________________
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર.
તેમાં પાંચસેં છવીશ જન અને છ કળા–પ્રમિત ભરતનામે ક્ષેત્ર છે. ત્યાં સુવર્ણચૈત્યમાંના જિનબિ ના સ્નાત્ર–મહોત્સવાદિકથી મેરૂચૂલિકા કરતાં પણ શ્રેષ્ઠ એવી ચંદ્રાનના નામે નગરી છે. જળ વડે નદીની જેમ રત્નકિરણોથી પૂર્ણ એવી જે નગરીમાં ગગનબ્ધિ તરવામાં સમર્થ એવા રવિકિરણે ડૂબી જતા, એજ એક આશ્ચર્ય હતું. જ્યાં ઉપરની અગાશી પર આરૂઢ થયેલ તરૂણુઓના મુખચંદ્રની શ્રેણિ સાક્ષાત્ દેખાતાં, અંગુલિથી બતાવવા લાયક ચંદ્રમા લાંછનથી ઓળખાતું હતું. વળી પાસેના ઉપવનમાં જ્યાં નલરત્નનાં મકાને તે જાણે પીંછાંયુક્ત મયૂરે જમીન પર બેઠા હોય તેવાં ભાસતાં હતાં. વળી જ્યાં સરિતા, કુવા, સરોવર, વાપી પ્રમુખ વિદ્યમાન છતાં એક મેટું આશ્ચર્ય હતું કે ફૂપદેશા એટલે કુ-કુત્સિત ઉપદેશ આપનારા અને જલાશ અર્થાત જડ આશયના લેકે ત્યાં ન હતા. તે નગરીમાં આકાશમાં ચંદ્રની જેમ ચંદ્રાપીડ નામે રાજા હતા કે જેની અસિલતા વૈરીઓના મસ્તકપર પડતાં, તેમના ભાલપરના રાજ્યાક્ષરે લઈપોતે ધારણ કરવાને અસમર્થ હોવાથી શોણિત-બિંદુઓથી તે સાક્ષર બની, અને ક્ષત્રિીઓમાં છત્ર સમાન એવા જનને તે અક્ષરે ફરી નાયકપણે આપતાં તે રાજાનું ઉપાધ્યાચપણું સુજ્ઞ જનેના હૃદયમાં આશ્ચર્યકારક થઈ પડ્યું. વળી ઉત્કટ યુદ્ધમાં શુદ્ધ થયેલા શરીરવાળા જે શત્રુઓની કીર્તિ-કમલિનીના કંદને છેદવાના વિદમાં પ્રદ ધરનાર જે રાજાએ કીડા કરતાં, તેમની સ્ત્રીઓના અશ્રુમિશ્ર કોણરૂપ મેઘથી જેના યશરૂપ હંસ આકાશગંગા પ્રત્યે જતાં, સ્વર્ગમાં રહેલા શત્રુઓએ તેને પકડી રાખે. ત્યાં ધર્મમાં નિષ્ણાત, શાંત, દયાવાનું, વેદ અને જ્યોતિષ શાસ્ત્રમાં વિશારદ એ ધપાધ્યાય નામે બ્રાહ્મણ હતે. પતિને દેવસમાન માનનાર એવી ગંગા નામે તેની ગૃહિણું કે જેને છે પુત્રી પછી સાતમો પુત્ર અવતર્યો. એટલે બ્રાહ્મણે પોતે પુત્રના