Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસપ્રહ-પ્રથમહાર
દર્શનમોહનીયની ઉપશમના અને ચારિત્રમેહનીયની ઉપશમના રૂપ શ્રેણિના બે અંશે છે. ત્યાં વમતે અપ્રમત્તસંવત અને અન્યમત ચોથાથી સાતમા ગુણસ્થાનકમાં રહેલો કે પણ આત્મા પ્રથમ ચાર અનંતાનુબધિને સમકાળે ઉપશમ કરે છે અને કેટલાક આચાર્યોના મતે અનંતાનુબંધિને ક્ષય જ કરે છે. ત્યારબાદ સંયમમાં વતતે આત્મા સમકાળે દર્શનત્રિકને ઉપશમ કરી પ્રમત્ત-અપ્રમત્ત ગુણઠાણે હજારવાર પરિભ્રમણ કરી અંતર્મુહૂર્ત પ્રમાણ આઠમા ગુણસ્થાનકમાં સ્થિતિઘાતાદિથી કર્મોની સ્થિતિ એછી કરી કુલ નિદ્રાદિ છત્રીસ પ્રકૃ તિએને બંધવિરછેદ કરી અનિવૃત્તિકરણ ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે.
અહિં અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ ગયા પછી એક સંખ્યાતમા ભાગ પ્રમાણુ કાળ બાકી રહે ત્યારે અનંતાનુબંથિ વિના ચારિત્રમેહનીયની શેષ ૨૧ પ્રકૃતિનું અંતરકરણ કરે છે. ત્યારબાદ પ્રથમ નપુંસકવેદ, પછી સ્ત્રીવેદ, ત્યારબાદ હાસ્યષક અને તે પછી પુરુષવેદને સંપૂર્ણ પણે ઉપશમાવે છે, ત્યારબાદ સમકાળે અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય ને ઉપશમાવે, અને તે જ સમયે સંવલન ધના બંધ-ઉદય અને ઉદીરણાને વિચ્છેદ થાય તે પછી સમયપૂન બે આવલિકા કાળે સંજવલન કૈધને ઉપશમ થાય, ત્યારબાદ અંતમુહૂર્ત સમકાળે અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય માનને ઉપશમ થાય અને તે જ સમયે સંવલને માનના બંધ ઉદય-ઉદીરણનો વિચછેદ થાય, ત્યારબાદ સંજવલન માનને અને ત્યારબાદ સમકાળે અપત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાની માયાને ઉપશમ થાય અને તે જ સમયે સંજવલન માયાના બંધઉદય-ઉદીરણ વિચ્છેદ થાય, ત્યારબાદ સમયન્જન બે આવલિકાકાળે સંજ્વલન માયાને પણ ઉપશમ થાય. જે સમયે સંજ્વલન માયાના બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ પામે તે સમયે સંજવલન લેભને ઉદય થાય અને તે લેભને ઉદય હવે જેટલો સમય રહેવાનું છે તેના ઉદયકાળની અપેક્ષાએ અશ્વકર્ણકરણોદ્ધા, કિફ્રિકરણોદ્ધા અને કિદિવેદનાદ્ધા એમ ત્રણ વિભાગ
(૧) અશ્વકકરણાહામાં વર્તમાન આત્મા અનંતા પૂર્વપદ્ધકેમાંથી અપૂર્વક કરે, એટલે કે અનાદિસંસારમાં પરિભ્રમણ કરતી પૂર્વ કેઈપણ વાર ન કર્યા હોય તેવાં અનંતગુણહીન રસવાળાં પદ્ધકે અધ્યવસાયની વિશુદ્ધિને વશથી અહિં નવીન બનાવે છે, તે અશ્વકર્ણ કરણાદ્ધ સમાપ્ત થયે છતે કિફ્રિકરણોદ્ધામાં પ્રવેશ કરે.
(૨) કિફ્રિકરણહામાં વતે આત્મા પ્રતિસમયે પૂર્વ અને અપૂર્વ૫કૅમાંથી પ્રથમ દિક વગેરણાઓનાં દલિકને ગ્રહણ કરી એકાત્તરવૃદ્ધિને ત્યાગ કરવા પૂર્વક અનંતગુણહીન રસવાળાં કરે તે કિટ્રિએ કહેવાય છે. આવી અનતી કિદિઓ કરે છે. ત્યારબાદ એટલે આ ગુણસ્થાનકના ચરમસમયે સમકાળે અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય લેમનો સંપૂર્ણપણે ઉપશમ થાય છે અને તેજ સમયે સંજવલન લેભને બંધ બાદર લેભને ઉદય તથા ઉદીરણા વિરછેદ પામે વળી તે સાથે જ કિદિકરણોદ્ધા તથા આ ગુણસ્થાનકની પણ સમાપ્તિ થાય છે.
(૩) ત્યારબાદ લેભ વેદવાના કાળના છેલ્લા-ત્રીજા ભાગમાં પ્રવેશ કરે છે. અને તેને સમપાય ગુણસ્થાનક કહેવાય છે. અહિં રહેલ આત્મા પ્રતિસમય કેટલીક કિદિએને