________________
૩૩૮
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
વર્જવાથી બારમું પદ સેવ્યું. શુભધ્યાનવડે તેરમું સ્થાનક તથા શરીર અને ચિત્તની સ્વસ્થતાએ યથાશકિત તપ કરતાં તેમણે ચૌદમું પદ આરાધ્યું. મનશુદ્ધિવડે તપસ્વીઓ પ્રત્યે અન્નાદિકને સંવિભાગ કરતાં પંદરમું પદ અને આચાર્યાદિક દશનું નિશ્ચિત વૈયાવચ્ચ કરતાં સેળયું પદ આરાધ્યું. સંઘના કષ્ટને દૂર કરતાં અને મનને સમાધિમાં રાખતાં તેમણે સત્તરમું સ્થાનક સેવ્યું. અપૂર્વ અપૂર્વજ્ઞાન ગ્રહણ કરતાં ચિત્તને નિગ્રહ કરવાવડે અઢારમું પદ, નિંદાના ત્યાગપૂર્વક શ્રુતજ્ઞાનની ભકિત કરવાવડે ઓગણીશમું
સ્થાનક તથા વિદ્યા-મંત્રાદિકવડે તથા ધર્મકથા પ્રમુખવડે શાસનની પ્રભાવના કરતાં તેમણે વીશમા પદની આરાધના કરી. એમાંના એક પદની આરાધનાથી તીર્થકર નામકર્મ બંધાય, તે તે મહાત્માએ એ બધાની આરાધના કરી. એમ અનુક્રમે આયપૂર્ણ થતાં કાલ કરી, તે વ્રત–પર્વતના પ્રથમ ફળરૂપ વૈશ્વેત નામના વિમાનમાં ગયા. ત્યાં પદ્મરાજાને તે જીવ વૈજયંતમાં આયુ પૂર્ણ કરી, આ ભવમાં હું તીર્થકર થયે છું.” એમ પિતાના બે ભવ કહી અષ્ટમ જિનેશ્વર અનુક્રમે ચંદ્રપ્રભાસ નામના ક્ષેત્રે સમુદ્રના કાંઠે સમેસર્યા. ત્યાં સર્વ દેવેએ બધા દેવેએ સમવસરણ રચતાં, ભગવંત સિંહાસને બિરાજમાન થઈ, ધર્મદેશના આપવા લાગ્યા કે “હું ભબધા ધર્મોમાં દયા એ પ્રથમ ધર્મ છે, કે જેનાથી પ્રાણુ નિરોગી અને સદા ધનવાનું થાય છે. જે હૃદયમાં દયા વિદ્યમાન હોય તે અન્ય ધર્મો વાંછિત ફળ આપે. કારણ કે અગ્નિ હેય તે કાષ્ટ પ્રકાશ કરવા સમર્થ થાય, જીવરક્ષાના ગે પ્રાણ વસુધામાં ઈષ્ટ સ્થાન તથા મંત્રિદાસીની જેમ નિર્વાણ-પદ પામી મુકત થાય છે. તે વૃત્તાંત આ પ્રમાણે છે–