________________
સમ્યકત્વ ઉપર આરામનંદનની કથા.
૧૩૫
કંચુકી લઈને બહાર નીકળે. જતાં જતાં નિર્ભય થઈને તેણે બજારમાં ઘેષણાથી જણાવ્યું કે આ મારી કંચુકી લઈને હું જાઉં છું.” એમ બેલતાં તે નગરીની બહાર નીકળ્યો અને યંત્રને જાણવાથી તે તરતજ પોતાના નગર ભણી ચાલે. એવામાં તે વિદ્યાધરીઓના જાણવામાં આવતાં તે શોરબકેર કરી છાતી ફૂટતાં ઉચેથી પોકારવા લાગી કે “અરે! સત્વર દેડે. આ કઈ મયૂરારૂઢ પુરૂષ અકસ્માત્ આવી, ઘરમાંથી કંચુકી લઈને ચાલ્યો જાય છે.” આ વખતે તેમને પતિ વિદ્યુમ્માલી તે અષ્ટાપદ પર ગયે હતું, તેથી પિતે વાદ-નિર્ણય કરી લીધું કે –“એ કંચુકી લઈ જનારને જે જીતીને લઈ લે, તેની એકંચુકી થાય, બીજાની નહિ. એમાં ફરે તેને સેગંદ છે.”એમ નિર્ણય કરી પોતપોતાના પિતા પક્ષના પદાતિ લઈને તે બંને વિદ્યાધરી તેની પાછળ લાગી અને હસ્તી, અશ્વ, રથ અને પાયદળ સહિત ચતુરંગિણી સેના લઈ તરત જ તે પોતાની શકિતથી આકાશમાર્ગે આરામનંદનની પાછળ વેગથી દો. ત્યાં આકાશમાં દૂર દડત અને વસ્ત્રાંચલે કંચુકી બાંધી જતો આરામનંદન તેમના જેવામાં આવ્યો. તેવામાં વેગથી તેની પાછળ લાગતાં તરતજ તેને ઘેરી લીધો અને તેઓ કહેવા લાગી કે–અરી અમારી કંચુકી લઈને તું કયાં જવાનું છે?” એટલે આમતેમ દેડતા તેમના સૈન્યને આકાશમાં જોતાં, આરામનંદન ચિંતવવા લાગે કે—મારે હવે જવું અશક્ય છે, હું એકલે કેમ લશ અને કેમ આ કંચુકી સંભાળીશ? વળી આ વિદ્યાધરીઓના સૈન્યથી આકાશ આચ્છાદિત થયું છે અને જાણે ભય પામી હોય તેમ સૂર્યપ્રભા પણ દેખાવ આપતી નથી. કેવળ અંધકારનું સામ્રાજ્ય એકછત્ર વ્યાપી રહેલ છે. દષ્ટિ આગળ ચાલતી નથી, તેથી મને દિમેહ થશે. હું ભમી ભમીને વારંવાર પીશ, માટે હવે શું કરૂં?” એમ ચોતરફ તે સન્ય નજીક આવતું હોઈ આરામનંદને