Book Title: Chandraprabhu Swami Charitra
Author(s): Jain Atmanand Sabha
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 411
________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. ૩૮ તવા અધિકારઃ— વળી શ્રાવકાએ સાત તત્ત્વા સમજવાનાં છે કે જેથી ધર્મમાં સૂક્ષ્મ ક્રિયાનું સ્વરૂપ સમજાય. જીવ, અજીવ, આશ્રવ, સ ંવર, નિરા, મધ અને મેાક્ષ એ સાત તત્ત્વો સમજી લ્યો. તેમાં જીવ મુક્ત અને સંસારી એમ બે પ્રકારના, તેમજ બધા અનાદિ અને જ્ઞાન, દનના લક્ષણયુક્ત છે. મુક્ત જીવા સ્વભાવથી જ એકસરખા, જન્માદિ કલેશરહિત, અનંત દર્શન, જ્ઞાન, વીય અને આનંદમય છે. સંસારી જીવા સ્થાવર અને ત્રસ તેમજ તે પર્યાપ્ત અને અપર્યાસ એમ એ એ ભેદે કહેલા છે. પર્યાપ્તત્વના કારણરૂપ આહાર, શરીર, ઇંદ્રિય, શ્વાસેાશ્વાસ, ભાષા અને મન, એમ છ પ્રસિ બતાવેલ છે. તે એકેદ્રિય, વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય પ્રાણીઓને અનુક્રમે ચાર, પાંચ અનેછ પર્યાપ્તિ હોય છે. પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય એ પાંચ સ્થાવર અને એકે’દ્રિય. તેમાં પ્રથમના ચાર સૂક્ષ્મ અને માદર હાય છે. વનસ્પતિકાય પ્રત્યેક અને સાધારણ એમ બે ભેદે છે. તેમાં પ્રથમના પ્રત્યેક જીવ ખાદર અને બીજા સાધારણ તે સૂક્ષ્મ અને આદર હાય છે. ત્રસ તે એઇંદ્રિય, ત્રેઇંદિય, ચરિ ંદ્રિય અને પચેંદ્રિય એમ ચતુર્વિધ હેાય છે. તેમાં પંચેન્દ્રિય સંજ્ઞી અને અસીએમ એ ભેદે છે. શિક્ષા, ઉપદેશ અને આલાપને જે જાણે તથા મન–પ્રાણને પ્રવર્તાવે તે સની અને તે કરતાં વિપરીત તે અસૌ જાણવા. સ્પન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર એ પાંચ ઇંદ્રિયા અને અનુક્રમે સ્પ, રસ, ગંધ, રૂપ અને શબ્દ એ પાંચ તેના વિષયા છે. કૃમિ, શ ંખ, ગડાલા, જળા, છીપ, અળસીયા, પૂરા, કાડા તથા વિવિધ કરમીયા તે એઇંદ્રિય જાણવા. ા, માંકણુ, લીખ, મોડા, ઇત્યાદિ ત્રેઈંદ્રિય સમજવા. પતંગ, મક્ષિકા, ડાંસ, ભ્રમર, કંસારી પ્રમુખ ચઉરિદ્રિય કહેવાય. અને ખાકીના જળચર, સ્થલચર અને

Loading...

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416 417 418 419 420