________________
૫૬
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
એવામાં શુરસેન રાજપુત્ર જેવામાં ન આવતાં, તેના પરિજને ભૂભીમ રાજાને જણાવ્યું, જેથી તેણે રાજપુરૂષે મેકલીને શેધ કરાવી, પણ તેને કયાં પત્તો ન મળે, ત્યારે તેણે દાંડી પીટાવી, છતાં કેઈએ બાતમી ન આપી.
હવે બીજા દિવસની રાતે પેલે યોગી ઉતાવળે સુવર્ણ પુરૂષના સ્થાને આવતાં, જોયું તે ત્યાં કંઈજ ન હતું. એટલે –“હા ! હું હણાયે.” એમ આકંદ કરતે થેગી તરત મૂછ પા. પછી સાવધાન થતાં તે ચિંતવવા લાગ્યું કે કેઈનગરવાસી એ મારો સુવર્ણપુરૂષ લઈ ગયું છે, તે એ રાજાની રહાય વિના પામી ન શકાય, માટે પોતાની શક્તિએ કુમારનું કૃત્રિમ રૂપ બનાવી રાજાને બતાવું, કે જેથી તેને જોતાં સંતુષ્ટ થયેલ રાજા મને સુવર્ણ પુરૂષ અપાવે, એમ ધારી યોગીએ તે વાગતી દાંડીને સ્પર્શ કર્યો અને જઈને કેમળ વચનથી રાજાને જણાવ્યું કે-“જે તું મને પિતાનું વચન સોગંદપૂર્વક આપે અને મારું કામ કરે, તે હું તને કુમાર બતાવું.” રાજા બોલ્યા “હે યેગિન ! મારે તારૂ કામ અવશ્ય કરવું, એવું તને વચન આપું છું. પણ પ્રાણપ્રિય કુમાર તું મને ક્યાંથી પણ સત્વર બતાવ.” ત્યારે મેગીએ કહ્યું–
હે રાજન મેં સાધેલ સુવર્ણપુરૂષ મારા સ્થાનથી જીવિતની જેમ કેઈ લઈ ગયા છે. તે શોધી મને અપાવ. તે આજ તારા તસ્કરવ્યાપ્ત નગરમાં છે.” આથી રાજાએ તરત નગરમાં તેને શેાધા, પરંતુ તે કનકપુરૂષને પત્તે ન મળે. એટલે ખેંચી લાવનાર પુરૂષને રાજાએ આદેશ કરતાં, તેણે સુવર્ણ પુરૂષને ખેંચવા એક મંડળ રચ્યું. વળી આપ-આડંબરથી યથાવિધિ મંત્ર ઉચ્ચારતાં, તેણે સ્થિર મને હેમવાની ઘણી વસ્તુઓ અગ્નિકુંડમાં નાખી. તેવામાં તે સુવર્ણ પુરૂષ પેલા દરિદ્રના ઘરથી ચાલ્યું, પણ તેની પુત્રીઓએ આક્રોશથી તેને હાથે પગે મજબૂત પકડી રાખ્યા. ત્યારે તે