________________
૩૭૪
શ્રીચંદ્રપ્રભ સ્વામી-ચરિત્ર.
'
કરતાં, સ્વામીની શિબિકા ઉપાદ્ધ અને અન્ય દેવેએ અન્ય મુનિએની શિબિકા ધારણ કરી. આ વખતે દેવ-દેવીઓ સત્વર સંગીત, નૃત્ય અને રાસડા કરવા લાગ્યા. પછી ઇંદ્ર સ્વામીનું શરીર પ્રાચી -પૂર્વ દિશાની ચિતામાં સ્થાપન કર્યું અને અન્ય દેએ સાધુઓનાં શરીર સ્થાપ્યાં. એટલે ઇંદ્ર આજ્ઞા કરતાં અગ્નિકુમાર દેવેએ અગ્નિ પ્રગટાવ્યો, વાયુકુમારેએ પવન પ્રગટાવી અગ્નિને અધિક પ્રજવલિત કર્યો. ત્યારે અસ્થિ વિના ધાતુઓ બળી જતાં મેઘકુમારએ ક્ષીરસાગરના જળથી ચિતા બુઝાવી. ત્યાં પ્રતિમાની જેમ પિતાના વિમાનમાં પૂજવાને પુરંદરે પ્રભુની ઉપરની જમણી દાઢા ગ્રહણ કરી, ઈશાનેકે ઉપરની ડાબી દાઢા, “ચમકે નીચેની જમણું અને બલીદ્ર નીચેની ડાબી દાઢા ગ્રહણ કરી, તેમજ બીજા ઈંદ્રો અને દેવોએ પ્રભુના દાંત અને અસ્થિ લીધાં. પછી નંદીશ્વરીપે શાશ્વતી પ્રતિમાને મહત્સવ કરતાં દેવે સહિત ઈંદ્ર પિતપોતાને સ્થાને ગયા.
શ્રીચંદ્રપ્રભસ્વામી કૌમારાવસ્થામાં અઢી લાખ પૂર્વ અને સાડા છ લાખ પૂર્વ તથા ચવીશ પૂર્વાગ રાજ્યસ્થિતિમાં રહ્યા. તેમજ ચોવીશ પૂર્વાગ ન્યૂન એક લાખ પૂર્વ સંયમપર્યાયમાં રહ્યા. એમ દશ લાખ પૂર્વનું ભગવંતનું આયુ સમજવું. શ્રી સુપાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી નવસેં કટિ સાગરોપમ વીતતાં શ્રી ચંદ્રપ્રભસ્વામી મેક્ષે ગયા. શ્રી દેવેંદ્રાચાર્ય-વિરચિત શ્રી ચંદ્રપ્રભસ્વામીના ચરિત્રમાં ગણુભવના વર્ણનરૂપ બીજે
પરિચ્છેદ સમાપ્ત થયો.
હું સંપૂર્ણ. $