________________
૩૭૨
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર.
કર્યો. અઢી લાખ સાધુ, ત્રણ લાખ ને એંશી હજાર સાધ્વીઓ, બે હજાર ચૌદપૂવ, આઠ હજાર અવધિજ્ઞાની, આઠ હજાર મન:પર્યાય જ્ઞાની, દશ હજાર કેવળજ્ઞાની, વૈદિયલબ્ધિવાળા ચાર હજાર મુનિ, સાત હજારને છ વાદલબ્ધિધારી, અઢી લાખ શ્રાવક અને નવ હજારે ન્યૂન પાંચ લાખ શ્રાવિકા એ પ્રમાણે પ્રભુને પરિવાર થયે. એટલે ત્રણ માસ ને ચેતવીશ પૂર્વાગે ન્યૂન એકલાખ પૂર્વ વિચરી, કેવળજ્ઞાની સ્વામી સમેતશિખરપર ગયા. ત્યાં પોતાને મેક્ષકાલ જાણ, એક હજાર મુનિઓ સહિત ભગવંતે અનશન કર્યું અને એક માસ થતાં, આસન કંપવાથી અવધિજ્ઞાને જાણી, તરતજ ચોસઠ ઇદ્રો પ્રભુ પાસે આવ્યા. ત્યાં પ્રભુને પ્રદક્ષિણ પૂર્વક પ્રણામ કરી, જાણે ચિત્રમાં આળેખેલા હોય તેમ ભારે ખેદથી જિન આગળ બેઠા. ત્યારે શ્રાવણ માસની કૃષ્ણ સપ્તમીએ શ્રવણ નક્ષત્ર સાથે ચંદ્રમાને વેગ થતાં શ્રી ચંદ્રપ્રભસ્વામી નિષ્કપ–સ્થિર મને રહ્યા તથા પર્યકાસને બેસી, તેમણે બાદર મન, વચન અને કાયાના યેગને નિરોધ કર્યો. સૂક્ષ્મ કાગવડે બાદરકાયયોગ અને સૂક્ષમ મન-વચનના વેગને રૂંધી, સૂક્ષ્મ-કિયા અનિવૃત્તિ નામે શુકલધ્યાનના ત્રીજે પાયે વત્તતાં, અનુક્રમે પ્રભુએ સૂક્ષ્મ કાયયોગને સાથે. પછી સમુચિછન્ન-ક્રિયા નામે એથે પાયે વર્તાતાં પાંચ હૃ ચ્ચાર–પ્રમાણુકા ચૌદમું ગુણસ્થાન ફરસીને સર્વ દુઃખથી મુક્ત થઈ કેવળજ્ઞાની, કેવળદશની, ક્ષીણુકમ, નિષિતાથી, અનંતવીર્ય અને સુખ-સમૃદ્ધિયુકત, બંધાભાવે એરંડબીજની જેમ ઉર્ધ્વગામી એવા ભગવંત સ્વભાવે બાજુ–સરલ ગતિએ કાગ્રે–મેક્ષે ગયા. તેમજ બીજા અનશનધારી સાધુઓ પણ બધા એગ રૂંધીને, સ્વામીની જેમ પરમપદને પામ્યા. સ્વામીના નિર્વાણ-સમયે, સદા સુખથી રહિત એવા નારક જી પણ ક્ષણભર સુખ પામ્યા. તે વખતે ઇદ્ર મોટેથી આક્રંદ કરતાં, તેની પાછળ બીજા દેવે પણ આક્રંદ કરવા લાગ્યા. પછી ઇંદ્ર મેહ તજી, તે તે