________________
દાન નહિ દેવા ઉપર કુરંગની કથા. ૩૦૩ પગ ધોતા તે બંનેને વૃદ્ધાએ પૂછ્યું કે–તમારે ક્યાં અને કે વ્યવસાય કરવા જવાનું છે?” તેમાં એક બેલ્યો-- “હું શ્રીકુલ નગરમાં ઘી લેવા જઈશ.” બીજાએ કહ્યું હું પણ તેજ નગરમાં ચામડાની ખરીદ કરવા જઈશ.” આથી વૃદ્ધાએ ઘી લેવા જનારને ભક્તિથી ઘરમાં બેસારી જમાડે અને બીજાને અનાદરથી બહાર બેસારી, જમાડશે. ત્યારે આપણને તેણે અંદર અને બહાર બેસારી ભેદથી કેમ જમાડયા?” એમચિંતવતા તે બંને યથાસ્થાને ગયા. ત્યાં એકે ધૃત લીધું અને બીજાએ ઈચ્છાનુસાર ચર્મ લઈ, પાછા વળતાં તેમને ભિન્ન ભિન્ન ચિંતા-વિચારણા જાગી. તે બંને પાછા તેજ ગામમાં પેલી વૃદ્ધાને ઘેર આવ્યા અને રસેઈ માટે તેમણે સામાન લાવી આપતાં, તેણે ભેજન તૈયાર કર્યું. પછી પૂર્વે જેને ઘરમાં બેસારી ભકિતથી જમાડયું હતું, તેને બહાર અને બીજાને ઘરની અંદર બેસારીને જમાડ. આથી તેમણે વિરમય પામતાં વૃદ્ધાને પૂછયું કે –“હે માત ! જતાં આવતાં, તેં અમને ભિન્ન સ્થાને કેમ બેસાર્યા?” તે વૃદ્ધા બોલી “હે વત્સ તમે બરાબર ધ્યાન પૂર્વક સાંભળે–જે પૂર્વે ઘી લેવા ચાલ્ય, તેની એવી ધારણા તે વખતે હતી કે—જ્યાં હું ઘી લેવા જવાને છું, ત્યાં ગાયે, ભેસે લષ્ટ-પુષ્ટ હોય, તે મને ઘી સસ્તું અને પુષ્કળ મળે. એવા અભિપ્રાયથી પૂર્વે તું જતું હતું, એ તારા શુભ આશયથી મેં તારી સારી સરભરા કરી. તેમજ આ ચર્મના વેપારીને તે વખતે એ દુષ્ટ વિચાર હતો કે ઘણા ચતુષ્પદ જનાવર મરે, તે ચામડું સેવું થાય અને પુષ્કળ મળે, એવા પાપી વિચાર સમજી, તેને ચંડાળ સમાન જાણીને બારણે બેસારી જમાડે. ક્રૂર મનના પાપી પ્રાણીથી ઘર અભડાય-એમ કહેવાય છે, તેથી ઉતમ જને તેને ઘરમાં પેસવા દેતા નથી. અત્યારે તમે માલ ખરીદી પાછા વળતાં, તમારા બંનેના વિચાર વિપરીત થયા છે. ઘીવાળાને વિચાર અપવિત્ર અને ચામ