Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૬૮
પચસહ-દ્વિતીયહાર દંડ કરે છે, અને કરીને જે સ્થાને આગળના ભાવમાં ઉત્પન્ન થશે, તે સ્થાનમાં પિતાના પ્રદેશના દંડન પ્રક્ષેપ કરે છે. તે ઉત્પત્તિસ્થાનને જે તે સમણિમાં હોય તે મારણાંતિક સમુહૂવાત વહે એક સમયમાં જ પ્રાપ્ત કરે છે, અને વિષમ શ્રેણિમાં હોય તે ઉ@થી ચેથે સમયે પ્રાપ્ત કરે છે. આ રીતે અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયાદિ બારે પ્રકારના છે. મારણતિક સમુહુઘાત વહે સર્વ જગતને પણ કરી શકે છે. તે પણ અનેક જીની અપેક્ષાએ ઘટે છે. એજ સ્પષ્ટ કરે છે–
સૂક્ષમ એકેન્દ્રિય જી ચૌદે રાજકમાં વ્યાપ્ત હેવાથી તેની અંદર એક જીવ પણ મારણ સમુદ્દઘાત વડે અથવા ઋજુ શ્રેણિ વડે ચૌદે રાજને સ્પર્શ કરી શકે છે. પરંતુ બાદર એકેન્દ્રિયાદિ બારે પ્રકારના છ સંપૂર્ણ લેકવ્યાપિ નહિ હોવાથી તેમાં કેઇ એક જીવ ઉપરના કેઈ ઉગ્ય સ્થાનમાં ઉત્પન્ન થાય, અન્ય જીવ નીચે સ્વયોગ્ય સ્થાનમાં ઉત્પન્ન થાય, એમ અનેક ની અપેક્ષાએ મારણ સમુહુવાતવડે તેમાં ચૌદ રાજલોકની ૫શના ઘટી શકે છે.
તથા કેટલાએક સૂક્ષમ એકેન્દ્રિયરૂપ છ ઋજુgિવડે પણ સર્વ જગતને સ્પર્શે છે. અહિં ? એ શબ્દ- પક્ષાંતરને સૂચક છે. એટલે કેવળિ સમુહૂવાતવડે જ સ્પર્શ કરે છે એમ નથી, પરંતુ ઋજુએણિવડે પણ સ્પર્શ કરે છે, એમ સૂચવે છે.
wજુણિવર્ડ કઈ રીતે સ્પર્શ કરે છે તે કહે છે, અલોકમાંથી ઉલકને અંતે ઉત્પન્ન થતા સેકમ એકેન્દ્રિય જીવો ચૌદે રાજને સ્પર્શ કરે છે. એ પ્રમાણે સઘળી દિશામાં જાણું લેવું. તેથી એક અનેક છાની અપેક્ષાએ ઋજુ શ્રેણિવડે પણ સૂક્ષમ એકેન્દ્રિય છે સંપૂર્ણ લેકને સ્પર્શ કરે છે.
હવે ગુણસ્થાન આશ્રયી સ્પર્શના વિચાર કરે છે-મિથ્યાણિ છે સર્વ જગતને ૫શ કરે છે. અહિં સૂક્ષમ એકેન્દ્રિયાદિ જી મિયાદેષ્ટિ હોય છે, અને સમ એકેન્દ્રિય સંપૂર્ણ લેકને સ્પર્શ કરે છે.
સગિ કેવળિ કેવળિસમુદઘાતમાં એથે સમયે સંપૂર્ણ લેકને સ્પર્શ કરે છે. એ એ પહેલાં જ કહ્યું છે. ૨૯
હવે શેષ ગુણસ્થાનકોમાં સ્પર્શતા કહે છે
૧ અહિં ઉપર અનુત્તર વિમાનના પૃથ્વીપિંડમાં કે સિહશિલામા એનિયપણે ઉત્પત્તિને સંભવ છે, અને નીચે સાતમી નારકીના પાથડાના પૃથ્વીપિંડાદિમા ઉત્પત્તિને સંભવ છે. * ૨ જુગતિવડ પણ સર્વ જગતને સ્પર્શ કરે છે એમ અહિ કહેવાનું કારણ એ છે કે સઘળા જી મારણ સસુધાત કરે જ છે એમ નથી. કેટલાક કરે છે, કેટલાક નથી પણ કરતા. જે નથી કરતા તે અજુગતિવડે પણ ચૌદરાજની સ્પશના કરી શકે છે.