________________
પુણ્ય વૃદ્ધિ ઉપર મદનસુંદરનો કથા.
ર૫૫
વર્તે છે વળી એકબીજાના રાજ્ય, વિદ્યા કે ધનાદિકને દેખી પરસ્પર સહી શકતા નથી. જેમ ચપળ લક્ષ્મી છે, તેમ શરીર પણ ચપળ છે, તેમજ ગૃહસ્થની સ્ત્રીઓ પણ ચપળ હોવાથી અન્ય અન્ય પુરૂષ સાથે રમે છે, માટે ફૂડ-કપટને ભંડાર આ સંસાર તજવા લાયક છે, ભાર્યાદિક સર્વ વસ્તુપર છે અને એક ધર્મજ પિતાને છે.” એ પ્રમાણે રાજાને સત્ય વૈરાગ્યને રંગ લાગતાં, તરતજ સિંહ નામે ઉદ્યાનપાલકે આવી, અંજલી જેને પદ્ય રાજાને વિનંતી કરી કે–“હે દેવ! આપના ઉદ્યાનમાં એક યુગધર નામે આચાર્ય પધાર્યા છે. એટલે એક તે રાજા પોતે વૈરાગ્યદશાને પામેલ અને તેમાં આચાર્યનું આગમન સાંભળતાં તે ભારે પ્રમાદ પાપે પછી તેજ સમાજને સાથે ઉઠી, રાજવર્ગ, અંત:પુર, કુમારગણ, કડે નગરીજને સહિત સર્વ સામગ્રીપૂર્વક, હસ્તીઓના ઘંટાનાદથી પોતાનું આગમન જણાવતાં, અશ્વોના ખુરથી ખદાયેલ રજથી આતાપને આચ્છાદિત કરતાં, સર્વ સામગ્રીના વિસ્તારથી સુરેંદ્રના આડંબરને જીતતા, પદ્મરાજા ઉદ્યાનભૂમિમાં પહોંચે અને ત્યાં હાથીથકી નીચે ઉતર્યો, એટલે ઉદ્યાનમાં પેસતાં તેણે સાધુઓને જેયા, કે જેમાંના કેટલાક સિદ્ધાંત ભણતા, કેટલાક અર્થને વિચાર કરતા, કેટલાક ગુરૂને વાંદણ દેતા, કેટલાક વૈયાવચ્ચ કરતા, કેટલાક ઉત્કટ-આસને તપ તપતા, કેટલાક દુર્બોધ્ય અર્થમાં પરસ્પર વિવાદ કરતા, કેટલાક એકાંતમાં સિદ્ધાંતને સાર વિચારતા, એમ અનેક પ્રકારે કર્મ નિગ્રહ કરતા મુનિઓને જે તે રાજા ગુરૂ પાસે ગયે. ત્યાં યથાવિધિ ભકિતપૂર્વક ગુરૂના ચરણે વંદન કરી, તે શુદ્ધ ભૂમિકાએ બેઠે એટલે ગુરૂએ કર્મનાશક દેશના આપતાં બધા ભિવ્યાત્માઓ સાવધાન થઈ બેઠા ગુરૂ:બેલ્યા
હે ભવ્યજને ! પતિ જેમ સ્ત્રીને વાંછિત આપે, સુપુત્ર વલેને આધિપત્ય આપે અને જાત્યાધુ જેમ સમરાંગણથી પાર