________________
દાનાદિકથી નહિં પુણ્ય ઉપાર્જન કરવા ઉપર મંગલની કથા. ર૬૭
ક્ષુધા, પિપાસા, રાગ, રેષ કે રેગ નથી, ભય, શેક, વ્યાહ કે મદ નથી, ચિંતા, ખેદ, ભેદ, વિષાદ કે નિંદા નથી, ક્ષણભર અને રતિ નથી, પરંતુ અમંદ આનંદરૂપ અમૃત–રસવડે પૂર્ણ. અક્ષય સુખ-સ્વરૂપ, નિરંજન, સ્થિરાત્મા જીવ રત્નદીપ સમાન સદા દેદીપ્યમાન છે, અને લોકાલોકમાં રહેલ સમસ્ત પ્રશસ્ત વસ્તુના વિસ્તારને પ્રકાશમાં અખંડિત પ્રસારપણે આત્મા સદા ત્યાં વર છે. માટે હે ભવ્ય ! તમે પણ તેમાં જ સદા પ્રયત્ન કરે અને ધન, સવ રાજ્ય, ભાર્યા પ્રમુખ સંસારને અસાર સમજી . તેવામાં મદનસુંદર રાજાએ ભક્તિપૂર્વક મુનિને પૂછ્યું કે “હે મહાત્માનું ! જાણું છું અને જાણતો નથી–એ પદને અર્થશે?” મુનિબેલ્યામને યુવાન જોઈ, તારી ભાર્યાએ પૂછયું કે –“હે મુનિવર ! તમે સવેળામાં અસૂરું કેમ કર્યું?” ત્યારે મેં એને ભાવાર્થ સમજી લીધે કે વૃદ્ધપણાને ઉચિત વ્રત અત્યારે કેમ ગ્રહણ કર્યું–તે પ્રશ્નને આ પરમાર્થ છે કે જન્મેલાને મરણ તે અવશ્ય છે, એટલું હું જાણું છું, પણ તે કયારે થશે, તે નિશ્ચય જાણતું નથી. એવા સંશયને લીધે મેં વ્રત સ્વીકાર્યું. જે લાંબે કાળ જીવિત હશે, તે કર્મની નિર્જરા થશે અને જિનદીક્ષામાં વર્તાતાં મરણ પણ શ્રેયસુખરૂપ જ છે.” એ ઉત્તર સાંભળતાં રાજાએ સૌભાગ્યમંજરી સહિત, સાધુ પાસે શ્રાવક-વ્રત લીધાં. પછી મુનિને નમી સદનસુંદર આવાસમાં આવ્યું અને અખંડ પ્રમાણે મને રમા નગરીમાં આવ્યું. ત્યાં મોટા આડંબરથી સૈભાગ્યસુંદરી સહિત તેણે પ્રવેશ કર્યો અને ધવલ ગૃહમાં જઈ, મંત્રી વિગેરેને જણાવ્યું કે પિતાનું રાજ્ય તજી, દેશાંતર એકાકી જતાં, ત્યાં પણ પુણ્યના પ્રગટ પ્રભાવથી રાજ્ય પ્રાપ્ત થયું. માટે સંસારીજીએ પુણ્યને માટે સદા પ્રયત્ન કરે. પુણ્ય વિના જીવ આ લેક કે પરલોકમાં સુખી થઈ શકતો નથી.”