઉદધિમાર, દ્વીપકુમાર, અને દિકુમાર, એ દશે ભવનપતિ બબે પ્રકારે છે. ૧ મેરૂપવતના દક્ષિણ અર્ધ ભાગમાં રહેનાર, ૨ મેરૂ પર્વતના ઉત્તર અર્ધ ભાગમાં રહેનારા અસુરકુમારનું ઉત્કૃષ્ટ આયુ એક સાગરોપમ, અને ઉત્તરાર્ધ ભાગમાં રહેનારનું કંઈક અધિક એક સાગરેપમ ઉત્કૃષ્ટ આયુ છે. તથા દક્ષિણા ઈમાં રહેનાર નાગકુમાણદિ ન ઉત્કૃષ્ટ આયુ દેઢ પહોપમ અને ઉત્તરાર્ધમાં રહેનારા નવેનું ઉત્કૃષ્ટ આયુ શેન બે પાપમ છે. તથા દક્ષિણાવર્તિ અસુષુમારના હવામિ અમરેન્દ્રની દેવીનું ઉત્કૃષ્ટ આયુ સાડા ત્રણ પાપમ અને ઉત્તરાર્ધવર્તિ અસુરકુમારના રવામિ અલેન્ડની દેવીનું ઉત્કૃષ્ટ આયુ સાડા ચાર પલેપમ છે. તથા દક્ષિણ દિવર્તિ નાગકુમાણદિ નવે નિકાયની દેવીનું ઉત્કૃષ્ટ આયુ દેહ પાપમ, અને ઉત્તરદિવર્તિ ન નિકાયની દેવીનું ઉત્કૃષ્ટ આયુ દેશના બે પપમ છે. ઈન્દ્ર-ઇન્દ્રાણી, જે ઉત્કૃષ્ટ આય કહ્યું હોય તે સઘળા દેવ-દેવી માટે પણ ઘટે છે. તથા સઘળા ભવનપતિ દેવ-દેવીનું જઘન્ય આયુ દશ હજાર વર્ષ પ્રમાણ છે.
વ્યતર આઠ પ્રકારે છે. તે આ પ્રમાણે પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિનર, કિરણ, મહેરળ, અને ગંધર્વ. એ આ પ્રકારના અંતરનું ઉત્કૃષ્ટ આયુ એક પલ્યોપમ અને જઘન્ય આયુ દશ હજાર વર્ષ પ્રમાણ છે. તથા વ્યંતરીનું જઘન્ય આયુ દશ હજાર વર્ષ, અને ઉત્કૃષ્ટ - આયુઅદ્ધ પલ્યોપમ પ્રમાણ છે. ,
૧ શ્રી તત્વાર્થીધિગમ સુવ અ. ૪ સુત્ર ૩૧ માં પણ બે પપમ કહેલ છે. . : ૨ બૃહત્સપ્રહણી ગાથા ૪ માં દક્ષિણદિશ્વત નાગકુમારાદિ નવ નિકાયની દેવીઓને ઉત્કૃષ્ટ આયુ અધ: પપમ અને ઉત્તરદિવતી નવે નિકાયની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુરેશન એક પલ્યોપમ કહેલ છે.
–