________________
પરિગ્રહ પરિમાણ ઉપર ધર્મમતિની કથા. ૩૬૫ અકિંચનપણે વ્રતધારી હેવાથી ધન, ભાર્યા, જમીન, કે ગૃહાદિકના ત્યાગી છીએ તે એ પરિગ્રહના કારણરૂપ ધનથી સયું. અમે તે પ્રાસુક ભિક્ષા, વસ્ત્ર, પાત્રાદિ ઉપકરણ લેનારા છીએ.” ત્યારે રાજા બોલ્ય—મને અનુગ્રહ માટે કાંઈ આદેશ કરે.” આચાર્યે કહ્યું—“હે રાજન્ ! તું સ્વાર્થ સાધ, પણ એ આદેશ સામાન્ય નથી.” રાજાએ પૂછ્યું—“તે એને ભાવાર્થ શે સમજ?” આચાર્ય બોલ્યા- “હે રાજન! યથાર્થ સ્વાર્થ સાંભળ. આર્યદેશમાં મનુષ્ય જન્મ પામી, અરિહંતની વાણી પ્રમાણે સમતિથી વિભૂષિત દયાધર્મને આરાધવે. હે રાજન ! એ વાર્થ, મનુષ્યજન્મમાં દુષ્પાપ્ય છે, માટે આ લેક અને પરલોકના સુખ નિમિત્તે સતત્ પ્રયત્ન કરે.” એમ સાંભળતાં, સ્વભાવથી જ સુલભધિ રાજાએ જૈનાચાર્યને ગુરૂ માની સમકિત સ્વીકાર્યું. એટલે બીજા પણ રાજકે અને પ્રજાજને સૂરિના ઉપદેશથી જૈનધર્મ આરાધવા તત્પર થયા. વળી રાજાના પ્રાણપ્રિય પુત્ર ધર્મમતિએ પણ ગુરૂ પાસે પરિગ્રહ પરિમાણનું વ્રત લીધું. પછી આચાર્યને વિસઈ રાજા ધર્મમાં તત્પર થયે, ધર્મમતિ કુમાર પણ કિંચિત પરિગ્રહધારી બન્યા. હવે આયુઃ પૂર્ણ થતાં ધર્મના પ્રભાવથી રાજા સ્વર્ગે ગયે. એટલે પ્રધાનેએ રાજપદ માટે ધર્મમતિને વિનંતી કરી ત્યારે તેણે વિચાર કર્યો કે રાજ્ય સ્વીકારતાં મેટે પરિગ્રહ વધી પડશે.” એમ ધારી પરિગ્રહ-નિયમને ધરનાર કુમારે રાજ્ય ન લીધું. તે રાજ્યત્યાગી છતાં લોકમાં ઇંદ્રની જેમ માનનીય બજે. બુદ્ધિમાન અને પ્રતાપી તે ધર્મમાં શ્લાઘા પામ્યું. એમ પરિગ્રહને સ્નેહ તેડી, ગૃહથવ્રત પાળી કુમાર પ્રાંતે આયુઃ ખલાસ થતાં સ્વર્ગમાં ઇંદ્રિ થયે. એ રીતે સ્વલ્પ પરિગ્રહી ધર્મમતિ જેમ ઈંદ્રત્વ પાએ તેમ અન્ય ભવ્ય પણ નિષ્પરિગ્રહી બને.