Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૯૪
પંચસપ્રહ-પ્રથમહાર અપેક્ષાએ ગુણને અપકર્ષ અને દેષનો પ્રકષ હોય છે, એમ અન્ય ગુણસ્થાનકમાં પૂર્વ અને ઉતર ગુણસ્થાનકની અપેક્ષાએ ગુણ અને દોષના પ્રકર્ષ-અપકર્ષની વિચારણા સમજી લેવી.
આ ગુણસ્થાનકે રહેલ આત્મા સર્વવિરતિ ચારિત્રને ગ્રહણ કરવાની પૂર્ણ ઈરછાવાળા હોવા છતાં પ્રત્યાખ્યાન કષાયના ઉદયથી ગ્રહણ કરી શકતું નથી.
(ઈ પ્રમત્ત સંવત ગુણસ્થાનક. સાચી શ્રદ્ધા અને જ્ઞાનપૂર્વક સંપૂર્ણ પાપ-વ્યાપારને ત્યાગ કરેલ આત્મા તે સંયત, અને સંયત હેવા છતાં પાંચ પ્રકારના પ્રમાદમાંથી યથાસ. લવ એકાદ પ્રમાદ જેને હેય તેવા આત્માનું જે ગુણસ્થાનક તે પ્રમત્તસંવત ગુણસ્થાનક
(૭) અમરસંવત ગુણસ્થાનકઃ પ્રમાદરહિત સંયતનું જે ગુણસ્થાનક તે અપ્રમત્તસયત ગુણસ્થાનક. જો કે અહિં પણ મંદ પ્રકારના સંજવલન કષાયે. નવ કષાય તેમજ નિદ્રા, પ્રચલા આદિને ઉદય સંભવે છે તેથી સર્વથા અપ્રમત્તપણું તે નથી જ, પરંતુ તે અત્યંત અા પ્રમાણમાં હોવાથી તેની વિવક્ષા કરી નથી.
છઠું-સાતમું આ બંને ગુણસ્થાનકે પ્રત્યેક તમુહુ ફર્યા કરે છે.
આ ગુણસ્થાને અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ વિશુદ્ધિસ્થાને હોય છે અને ઉત્તરોત્તર નવા નવા વિશુદ્ધ અધ્યવસાયને પ્રાપ્ત કરતા મુનિરાજે અનેક પ્રકારની લબ્ધિઓ, કેષ્ટાદિક બુદ્ધિ અને શ્રુતજ્ઞાન રૂપી સમુદ્રને પાર પામે છે."
(૮) અપૂર્વકરણ ગુણસ્થાનક સ્થિતિવાતાદિક પાંચ પદાર્થો જયાં અપૂર્વ પણ કરે તે અપૂર્વકરણ ગુણસ્થાનક. અહિં સમકાળે પ્રવેશ કરેલ છને એક સમયમાં પણ પરસ્પર અધ્યવસાયને તફાવત હોય છે તેથી નિવૃત્તિકરણ એવું પણ નામ છે.
આ ગુણસ્થાનક સંસારચક્રમાં કેવળ શ્રેણી ચઢવાની અપેક્ષાએ પાંચ વાર અને પતનની પણ અપેક્ષા લઈએ તે ઉત્કૃષ્ટથી નવવાર પ્રાપ્ત થાય છે. એટલે સ્થિતિવાતાદિક પાસે પદાર્થો સર્વથા અપૂર્વ કરે છે એમ કહી શકાય નહિ પરંતુ કેઈક વાર અથવા બહુ અપવાર પ્રાપ્ત થનાર વસ્તુને જેમ અપૂર્વ કહેવાય છે તેમ અહિં પણ સમજવું.
(૧) અપવતના કરણ દ્વારા અંતમુહૂત કાળમાં સ્થિતિના અગ્રભાગથી જઘન્યથી ૫પમના સંખ્યામા ભાગ પ્રમાણ અને ઉત્કૃષથી સેંકડે સાગરેપમ પ્રમાણ સ્થિતિને નાશ કરવો તે સ્થિતિઘાત.
(૨) અપવત્તના કરણ દ્વારા રસનું જે અલ્પ કરવું તે રસધાત. આ અપૂર્વકરણમાં હજારે સ્થિતિઘાત અને એકેક સ્થિતિવાતમાં હજારે રસઘાત થાય છે.
(8) ઉપરથી ઉતારેલ સ્થિતિમાંથી જલદી ક્ષય કરવા માટે ઉદય સમયથી અસંખ્યાત ગુણ કારે અંતમુહૂર્ત કાળ પ્રમાણે સમયમાં જે દલિની રચના કરવી તે ગુણશ્રેણિ,
() અનધ્યમાન અશુભ પ્રકૃતિનાં દલિકને સમયે સમયે બધ્યમાન શુભ પ્રકૃતિમાં અસંખ્યાત ગુણકારે સંદેમાવવા તે ગુણસંક્રમ.