Book Title: Chandraprabhu Swami Charitra
Author(s): Jain Atmanand Sabha
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 407
________________ ४ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. મરણ પામી છે.” ત્યારે રાજા વિચારવા લાગ્યું કે “અહે! પ્રથમ દૈવજ્ઞની વાણી સાચી થઈ. બૌદ્ધ અને જેનેનું વચન કેમ મિથ્યા થયું?” પછી રાજાએ બૌદ્ધ અને જેનોને બોલાવ્યા અને તેમને શ્રેષ્ઠિભાર્યાનું મરણ કહી સંભળાવ્યું. ત્યાં બૌદ્ધ – “હે રાજન ! મેં વાયુ–સંચારથી જે જોયું, તે કહ્યું. છતાં તે મૃત તુલ્ય હશે, તે પણ દેવગે જીવતી થશે.” આથી રાજાએ વિષ ટાળવા ઘણું માંત્રિક મેકલ્યા, પણ શ્રેષ્ઠિપત્ની સ્વસ્થ થઈ ઉઠી નહિ ત્યારે તેને સંસ્કાર કરવા શિબિકામાં બેસારી, પાછળ ઘણા સ્વજાએ આકંદ કરતાં, નગરીના મધ્ય ભાગે થઈ મસાણ ભણી જતાં તેને જોઈ ગ્રામ્ય બાળકે “એને મેં મરણ નીપજાવ્યું ” એમ ભારે પશ્ચાત્તાપ કર્યો છતાં તેને વિચાર થયે કે–“ઠીક છે, હું મણિ–જળથી એને તરત જીવાડીશ.” એમ નિશ્ચય કરી, તે સત્વર મઠમાંથી બહાર આવ્યું, અને ચંદન–અગરૂની ચિતામાં તે શ્રેષ્ટિભાર્યાને બાળવા સ્વજને તૈયાર થયા, તેવામાં એ બાળક આવી પહોંચ્યા અને બેલ્યો કે–અરે ! જીવતી સ્ત્રીને બાળવાનું પાપ તમે ન કરે. એને જીવાડનાર મારા પ્રત્યે તમે જરા કૃપાથી જુઓ.” એમ તેની વાણી સાંભળતાં સ્વજને બેસી રહ્યા. ત્યાં ક્ષણવારમાં મણિ પાણુમાં હલાવી તે જળ તેણે શેઠની પત્નીના મુખમાં નાંખ્યું અને તેણીના શરીરે છાંટતાં તે જણે સૂતી હોય તેમ વિષમૂછ દૂર થતાં તરત ઉભી થઈ. પછી માંગલિક વાદ્યો વાગ્યાં તથા સ્વજનેની સ્ત્રીઓ મંગલ ગાતી નાચવા લાગી. તે બધા રાજમાર્ગો પાછા ફર્યા અને શ્રેષ્ટિએ ઉત્સવપૂર્વક તે બાળકને ભારે દ્રવ્ય આપી સત્કાર કર્યો. તેવામાં રાજાએ શ્રેષિપત્નીની વાત સાંભળતાં વિચાર કર્યો કે અહે! આ તે ત્રણે તિર્નાદી સત્ય ઠર્યા,” આથી રાજાએ સંતુષ્ટ થઈ બૌદ્ધ અને બ્રાહ્મણને ધન-દાન આપ્યું અને જૈનાચાર્ય ને આપતાં, તેમણે મૃદુ વચનથી જણાવ્યું કે–“હે રાજન! અમે

Loading...

Page Navigation
1 ... 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420