Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
રકાવોટ સહિત :
૧૨૭આ ગ્રંથમાં કહ્યું છે કે ઔદયિક ભાવતુ શું સ્વરૂપ છે ઔદથિકભાવ બે ભેદે કહો છે. તે આ પ્રમાણે- ઉદય, ૨ ઉદયનિષ્પન્ન, ઉદય એટલે શું? આઠ પ્રકારની કર્મ પ્રકૃતિએના કાને અનુભવ કરાવે તે ઉદયરૂપ ઔદાયક ભાવ છે. ઉદયનિષ્પન્ન બે લેકે કહ્યો છે. ૧ છત્રવિષયક ઉદયનિષ્પન્ન, ૨ જીવવિષયક ઉદયનિષ્પન્ન. દયનિપન્ન ઔદયિક એટલે શું? ઉદયનિષ્પન્ન ઔદયિકભાવ અનેક ભેદે જણાવેલ છે, તે આ માણે-નારકપણું, તિથીપણું, મનુષ્યપણું દેવપણું, પૃથ્વીકાયપણું, અમુકાયપણું, તેઉકાથપણું, વાયુકાયપણું, વનસ્પતિકાયપણું, ત્રસકાયપણું, ધકપાયિ, માનકષાયિ, માયાકપાણિ, ભકયાયિ, સ્ત્રીવેદી, પુરુષદ, નપુંસકદિ, કૃષ્ણલેશ્યા, નીલયા, કાપેતલેયા, તેતેશ્યા, પાલેશ્યા, શુકલ વેશ્યા, મિથ્યાષ્ટિપણું, અવિરતિપણું, અજ્ઞાનિપણું, આહારકપણું, છાર્થપણું, સગપણું, સંસારાવસ્થા અને અસિદ્ધાવસ્થા. આ બધા ભાવે જીવને કર્મોના ઉદયથી ઉત્પન્ન થયેલા છે, તેથી તે જીવેદય નિષ્પન્ન કહેવાય છે. અછદયનિષ્પન્ન એટલે જીવે ગ્રહણ કરેલા ઔદારિકાદિ શરીરમાં કમરના ઉદયથી ઉત્પન્ન થયેલ જે વદિ પરિણામ. તે આ પ્રમાણે-દારિદિ શરીર એ પુદગલનું ગ્રહણ, તે પુદગલોને તે તે શરીરૂપે પરિણામ, તથા શરી૨માં વણે ગધ રસ અને સ્પર્શરૂપ પરિણામ, આ સઘળું કર્મના ઉદય સિવાય થતું નથી, તેથી તે અ નિષ્પન્ન ઔદયિકલાવ કહેવાય છે.
૨. પામિકભાવ બે ભેદે છે. ૧ ઉપશમ, ૨ ઉપશમનિષ્પન્ન. તેમાં રાખથી ઢંકાયેલા અગ્નિની જેમ કર્મની સર્વથા અનુદયાવસ્થા, પ્રદેશથી પણ ઉદયને જે અભાવ તે ઉપશમ, એટલે કે કર્મને એવી સ્થિતિમાં મૂકી દેવા કે રસથી કે પ્રદેશથી ફળ ન આપે તે ઉપશમ. આવા પ્રકારના ઉપશમને સોંપશમ કહેવામાં આવે છે, અને તે માહનીયકર્મને જ થાય છે. બીજા કોઈ કર્મને થતો નથી. કઈ છે કે- સર્વોપશમ મેહનીયને જ થાય છે. અહિં ઉપશમ શબ્દને સ્વાર્થમાં ઈકણ પ્રત્યય કરવાથી પથમિક શબ્દ બને છે. કન્મના સર્વથા ઉપશમ થવા વડે ઉત્પન્ન થયેલ જે જીવવભાવ તે ઉપશમનિષ્ણન. અને તે ધાદિ કષાયેના ઉદયને સર્વથા અભાવ થવાથી તેના ફળરૂપે ઉત્પન્ન થયેલ પરમ શાંત અવસ્થારૂપ જીવને પરિણામ વિશેષ છે. અહિં ઉપશમ શબ્દથી તેના નિવૃત્ત અર્થમાં ઈકણ પ્રત્યય થઈ.આપશમિક શદ બન્યો છે. તે પથમિકભાવ અનેક પ્રકારે છે. તે આ પ્રમાણે-ઉપશાંત વેદ, ઉપશાંત
ધ, ઉપશાંતમાન, ઉપશાંતમાયા, ઉપશાંતલભ, ઉપશાંત દશમોહનીય, ઉપશાંતચારિત્ર મેહનીય. અહિ વેદ અને ઠેધાદિ ચારિત્રમોહનીયને સર્વથા ઉપશમ થવાથી ઉપશમભાવનું શ્યાખ્યાત ચારિત્ર, અને દશમોહનીયને સર્વથા ઉપશમ થવાથી ઉપશમભાવનું સમ્યકત્વ ઉપન થાય છે.
૩. શાયિક ભાવ પણ બે ભેટે છે. ૧ ક્ષય, ૨ અને ક્ષયનિષ્ણન. તેમાં ક્ષય એટલે અને સર્વથા અભાવ. ક્ષય એજ ક્ષાયિકભાવ, અને કમેને સર્વથા અભાવ થવાથી તેના ફળરૂપે ઉત્પન્ન થયેલ છવને જે વિચિત્ર પરિણામ વિશેષ તે ક્ષયનિષ્પન્મ. તે આ પ્રમાણેકેવળજ્ઞાનાવરણીય કર્મના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાનિવ એ પ્રમાણે કેવળદશનિવ. ક્ષીણમતિજ્ઞાનાવરણવ, ક્ષીકૃતજ્ઞાનાવરણવ, ક્ષીણઅવધિજ્ઞાનાવરણ ક્ષીણમન પર્યવેત્તાનાવરણવ