________________
360
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
બધા અજીવ અને અકર્તા માનેલ છે. કાલ વિના બધા અસ્તિકાયયુકત અને પુદ્ગલ વિના બધા અરૂપી છે. વળી તે બધા ઉત્પાદ, વ્યય અને દૈવ્યાત્મક છે. સ્પ, રસ, ગંધ અને વર્ણરૂપે પુદગલ હોય. તેમાં સ્કધપણે બે પ્રકાર અને તેમાં અબદ્ધ સ્કંધ તે પરમાણુ કહેલ છે. તેમાં બદ્ધ સ્કંધો તે ગંધમય, સૂક્ષ્મ, શૂલાદિ આકૃતિવાળા તથા અંધકાર, આતપ, ઉદ્યોત અને છાયાત્મક પણ હોય છે. તેમજ કર્મ, કાયા, મન, ભાષા, શ્વાસોશ્વાસ, સુખ, દુઃખ, જીવિત, મરણ અને પુષ્ટતાએ બધાં પુદ્ગલેના પરિણામે જ થવા પામે છે. પૂર્વે કહેલાં પ્રત્યેક દ્રવ્ય એક એક છે. તેમાં ધર્મ, અધર્મ અને આકાશ તે અમૂર્ત, નિષ્ક્રિય અને સદા સ્થિર છે. એક જીવ અસંખ્યાત પ્રદેશાત્મક છે. ધર્મ અને અધર્મ કાકાશને વ્યાપીને રહેલા છે. પિતે જવાને પ્રવર્તમાન આત્મા અને પુદ્દગલને સર્વ પ્રકારે જળજંતુને જળની જેમ ધર્માસ્તિકાય હાય કરે છે. પિતાની મેળે સ્થિતિભાવને પામતા જીવ અને પુદ્ગલેને પથિકને છાયાની જેમ જે હાયકારી થાય તે અધર્માસ્તિકાય. પિતાને વિષે રહેલ, સર્વવ્યાપક તથા જીવ અને પુદ્દગલેને અવકાશ આપનાર કાલોકમાં સ્થિતિ કરી રહેલ અને અનંત પ્રદેશી તે આકાશ. કાકાશના પ્રદેશ પર રહેલા, કાલના ભિન્ન ભિન્ન અંશે કે જેમનાથી પદાર્થોમાં પરિવર્તન થાય છે, તે મુખ્ય કાલ કહેવાય છે. વળી તિષશાસ્ત્રમાં જેનું સમય, આવલિ, મુહુર્તા વિગેરે પ્રમાણુ કહેવાય છે, તે કાલવેદી-જિનેશ્વરેએ વ્યાવહારિક કાલ માનેલ છે. તેમજ નવા અને જીર્ણરૂપે જે પદાર્થો જગતમાં પ્રવર્તે છે, તે કાલને પ્રભાવ છે. વર્તમાન તે અતીતપને અને ભાવિ તે વર્તમાનપણાને પામતાં જે પદાર્થો કહેવામાં કે ગણવામાં આવે છે તે કાલની કીડા છે. અજીવતત્ત્વ.