________________
તને અધિકારી
૩૭
મન, વચન અને કાયાના ગે જે કર્મ બંધાય તે આશ્રવ. તેમાં શુભ ને હેતુ તે શુભ આશ્રવ અને અશુભને હેતુ તે અશુભ આશ્રવ. આશ્રવતવ.
બધા આશ્રને નિરોધ તે સંવર અને ભવહેતુ કર્મોનું અંશથી વિખેરાવું તે નિર્જરા સંવર અને નિર્જરાતવ.
સકષાયપણે જીવ જે કર્મ-પુદગલેને ગ્રહણ કરે છે, તે બંધ કે જે જીવને સદા પરતંત્ર બનાવનાર છે, તે પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધ એમ ચાર પ્રકારે છે. પ્રકૃતિ તે સ્વભાવ અને તે જ્ઞાનાવરણ પ્રમુખભેદે આઠ પ્રકારે છે. જઘન્ય કે ઉત્કૃષ્ટપણે કર્મોનું કાલમાન તે રિથતિ. અનુભાગ તે વિપાકે ઉદય થયા કર્મોનું ભેગવવું તે અનુભાગબંધ અને કર્મના દલીને બંધ કરે તે પ્રદેશબંધ કહીયે. મિથ્યાષ્ટિ, અવિરતિ, પ્રમાદ, કષાય અને રોગ એ પાંચ બંધના હેતુ છે. બંધતત્ત્વ.
બંધહેતુના અભાવે ઘાતિકને ક્ષય થતાં કેવળજ્ઞાન પ્રગટતાં છેવટે શેષ કર્મોનો ક્ષય તે મેક્ષ. સુરાસુર–નરેદ્રોનું જે ત્રણે ભુવનમાં સુખ છે, તે મેક્ષના સુખ આગળ અનંતમે ભાગે પણ નથી. સ્વસવભાવજન્ય, ઇંદ્રિયાતીત જે સુખ, તે એ મેક્ષમાં શાશ્વત સુખ છે, અને તે માટેજ ચતુર્વર્ગમાં મેક્ષ પુરૂષાર્થ મુખ્ય ગણાવેલ છે. ” મોક્ષતત્વ,
એ પ્રમાણે ચંદ્રપ્રભાસ નામના ક્ષેત્રમાં રહેલા શ્રી ચંદ્રપ્રભભગવતે બાર પર્ષદામાં ધર્મ પ્રકા. પછી અન્યત્ર જીને પ્રતિબંધ પમાડવા, મનુષ્ય અને સુરાસુરેથી પરવરેલા સ્વામી ત્યાંથી ચાલ્યા. સર્વ અતિશય વડે સંપૂર્ણ તથા સર્વ દેવોવડે પરવરેલા ભગવતે, આકાશમાં ચંદ્રની જેમ વસુધાપર અન્યત્ર વિહાર